ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» યુપીએસસીની એક્ઝામ ન આપી શકતા વિદ્યાર્થીએ કર્યું સુસાઈડ| UPSC aspirant suicide hanging himself

  આત્મહત્યા કરનાર વિદ્યાર્થીએ લખ્યું- સારા કામ માટે નિયમોમાં છૂટ હોવી જોઈએ

  divyabhaskar.com | Last Modified - Jun 06, 2018, 10:47 AM IST

  UPSCની એક્ઝામ માટે સેન્ટર પર મોડો પહોંચતા વિદ્યાર્થીને ન આપવા દીધી એક્ઝામ
  • આત્મહત્યા કરનાર વિદ્યાર્થીએ લખ્યું- સારા કામ માટે નિયમોમાં છૂટ હોવી જોઈએ
   આત્મહત્યા કરનાર વિદ્યાર્થીએ લખ્યું- સારા કામ માટે નિયમોમાં છૂટ હોવી જોઈએ

   નવી દિલ્હી: દિલ્હીમાં UPSCની એક્ઝામ ન આપી શકવાના કારણે એક વિદ્યાર્થીએ હતાશામાં આત્મહત્યા કરી લેવાની ઘટના સામે આવી છે. વિદ્યાર્થીએ એક્ઝામ લેનાર લોકોને એક સલાહ પણ આપી છે. હકીકતમાં વિદ્યાર્થી એક્ઝામ સેન્ટર પર સમયસર ન પહોંચી શકવાના કારણે તેને એક્ઝામ હોલમાં એન્ટ્રી આપવામાં આવી નહતી. પરિણામે હતાશ થયેલા વિદ્યાર્થીએ ઘરે આવીને ફાંસી ખાઈ લીધી હતી.

   કર્ણાટકમાં રહેતા 28 વર્ષનો વરુણ દિલ્હીના રાજેન્દ્ર નગરમાં રહીને કોમ્પીટીટીવ એક્ઝામની તૈયારી કરી રહ્યો હતો. રવિવારે UPSCની એક્ઝામ હતી. પરંતુ તે એક્ઝામ સેન્ટર મોડો પહોંચ્યો હતો. તેથી તેને એક્ઝામ હોલમાં પ્રવેશ આપવામાં આવ્યો નહતો.


   - એક્ઝામ ન આપી શકવાના કારણે વરુણે ઘરે પરત આવીને પંખા પર ફાંસીનો ફંદો લગાવીને તેનું જીવન ટૂંકાવી દીધું હતું. પોલીસને વરુણની લાશ પાસેથી એક સુસાઈડ નોટ પણ મળી છે. તેમાં લખ્યું છે કે, નિયમ સારી વાત છે. પરંતુ અમુક સારા કામ માટે તેમાં થોડી છૂટછાટ આપવી જોઈએ. પોલીસે સુસાઈડ નોટમાં પરિવારજનો માટે એવુ પણ લખ્યું છે કે, તેઓ શક્ય હોય એટલુ વહેલા તેને ભૂલી જાય.

   કેવી રીતે ખબર પડી વરુણના સુસાઈડની


   - પોલીસે જણાવ્યું કે, વરુણની સાથે તેની એક ફ્રેન્ડ પણ યુપીએસસીની તૈયારી કરતી હતી. એક્ઝામ ખતમ થયા પછી તેણે વરુણને ઘણાં ફોન કર્યો પરંતુ વરુણે એખ પણ ફોન ન ઉપાડતા તેને શંકા થઈ હતી.
   - પરિણામે તે ફ્રેન્ડ વરુણના ફ્લેટ પર આવી. ઘણી વખત દરવાજો ખખડાવ્યા પછી પણ જ્યારે તે ન ખૂલ્યો ત્યારે તેની ફ્રેન્ડે ફ્લેટની બારીમાંથી અંદર જોવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે તેણે જોયુ કે વરુણે પંખે લકટીને ફાંસી ખઈ લીધી છે.
   - તેણે તુરંત આ વિશે પોલીસ અને વરુણના પરિવારજનોને જાણ કરી હતી.

   કેમ એક્ઝામ સેન્ટર પર મોડો પહોંચ્યો હતો વરુણ?


   - હકીકતમાં વરુણને પહાડગંજની એક સરકારી સ્કૂલનું સેન્ટર આપવામાં આવ્યું હતું.
   - પરંતુ તે ભૂલમાંથી બીજા કોઈ સેન્ટર પર જતો રહ્યો હતો. જેથી તેને તેના સાચા સેન્ટર પર પહોંચવામાં મોડુ થઈ ગયું હતું.
   - સૂત્રોના જણાવ્યા પ્રમાણે સેન્ટર પર પહોંચવામાં વરુણ માત્ર 4 મિનિટ જ મોડો પહોંચ્યો હતો.
   - પોલીસે વરુણના મૃતદેહનો કબજો મેળવી લીધો છે અને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: યુપીએસસીની એક્ઝામ ન આપી શકતા વિદ્યાર્થીએ કર્યું સુસાઈડ| UPSC aspirant suicide hanging himself
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `