સંદિગ્ધ પ્રવૃતિ / J&K: ઉરીમાં આર્મી કેમ્પ પાસે શકમંદો જોવા મળ્યાં, ફાયરિંગ પછી સર્ચ ઓપરશેન શરૂ

ઉરી હુમલા બાદ એલર્ટ રહેતાં ભારતીય જવાનો (ફાઈલ)
ઉરી હુમલા બાદ એલર્ટ રહેતાં ભારતીય જવાનો (ફાઈલ)

  • જમ્મુ કાશ્મીરના ઉરી સ્થિત આર્મી કેમ્પ પાસે સંદિગ્ધ પ્રવૃતિઓ જોવા મળી 
  • લાઈન ઓફ કંટ્રોલની પાસે આવેલાં મોહરા કેંપમાં કેટલાંક સંદિગ્ધ જોવા મળ્યાં
  • આર્મીએ ઓપન ફાયરિંગ કર્યું બાદમાં સર્ચ ઓપરેશન શરૂ 

Divyabhaskar.com

Feb 11, 2019, 09:52 AM IST

શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના ઉરી સ્થિત આર્મી કેમ્પ પાસે સંદિગ્ધ પ્રવૃતિઓ જોવા મળી હતી. અહીં લાઈન ઓફ કંટ્રોલની પાસે આવેલાં મોહરા કેંપમાં કેટલાંક સંદિગ્ધ જોવા મળ્યાં હતા. પોલીસનું કહેવું છે કે સોમવારે સવારે આર્મી યુનિટે કેટલાંક સંદિગ્ધોને જોયાં, જે બાદ સુરક્ષાદળોએ ઓપન ફાયરિંગ કર્યું. સંદિગ્ધ પ્રવૃતિઓને જોતા વિસ્તારમાં ઘેરાબંધી કરી સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે.

પોલીસનું માનવામાં આવે તો બે લોકો જોવા મળ્યાં હતા. આ સવારે લગભગ 3 વાગ્યાની ઘટના છે. પોલીસનું કહેવું છે કે ફાયરિંગને કારણે કેટલાંક લોકોને ઈજા થઈ હોય શકે છે, પરંતુ હજુ સુધી કોઈ ડેડબોડી મળી નથી. પોલીસે હજુ સુધી કોઈ જ હુમલાની પુષ્ટિ કરી નથી.

સપ્ટેમ્બર, 2016માં થયો હતો હુમલો: આ પહેલાં ઉરી કેમ્પ પર મોટો આંતકી હુમલો થયો હતો, જે બાદથી સિક્યોરિટી ફોર્સની બાજ નજર રહેતી હોય છે અને કોઈપણ સંદિગ્ધ પ્રવૃતિઓને જોતાં જ સુરક્ષાદળના જવાનો એલર્ટ થઈ જાય છે. 18-19 સપ્ટેમ્બરે ઉરીના આર્મી કેમ્પમાં પાકિસ્તાનથી આવેલાં જૈશ-એ-મોહમ્મદના આતંકીઓએ હુમલો કર્યો હતો. દગાથી કરેલાં હુમલાને કારણે 19 જેટલાં જવાનો શહીદ થયા હતા. આ હુમલામાં આતંકીઓ પણ ઠાર થયા પરંતુ પાકિસ્તાનની પોલ ખુલી ગઈ હતી. જે બાદ ભારતે જવાનોની શહાદતનો બદલો લેતાં PoKમાં આવેલાં આતંકી કેમ્પ પર સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી.

X
ઉરી હુમલા બાદ એલર્ટ રહેતાં ભારતીય જવાનો (ફાઈલ)ઉરી હુમલા બાદ એલર્ટ રહેતાં ભારતીય જવાનો (ફાઈલ)
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી