ભાજપની રામાયણ પર મહાભારત: UP અને ગુજરાતની ભુલેથી વિવાદ

યુપીના નાયબ સીએમએ આપ્યું જ્ઞાનસીતા ટેસ્ટ ટ્યુબથી જન્મેલાં, ગુજરાતના વિદ્યાર્થીઓને નવું જ્ઞાન સીતાનુ અપહરણ રામે કરેલુ

Agency. Lucknow | Updated - Jun 02, 2018, 12:12 AM
આ છે ભગવા સરકારનું જ્ઞાન- ફાઈલ
આ છે ભગવા સરકારનું જ્ઞાન- ફાઈલ

લખનઉ: લાગે છે ભાજપ અત્યારે દેશને નવી રામાયણ ભણાવવા માગે છે. ત્રિપુરાના સીએમ બાદ હવે ઉ.પ્ર.ના નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્માએ વિચિત્ર નિવેદન કરતાં કહ્યું કે સીતાજી ટેસ્ટટ્યૂબ બેબીથી પેદા થયાં હતાં. માતા સીતાનો જન્મ એક માટીનાં વાસણ એટલે કે ઘડાથી થયો હતો, એટલે રામાયણના સમયમાં ટેસ્ટટ્યૂબ બેબીની ટેક્નિક અસ્તિત્વમાં હશે. શર્મા મથુરામાં હિન્દી પત્રકારત્વ દિવસના એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. આ શ્રેણીમાં તેમણે સંજય અને ધૃતરાષ્ટ્રનું પણ ઉદાહરણ આપ્યું અને જણાવ્યું કે તે સમયે પણ લાઈવ ટેલિકાસ્ટ થતું હતું. હસ્તિનાપુરથી જ બેઠા-બેઠા સંજય કુરુક્ષેત્રમાં થઈ રહેલા મહાભારતના યુદ્ધની માહિતી ધૃતરાષ્ટ્રને આપતા હતા.

ઉત્તર પ્રદેશના નેતાના નિવેદન અને ગુજરાતમાં પાઠ્યપુસ્તકની ભૂલે વિવાદ સર્જ્યો


મોદીએ પણ આ કહ્યું હતું| ઓક્ટોબર 2014માં મુંબઈમાં મેડિકલ પ્રોફેશનલ્સને સંબોધન કરતા મોદીએ કહ્યું હતું કે ગણેશજીનું માથું હાથીનું હોવું એ સંસારની પહેલી પ્લાસ્ટિક સર્જરી હતી. આ ટેક્નોલોજી ઈન્ડિયામાં પૌરાણિક કાળથી હતી. એટલું જ નહીં, તે સભામાં મોદીએ મહાભારતકાળના કર્ણના જન્મની સરખામણી વર્તમાન સમયની સ્ટેમ સેલ ટેક્નોલોજી સાથે કરી હતી. તેમનું કહેવું હતું કે કર્ણે માતા કુંતીની કુખથી જન્મ નહોતો લીધો. જે રીતે તેમનો જન્મ થયો હતો તે સ્ટેમ સેલ ટેક્નિક જેવો જ હતો.

આગળ વાંચો: આ છે ભગવા સરકારનું જ્ઞાન

યુપીના નાયબ સીએમએ આપ્યું જ્ઞાન સીતા ટેસ્ટ ટ્યુબથી જન્મેલાં- ફાઈલ
યુપીના નાયબ સીએમએ આપ્યું જ્ઞાન સીતા ટેસ્ટ ટ્યુબથી જન્મેલાં- ફાઈલ

આ છે ભગવા સરકારનું જ્ઞાન

 

નારદ પહેલા પત્રકાર: દિનેશ શર્માએ નારદને પહેલા પત્રકાર પણ ગણાવ્યા. તેમણે કહ્યું કે પત્રકારત્વની શરૂઆત આધુનિકકાળમાં જ નહોતી થઈ. એ તો મહાભારતકાળથી ચાલી આવી છે. નારદ તે સમયે પત્રકાર હતા, જે અહીંની વાતો ત્યાં પહોંચાડતા હતા.

 

પરમાણુ બોમ્બ બ્રહ્માસ્ત્ર હતું: મહાભારતકાળ પર ‘જ્ઞાન’ આપતા તેમણે દાવો કર્યો કે ગુરુત્વાકર્ષણ શક્તિ, પ્લાસ્ટિક સર્જરી અને પરમાણુની શોધ પણ બીજે ક્યાંય નહીં, પરંતુ ભારતમાં થઈ હતી. અત્યારનો એટમ બોમ્બ તે સમયનું બ્રહ્માસ્ત્ર હતો. આ પ્રકારે ગણેશજીના માથાની જગ્યાએ હાથીનું માથું લગાવવું હેડ ટ્રાન્સપ્લાન્ટ હતું.

X
આ છે ભગવા સરકારનું જ્ઞાન- ફાઈલઆ છે ભગવા સરકારનું જ્ઞાન- ફાઈલ
યુપીના નાયબ સીએમએ આપ્યું જ્ઞાન સીતા ટેસ્ટ ટ્યુબથી જન્મેલાં- ફાઈલયુપીના નાયબ સીએમએ આપ્યું જ્ઞાન સીતા ટેસ્ટ ટ્યુબથી જન્મેલાં- ફાઈલ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App