ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» યુપીમાં બસ પલટી મારતાં એક ડઝનથી વધુનાં મોત | 17 dead more than 35 injured after a private bus hit a divider and overturned near Mainpuri

  UP: મૈનપુરીમાં પ્રાઈવેટ બસે પલટી મારી, 17નાં મોત- 35થી વધુ ઘાયલ

  Divyabhaskar.com | Last Modified - Jun 13, 2018, 11:51 AM IST

  બસ ડ્રાઈવર ભારે સ્પીડથી ગાડી ચલાવી રહ્યો હતો, ત્યારે બસ ડિવાઈડર સાથે અથડાઈ હતી અને પલટી મારી ગઈ હતી.
  • UP: મૈનપુરીમાં પ્રાઈવેટ બસે પલટી મારી, 17નાં મોત- 35થી વધુ ઘાયલ
   UP: મૈનપુરીમાં પ્રાઈવેટ બસે પલટી મારી, 17નાં મોત- 35થી વધુ ઘાયલ

   મૈનપુરી: ઉત્તરપ્રદેશના મૈનપુરી જિલ્લામાં એક મોટો રોડ અકસ્માત થયો છે. મૈનપુરીમાં તેજ સ્પીડથી બસે પલટી મારતાં 17 લોકોનાં મોત નિપજ્યાં છે, જ્યારે 35 લોકો ઘાયલ થયાં છે અને ત્રણ લોકોની સ્થિતિ ગંભીર છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ બસ ડ્રાઈવર ભારે સ્પીડથી ગાડી ચલાવી રહ્યો હતો, ત્યારે બસ ડિવાઈડર સાથે અથડાઈ હતી અને પલટી મારી ગઈ હતી. દૂર્ઘટનાની ભયાનકતા જોઈને આશંકા સેવવામાં આવી રહી છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

   મેનુપરી-ઈટાવા રોડ પર થઈ દૂર્ઘટના


   - પોલીસના જણાવ્યા મુજબ દૂર્ઘટના મૈનપુરી-ઈટાવા રોડ પર ઘટી છે. ઘાયલ થયેલાં યાત્રિકોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. જ્યારે કે ગંભીર રીતે ઘાયલ થયેલાં ત્રણ લોકોને સેફઈ મેડિકલ કોલેજમાં રેફર કરાયાં છે.

   બસ પહેલાં ફંગોળાઈ અને પછી ડિવાઈડર સાથે અથડાઈ


   - યાત્રિકોએ જણાવ્યાં મુજબ દૂર્ઘટના પહેલાં બસ થોડા સમય માટે ફંગોળાઈ હતી જે બાદ ડિવાઈડર સાથે અથડાઈ અને પલટી મારી ગઈ હતી.
   - યાત્રિકોનો દાવો છે કે બસના ડ્રાઈવરને ઊંઘ આવી ગઈ હશે જેના પરિણામે આ દૂર્ઘટના સર્જાઈ.


   મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો


   - યુપીના CM યોગી આદિત્યનાથે મૈનપુરી બસ દૂર્ઘટનામાં યાત્રિકોના મોત અંગે ભારે શોક વ્યક્ત કર્યો છે. તેઓએ દૂર્ઘટનામાં માર્યાં ગયેલાં લોકોના પરિવાર પ્રત્યે સંવેદન પણ વ્યક્ત કરી છે.
   - સાથે જ ઈજાગ્રસ્તોને યોગ્ય સારવાર મળી રહે તેવાં પણ નિર્દેશો આપ્યાં છે.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: યુપીમાં બસ પલટી મારતાં એક ડઝનથી વધુનાં મોત | 17 dead more than 35 injured after a private bus hit a divider and overturned near Mainpuri
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `