ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» ઉત્તરપ્રદેશમાં હવે તમામ મદરેસામાં NCERT પાઠ્યક્રમથી અભ્યાસ થશે | Yogi cabinet approves NCERT syllabus in Madrasa

  UP: 19 હજાર માન્ય મદરેસામાં ચાલશે NCERTનો પાઠ્યક્રમ, યોગી કેબિનેટની મંજૂરી

  Divyabhaskar.com | Last Modified - May 23, 2018, 01:52 PM IST

  ઉત્તરપ્રદેશમાં હવે તમામ 19 હજાર 143 માન્યતા પ્રાપ્ત મદરેસામાં NCERT પાઠ્યક્રમથી પણ અભ્યાસ થશે.
  • ઉત્તરપ્રદેશ સરકાર રાજ્યની 19 હજાર 143 માન્યતા પ્રાપ્ત મદરેસામાંથી 560ને અનુદાન આપે છે (ફાઈલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઉત્તરપ્રદેશ સરકાર રાજ્યની 19 હજાર 143 માન્યતા પ્રાપ્ત મદરેસામાંથી 560ને અનુદાન આપે છે (ફાઈલ)

   લખનઉઃ ઉત્તરપ્રદેશમાં હવે તમામ 19 હજાર 143 માન્યતા પ્રાપ્ત મદરેસામાં NCERT પાઠ્યક્રમથી પણ અભ્યાસ થશે. ઉર્દુ ઉપરાંત વિદ્યાર્થીઓ હિંદી અને અંગ્રેજી મીડિયમ પણ પસંદ કરી શકશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની આગેવાનીમાં થયેલી કેબિનેટ બેઠકમાં આ પ્રસ્તાવ મંગળવારે મંજૂર કરવામાં આવ્યો.

   560 મદરેસાને રાજ્ય સરકાર આપે છે અનુદાન

   - મદરેસા બોર્ડના રજીસ્ટાર આર. પી. સિંહનું કહેવું છે કે નિયમ રાજ્યના તમામ માન્યતા પ્રાપ્ત 19 હજાર 143 મદરેસાઓ પર લાગુ થશે. જેમાં લગભગ 10 લાખ બાળકો ભણે છે. રાજ્ય સરકાર માન્યતા પ્રાપ્ત 560 મદરેસાઓને અનુદાન આપે છે.
   - આ ઉપરાંત 836 ગેરમાન્યતા પ્રાપ્ત મદરેસાઓ પણ છે, જેને સરકાર દ્વારા કોઈ અનુદાન નથી આપવામાં આવતું.
   - પ્રદેશમાં 4536 મદરેસાઓને મદરેસા બોર્ડથી માન્યતા પ્રાપ્ત છે.

   કેબિનેટમાં કુલ 11 પ્રસ્તાવને મંજૂરી

   - રાજ્ય સરકારના પ્રવક્તા અને ઉર્જા મંત્રી શ્રીકાંત શર્માએ જણાવ્યું કે કેબિનેટમાં કુલ 11 પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી છે.
   - તેઓનું કહેવું છે કે અત્યારસુધી મદરેસાઓમાં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, કોમપ્યુટર અને સામાજિક વિજ્ઞાન જેવાં વિષયોને ભણાવવામાં આવતા ન હતા. પરંતુ સરકારે આ વિષયોને પણ પાઠ્યક્રમમાં સામેલ કરવાના નિર્દેશ આપ્યાં છે.
   - શર્માના જણાવ્યા મુજબ સરકારનો હેતુ મદરેસાના વિદ્યાર્થીઓનું શિક્ષણ સ્તર સુધારવું અને તેઓને મુખ્યધારામાં સામેલ કરવાનો છે.

   એટા અને મિર્ઝાપુરમાં બનશે મેડિકલ કોલેજ

   - શર્માએ જણાવ્યું કે કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત રાજ્યમાં 8 મેડિકલ કોલેજ સ્થાપિત કરવામાં આવશે. રાજ્ય સરકારે જેમાંથી બે કોલેજ એટા અને મિર્ઝાપુરમાં બનાવવાનો નિર્ણય કર્યો છે. જે માટે મંગળવારે જમીન ઉપલબ્ધ કરાવવાના પ્રસ્તાવને કેબિનેટની મંજૂરી મળી ગઈ છે.

   હરિદ્વારમાં પર્યટન વિભાગ બનાવશે 100 રૂમની હોટલ

   - શર્માએ જણાવ્યું કે ઉત્તરપ્રદેશ પર્યટન વિભાગ દ્વારા હરિદ્વારમાં 100 રૂમની એક હોટલ બનાવવાનો ફેંસલો કર્યો છે. કેબિનેટમાં તેનાથી જોડાયેલાં પ્રસ્તાવને પણ મંજૂરી આપી દેવામાં આવી છે.
   - આ ઉપરાંત અયોધ્યામાં 220 કિલોવોટના એક ટ્રાંસમિશન વિદ્યુત ઉપકેન્દ્ર બનાવવાને પણ મંજૂરી આપવામાં આવી છે.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • ઉત્તરપ્રદેશ સરકાર મદરેસામાં ભણતા બાળકોને મુખ્યધારામાં લાવવા માગે છે (ફાઈલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઉત્તરપ્રદેશ સરકાર મદરેસામાં ભણતા બાળકોને મુખ્યધારામાં લાવવા માગે છે (ફાઈલ)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ઉત્તરપ્રદેશમાં હવે તમામ મદરેસામાં NCERT પાઠ્યક્રમથી અભ્યાસ થશે | Yogi cabinet approves NCERT syllabus in Madrasa
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `