• Home
  • National News
  • Desh
  • Uttarakhand News: Family received notice after BJP logo and vote appeal for Modi on Wedding card

આચાર સંહિતા ભંગ / દીકરાના લગ્નના કારણે ખુશ હતો પરિવાર, ઇન્વિટેશન કાર્ડ પર PM મોદી વિશે લખી દીધી એવી વાત કે મળી ગઈ નોટિસ

સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે આ કાર્ડ

Divyabhaskar.com | Updated - Mar 17, 2019, 07:02 PM
Uttarakhand News: Family received notice after BJP logo and vote appeal for Modi on Wedding card


નૈનીતાલ, અહીં બાગેશ્વરીમાં એક પરિવારમાં દીકરાના લગ્ન હતા. જો કે લગ્નમાં ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી માટે વોટ માંગવો તેને ભારે પડ્યો. બીજેપીના નેતા જગદીશ જોશીના દિકરાના લગ્નમા જે કાર્ડ છપાવવામાં આવ્યાં. જેમાં બીજેપીનું ચિન્હ છપાવ્યું અને લોકસભા 2019ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને વોટ કરવાની અપીલ કરી. જો કે આવું કરવું તેને ભારે પડ્યું અને ઘરે નોટિસ આવી ગઈ.

હવે થશે સ્પષ્ટિકરણ

-જગદિશ જોશીના દીકરાના લગ્ન 22 એપ્રિલે થવાના છે. તેમના માટે તેમણે જે વેડિંગ કાર્ડ છપાવ્યાં છે તેમાં બીજેપીની પાર્ટીનું ચિન્હ અને કમળનું ફુલ છપાવ્યું. આટલું જ નહીં 11 એપ્રિલે મોદીજી વોટ આપવાની અપીલ કરવામાં આવી છે.
- કાર્ડમાં લખ્યું છે કે ભેટ સોગાદ ન લાવતા પરંતુ તે પહેલા વોટ જરૂર આપજો. આવું લખાણ આચાર સહિંતા વિરૂદ્ધ હોવાથી જિલ્લા ચૂંટણી પંચની તરત જ નોટિસ મળી ગઈ. આ પહેલા પણ એવા કેટલાક લગ્નના કાર્ડ વાયરલ થઇ ચૂક્યાં છે. જેમાં પીએમ મોદીને વોટ આપવાની અપીલ કરવામાં આવી હતી. જો કે ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ દેશભરમાં આચાર સંહિતા લાગૂ થઇ ગઇ છે. આ કાર્ડથી આચારસંહિતાનું ઉલ્લંઘન થયું છે. તેથી આ પરિવારને આ કાર્ડ આ રીતે છપાવવું અને વોટ માટે અપીલ કરવી ભારે પડી.

X
Uttarakhand News: Family received notice after BJP logo and vote appeal for Modi on Wedding card
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App