લઠ્ઠાકાંડ / સીએમ યોગીએ લઠ્ઠાકાંડ મામલે SIT તપાસનાં આદેશ આપ્યા, મૃત્યુઆંક 112એ પહોંચ્યો

uttar pradesh news kushinagar saharanpur CM Yogi orders SIT probe
X
uttar pradesh news kushinagar saharanpur CM Yogi orders SIT probe

  • સહારનપુર 52, મરેઠમાં 18 ,કુશીનગરમાં 10 અને ઉત્તરાખંડમાં 32 લોકો મોતને ભેટ્યા 
  • સરકારે કુશીનગરનાં તમકુહીરાજનાં સીઓ અને સહારનપુરનાં સીઓ દેવબંધને સસ્પેન્ડ કર્યા 

Divyabhaskar

Feb 11, 2019, 12:11 PM IST

કુશીનગરઃ ઉત્તરપ્રદેશ તથા ઉત્તરાખંડમાં ઝેરી દારૂથી અત્યાર સુધી 112 લોકો મોતને ભેટ્યા છે. આ મામલે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનાં કડક વલણનાં પગલે યુપી પોલીસે 215થી વધુ લોકોની ધરપકડ કરી છે. સાથે જ યોગી સરકારે મામલાની તપાસ માટે ADG રેલવે સંજય સિંઘલની આગેવાનીમાં SITની રચના કરી છે. કુશીનગરનાં તમકુહીરાજનાં સીઓ અને સહારનપુરમાં દેવબંદનાં સીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

 

 

1. અત્યાર સુધી 297 કેસ નોંધાયા
પોલીસે લઠ્ઠાકાંડમાં અત્યાર સુધી 297 કેસ નોંધવામાં આવ્યા છે. તમામ અધિકારીઓનાં સસ્પેન્ડ કર્યા પછી રવિવારે 46 પોલીસકર્મીઓને હાજર કરાયા હતા. ઝેરી દારૂ પીવાને કારણે સહારનપુરમાં 52, મેરઠમાં 18 અને કુશીનગરમાં 10 લોકોનાં મોત થયા છે. આ ઉપરાંત ઉત્તરાખંડનાં રુડકી અને હરિદ્વારમાં 32 લોકોનાં મોત થયા છે
2. દોષી અધિકારીઓને સસ્પેન્ડ કરાયાં
રવિવારે લઠ્ઠાકાંડ પર યુપીનાં એક્સાઈઝ મંત્રી જયપ્રતાપ સિંહે કહ્યું કે, સહારનપુર અને કુશીનગરમાં બનેલી ઘટનાઓ પાછળ કારણ અલગ-અલગ છે. સહારનપુરમાં લોકો એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે ઉત્તરાખંડ ગયા હતા, જ્યાં તેમને ઝેરી દારૂનું સેવન કર્યુ હતુ. જ્યારે તેઓ પરત ફર્યા તો મૃત્યુઆંક વધી ગયો હતો. સિંહે જણાવ્યુ કે કુશીનગરમાં લઠ્ઠાનાં મુખ્ય આરોપી રજિંદર જેસવાલની ધરપકડ કરવામાં આવી છે. કુશીનગરનાં દોષી અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી