રાજનીતિ / અખિલેશને પ્રયાગરાજ જતાં રોકવામાં આવ્યાં, મમતાએ કહ્યું- દેશમાં રુકાવટ માટે ખેદ છે જેવી સ્થિતિ

up ex cm akhilesh yadav stopped on airport while leaving for prayagraj
X
up ex cm akhilesh yadav stopped on airport while leaving for prayagraj

  • પ્રાઇવેટ પ્લેનથી અખિલેશ પ્રયાગરાજ જઇ રહ્યા હતા, અમૌસી એરપાર્ટ પર તેમની અટકાયત કરાઇ
  • યોગીએ કહ્યું, અખિલેશને રોકવાનો નિર્ણય યુનિવર્સિટીના આગ્રહથી લેવામા આવ્યો

Divyabhaskar

Feb 12, 2019, 06:16 PM IST

લખનઉ: સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવને મંગળવાર સવારે અમૌસી એરપોર્ટ પર પ્રયાગરાજ જતા અટકાવામાં આવ્યા હતા. અખિલેશ યાદવ એક ખાનગી વિમાન વડે એક છાત્ર નેતાના શપથ ગ્રહણ કાર્યક્રમમા ભાગ લેવા અલ્હાબાદ યુનિવર્સિટી જવાના હતા. ત્યારબાદ અખિલેશનો કુંભમેળામાં પણ જવાનો કાર્યક્રમ હતો. સરકારે અખિલેશને એરપોર્ટ પર જ અટકાયત કરતા આ મામલે સંસદ, યુપી વિધાનસભા, અને વિધાનપરિષદમાં મોટા પાયે હોબાળો મચ્યો હતો. મોદી વિરોધી ગઠબંધનના નેતાઓ માયાવતી અને બંગાળના સીએમ મમતા બેનર્જીએ આ ઘટનાની નિંદા કરતા રાજ્ય સરકાર અને મોદીની ટીકા કરી હતી. આ દરમિયાન રાજ્ય સરકારે સ્પષ્ટતા કરતા કહ્યું કે અખિલેશ યાદવને રોકવાનો નિર્ણય અલ્હાબાદ યુનિવર્સિટીના આગ્રહના લીધે કરવામાં આવ્યો હતો.

1. અખિલેશે ટિ્વટ કરીને આપી માહિતી

અમૌસી એરપાર્ટ પર પહોંચેલા અખિલેશ ખાનગી વિમાનમાં પ્રવાસ કરે તે પહેલા જ તેમની સ્થાનિક પોલીસે અટકાયત કરી હતી. આ મુદ્દે અખિલેશે ટિ્વટ કરીને માહિતી આપી. અખિલેશે કહ્યું કે એક છાત્ર નેતાના શપથ ગ્રહણ કાર્યક્રમમાં ભાગ લેતો મને રોકવામા આવ્યો છે. યોગી સરકાર એટલી ડરી ગઇ છે કે મને એરપોર્ટ પર જ રોકી દેવામાં આવ્યો હતો.

 

2. અખિલેશે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો

કોઇ પણ પ્રકારના લેખિત આદેશ વિના જ મને એરપોર્ટ પર અટકાવી દેવામાં આવ્યો હતો. જ્યારે આનું કારણ પુછતા અધિકારીઓ પણ જવાબ આપી ન શક્યા.

 

3. સોશિયલ મિડીયા પર મમતા બેનર્જી અને માયાવતીએ પ્રતિક્રીયા આપી

પંશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી અને માયાવતીએ પણ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષના સાથે થયેલા વ્યવહાર અંગે પ્રતિક્રીયા આપી હતી. મોદી વિરોધી ગઠબંધનના નેતાઓ - માયાવતી અને બંગાળના સીએમ મમતા બેનર્જીએ ટિ્વટ કરતા આ ઘટનાની નિંદા કરી તેમજ રાજ્ય સરકારના વલણની ટીકા કરી હતી. 

 

4. અલ્હાબાદ યુનિવર્સિટીના આગ્રહના લીધે નિર્ણય લેવાયો- યોગી આદિત્યનાથ

યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ મામલે જણાવ્યું કે, 'વર્તમાન સમયમાં પ્રયાગરાજમાં કુંભમેળો ચાલી રહ્યો છે. હાલ સુધી અનેક કાર્યક્રમો સફળતાપુર્વક સંપન્ન થયા છે. અલ્હાબાદ યુનિવર્સટીએ આગ્રહ કર્યો હતો કે અખિલેશ યાદવ પ્રયાગરાજ પહોંચશે તો છાત્ર સંગઠનો વચ્ચે હિંસા ભડકી ઉઠશે. કુંભમેળામાં કાનૂન વ્યવસ્થામાં કોઇ ગડબડ ના થાય તે આધારે અખિલેશને અલ્હાબાદ યુનિવર્સિટીના કાર્યક્રમમાં જતા અટકાવામાં આવ્યા હતા. સમાજવાદી પાર્ટીને કોઇ અરાજકતાવાદી હરકતો કરતા રોકવા માટે આ નિર્ણય લેવાયો હતો.

ઉલ્લેખનીય છે કે અલાહાબાદ યુનિવર્સિટીના રજીસ્ટારે સોમવારે અખિલેશ યાદવના અંગત સચિવને પત્ર વખીને જણાવ્યું હતુ કે વિશ્વવિદ્યાલયના કાર્યક્રમમાં કોઇપણ રાજનેતાને ભાગ લેવાની અનુમતિ નથી.
 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી