1

Divya Bhaskar

Home » National News » Desh » Student molested by teachers, He committed suicide in UP

ટીચર્સના શોષણથી કંટાળ્યો વિદ્યાર્થી, ટ્રેન નીચે કૂદીને આપી દીધો જીવ

Divyabhaskar.com | Last Modified - Mar 30, 2018, 10:20 AM IST

નોઈડામાં ટીચર્સથી પરેશાન થઈને ઈકિશા નામની વિદ્યાર્થીનીએ ફાંસી ખાઈને આત્મહત્યા કરી લીધી હતી

  • Student molested by teachers, He committed suicide in UP
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
    પ્રતિકાત્મક તસવીર

    ઈટાવા: ઉત્તર પ્રદેશમાં ટીચર્સના શોષણથી કંટાળીને વિદ્યાર્થી-વિદ્યાર્થીનીની આત્મહત્યા કરવાની ઘટના અટકી જ નથી રહી. પહેલાં નોઈડામાં ઇકિશા નામની વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી લીધી હતી અને હવે ઈટાવામાં પણ એક વિદ્યાર્થીએ ટ્રેન નીચે કુદીને આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. અહીં ફ્રેન્ડસ કોલોનીમાં રહેતા સાગર યાદવ નામના વિદ્યાર્થીએ ટ્રેન નીચે કુદીને આત્મહત્યા કરી લીધી છે. પરિવારજનોનો આરોપ છે કે, તેના ટીચર્સના શોષણથી પરેશાન થઈને સાગરે આત્મહત્યા કરી છે. ટીચર્સ સાગર પર ટ્યૂશન રખાવવાનું પ્રેશર કરતા હતા. નોઈડાની વિદ્યાર્થીની ઈકિશાના પરિવારજનોએ પણ સ્કૂલના ટીચર્સ પર વિદ્યાર્થીની સાથે શોષણનો આરોપ લગાવ્યો હતો.

    સાગર પર કરતા હતા ટ્યૂશન રાખવાનું પ્રેશર


    - ઈટાવામાં રહેતો સાગર નામનો વિદ્યાર્થી 11માં ધોરણમાં ભણતો હતો. પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે, સાગરે ટીચર્સના શોષણથી કંટાળીને આત્મહત્યા કરી લીધી છે. પરિવારજનોના જણાવ્યા પ્રમાણે સ્કૂલના ટીચર્સ સાગર પર ટ્યૂશન રખાવવા માટે પ્રેશર કરતા હતા. સાગરે ટીચર્સ પાસે 10થી 12 દિવસ ભણ્યો હતો પણ તેમની પદ્ધતિ સાગરને સમજાતી ન હોવાથી તેણે ટ્યૂશન છોડીદીધું હતું.

    નારાજ થઈને સાગરને કર્યો ફેલ


    પરિવારજનોનો આરોપ છે કે, ટ્યૂશન વચ્ચેથી જ છોડી દીધુ હોવાથી સાગરના ટીચર્સ તેનાથી નારાજ થઈ ગયા હતા અને તે કારણથી તેમણે સાગરને 5 વિષયમાં ફેલ કરી દીધો હતો. ત્યાર પછી સાગરે ફરી રૂ. 300 પ્રતિ વિષય રિ-ટેસ્ટ માટે પૈસા ભરીને એક્ઝામ હતી પરંતુ સ્કૂલના ટીચર્સે તેને ફરી ફેલ કરી દીધો હતો. આ જ કારણથી સાગરે ટ્રેન નીચે કુદીને આત્મહત્યા કરી લીધી હતી.

    ઈકિશાએ પણ કરી હતી આત્મહત્યા


    આવું પહેલી વખત નથી થયું કે, ટીચર્સ પર વિદ્યાર્થીના શોષણનો આરોપ લગાવવામાં આવ્યા હોય. થોડા દિવસ પહેલાં નોઈડામાં રહેતી ઈકિશા નામની વિદ્યાર્થીએ પણ આત્મહત્યા કરી લીધી હતી. આરોપ સ્કૂલના ટીચર્સ પર લગાવવામાં આવ્યા હતા. ઈકિશાના પિતા અને સંબંધીઓએ ન્યાય માગવા માટે માર્ચ રેલી પણ કરી હતી. બીજી બાજુ સીબીઆઈ તપાસની અરજી સુપ્રીમ કોર્ટે મંજૂર પણ કરી લીધી છે. જોકે હજુ આ કેસની સુનાવણીની તારીખ નક્કી કરવામાં આવી નથી.

    આગળની સ્લાઈડમાં જુઓ ઘટના સંબંધિત અન્ય તસવીરો

  • Student molested by teachers, He committed suicide in UP
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    સાગરના પરિવારજનોએ ટીચર્સપર લગાવ્યા આરોપ
  • Student molested by teachers, He committed suicide in UP
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    ઈકિશાના પિતા અને સંબંધીઓ માર્ચ રેલી કરીને પ્રદર્શન કર્યું
  • Student molested by teachers, He committed suicide in UP
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    ઈકિશાએ કરી લીધી હતી આત્મહત્યા
  • Student molested by teachers, He committed suicide in UP
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    ટીચર્સ પર શોષણનો આરોપ લગાવ્યો હતો ઈકિશા અને તેના પરિવારે
  • Student molested by teachers, He committed suicide in UP
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    9માં ધોરણમાં ભણતી હતી ઈકિશા
  • Student molested by teachers, He committed suicide in UP
    ઈકિશાના પિતા, કથક ડાન્સર હતી ઈકિશા
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending