રોડ શો / લખનઉમાં 6 કલાકમાં 14 કિમીનો રોડ શૉઃ પ્રિયંકાની એન્ટ્રી, રાહુલને UPમાં દેખાઈ જીત

uttar pradesh news priyanka gandhi vadra in up for 4 days for election campaign

  • અમૌસીથી પાર્ટી મુખ્યાલય સુધી 14 કિમી લાંબો રોડ શો

  • 4 દિવસમાં 42 લોકસભા સીટની સમીક્ષા

  • પ્રિયંકાની સાથે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, પૂર્વી ઉત્તરપ્રદેશના પ્રભારી જ્યોતિરાદિત્ય પણ ઉપસ્થિત

  • લકી રથ પર સવાર છે પ્રિયંકા-રાહુલ, આ બસથીજ પંજાબ વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર થયો હતો. 

Divyabhaskar.com

Feb 12, 2019, 01:51 AM IST

લખનઉ (આદિત્ય તિવારી): પૂર્વ ઉત્તરપ્રદેશનું સુકાન મળ્યા પછી પ્રિયંકા ગાંધી વાડરા સોમવારે લખનઉ પહોંચ્યાં હતાં. અહીં તેમણે છ કલાક સુધી કારની છત પર લોકોનું અભિવાદન કરીને 14 કિલોમીટર લાંબો રોડ શૉ કર્યો. આ રોડ શૉમાં પ્રિયંકા ગાંધીની સાથે રાહુલ ગાંધી અને જ્યોતિરાદિત્ય સિંધિયા પણ હાજર હતા. આ યુવા નેતાઓ એરપોર્ટથી લખનઉના કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યાં હતાં. આ દરમિયાન રસ્તામાં તેમનું 37 વખત સ્વાગત કરવામાં આવ્યું હતું. આ રોડ શૉમાં પ્રિયંકા ગાંધીના સારથિની ભૂમિકામાં રહેલા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, અમે કોંગ્રેસને સજીવન કરવાનું કામ પ્રિયંકા ગાંધી અને જ્યોતિરાદિત્ય સિંધિયાને સોંપ્યું છે. અમારું લક્ષ્ય લોકસભા ચૂંટણીની સાથે વિધાનસભા ચૂંટણી પણ છે. નોંધનીય છે કે ઈન્દિરા ગાંધીની છબિનો લાભ લેવા આ રેલીમાં પ્રિયંકા ગાંધીની સાથે તેમના નામના નારા પણ લગાવવામાં આવ્યા હતા.

રાહુલે કહ્યું- બેકફુટ પર નહિ રમીએઃ રાહુલ ગાંધીએ રોડ શો દરમિયાન નાનકડુ ભાષણ આપ્યુ હતુ. જેમાં તેમણે કહ્યું કે, 'ચોકીદાર ચોર છે'નાં નારા લગાવ્યા હતા. તેમણે કહ્યું કે, દેશનાં ચોકીદારે યુપી અને બાકીનાં રાજ્યો પાસેથી પૈસા ચોરી કર્યા છે. કાલનાં પેપરમાં લખવામાં આવ્યુ છે કે ભ્રષ્ટાચારનો ક્લોઝ મોદીએ હટાવ્યો અને અનિલ અંબાણીને ફાયદો પહોંચાડ્યો હતો. હવે મેં પ્રિયંકા અને સિંધિયાજીને અહીંના મહાસચિવ બનાવ્યા છે. મેં કહ્યું છે કે ઉત્તરપ્રદેશમાં વર્ષોથી જે અન્યાય થઈ રહ્યો છે તેની સામે લડવાનું છે અને ન્યાય વાળી સરકાર લાવવાની છે. લોકસભા તેમનું લક્ષ્ય જરૂર છે, પરંતુ આ લોકોએ વિધાનસભામાં પણ કોંગ્રેસની સરકાર બનાવાની છે. જ્યા સુધી કોંગ્રેસની સરકાર નહી બને ત્યા સુધી હું ,સિંધિયાજી અને પ્રિયંકા લડતા રહીશું. અમે બેકફુટ પર રમવાવાળા નથી.

વીજળીનાં તારમાં ફસાયો પ્રિયંકાનો રથઃ હુસેનગંજ પાસે વીજળીનાં તારોમાં કોંગ્રેસનો રથ ફસાઈ ગયો હતો. જેથી થોડા સમય માટે રોડ શોને રોકાયો હતો. ત્યારબાદ રાહુલ અને પ્રિયંકા બસમાંથી ઉતરીને જીપમાં બેસ્યા ત્યારબાદ રોડ શો ફરી શરૂ થયો હતો. બન્ને નેતાઓએ હજરતગંજ ચારરસ્તા પર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની પ્રતિમા પર માળા પણ ચઢાવી હતી.

રોડ શોમાં ચોકીદાર ચોર છેના નારા લાગ્યાં: રોડ શો દરમિયાન રાહુલના હાથમાં રાફેલનું ડમી જોવા મળ્યું. તે જોઈને ઉપસ્થિત કાર્યકર્તાઓએ ચોકીદાર ચોર છેના નારા લગાવ્યાં. આ દરમિયાન કેટલાંક કાર્યકર્તાઓએ પોતાના શરીર પર ચોકીદાર ચોર છે પણ લખાવ્યું.

3 દિવસ રોજ 13 કલાક બેઠક

પ્રિયંકા ગાંધી 14મી ફેબ્રુઆરી સુધી રોજ ઉ.પ્રદેશના કોંગ્રેસ કાર્યાલયમાં 13-13 કલાક બેઠક કરશે. દરેક લોકસભા ક્ષેત્ર માટે એક-એક કલાકનો સમય નક્કી કરાયો છે. 50 વર્ષમાં પહેલીવાર ગાંધી પરિવારનો કોઈ સભ્ય આ કાર્યાલયમાં ત્રણ દિવસ ગુજારશે.

વાડરા જયપુરમાં, પ્રિયંકા પહોંચ્યાં

જમીન કૌભાંડ કેસમાં પૂછપરછનો સામનો કરવા જયપુર પહોંચેલા રોબર્ટ વાડરાએ રોડ શૉ વખતે ટિ્વટ કરી હતી કે ‘અમે દેશ પ્રિયંકાને હવાલે કરીએ છીએ. પ્રજા ધ્યાન આપે.’ લખનઉના રોડ શૉ પછી પ્રિયંકા ગાંધી પણ જયપુર રવાના થયાં હતાં. તેઓ મંગળવારે સવારે લખનઉ પરત આવી જશે.

વાડરાએ કહ્યું - જનતાની સેવા માટે સોંપું છું

પ્રિયંકાના પતિ રોબર્ટ વાડરાએ ફેસબુક પર તેમની રાજકીય ઈનિંગ માટે શુભકામનાઓ આપી. વાડરાએ લખ્યું કે ઉત્તરપ્રદેશમાં નવા પ્રવાસ અને દેશના લોકોની સેવા કરવા માટે મારી શુભકામનાઓ. તે મારી બેસ્ટ ફ્રેન્ડ, પરફેક્ટ વાઈફ અને બાળકોની બેસ્ટ મધર છે. અત્યારે બદલાના રાજકારણનું વાતાવરણ છે, પરંતુ હું જાણું છું લોકોની સેવા કરવી તેની ફરજ છે અને હવે તેમને દેશની જનતાને સોંપું છું.

અવધ ક્ષેત્ર: 15 બેઠકો કવર કરવાનો પ્રયાસ

લખનઉની આજુબાજુ અવધ ક્ષેત્રમાં 15 લોકસભા બેઠકો આવે છે. તેમાંથી 7 બેઠકો 2009ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાસે હતી. એવામાં આ શો મારફત પ્રિયંકાએ 15 બેઠકોને કવર કરવાનો પ્રયાસ પણ કર્યો છે. ઉત્તરપ્રદેશમાં પ્રિયંકાના જોરદાર પ્રવેશથી નવાં સમીકરણ બનતા જોવા મળી રહ્યાં છે. તેના હેઠળ હવે 25-25 ફોર્મ્યૂલા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. બસપા, સપા, કોંગ્રેસ 25-25 બેઠકો પર ચૂંટણી લડી શકે છે.

X
uttar pradesh news priyanka gandhi vadra in up for 4 days for election campaign
uttar pradesh news priyanka gandhi vadra in up for 4 days for election campaign
uttar pradesh news priyanka gandhi vadra in up for 4 days for election campaign
uttar pradesh news priyanka gandhi vadra in up for 4 days for election campaign
uttar pradesh news priyanka gandhi vadra in up for 4 days for election campaign
uttar pradesh news priyanka gandhi vadra in up for 4 days for election campaign
uttar pradesh news priyanka gandhi vadra in up for 4 days for election campaign
uttar pradesh news priyanka gandhi vadra in up for 4 days for election campaign
uttar pradesh news priyanka gandhi vadra in up for 4 days for election campaign
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી