પાક.માં ભારતીય એમ્બેસેડર ઓફિસરનો રસોઈયો અરેસ્ટ, ISI સાથે હતા સંપર્ક

યુપી એટીએસ પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ 20મેના રોજ ફરિયાદ નોંધવામાં આવી છે

divyabhaskar.com | Updated - May 24, 2018, 10:59 AM
પાક. એમ્બેસેડર ઓફિસરનો રસોઈયો અરેસ્ટ| Up Ats Arrested Isi Agent From Uttarakhand

લખનઉ: પાકિસ્તાની ખાનગી એજન્સી ISIને ખાનગી માહિતી આપવાના આરોપમાં પોલીસે બુધવારે મોડી સાંજે ઉત્તરાખંડના પિથૌરાગઢના ડીડીહોટ વિસ્તારમાંથી એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. તેની ઓળખ રમેશ સિંહ કન્યાલ નામથી થઈ છે. તેની ધરપકડ ઉત્તરપ્રદેશના એટીએસ અને ઉત્તરાખંડ પોલીસના જોઈન્ટ ઓપરેશન દ્વારા કરવામાં આવી છે. તેના પર આરોપ છે કે, તે પાકિસ્તાનમાં બ્રિગેડિયરના ઘરે કામ કરતી વખતે તેમના વિશેની દરેક માહિતી લીક કરતો હતો. યુપી એટીએસ પોલીસ સ્ટેશનમાં તેની સામે 20 મેના રોજ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

કોણ છે આરોપી રમેશ કન્યાલ?


- યુપી એટીએસના આઈજી અસીમ અરુણે જણાવ્યું કે, રમેશ સિંહ કન્યાલનો ભાઈ આર્મીમાં તહેનાત છે. તેની જ ભલામણથી રમેશને એક બ્રિગેડિયરવા ઘરે રસોઈ બનાવવાનું કામ મળ્યું હતું. થોડા સમય પછી આ બ્રિગેડિયરની ટ્રાન્સફર પાકિસ્તાનમાં ભારતીય એમ્બેસેડરમાં કરવામાં આવી હતી.
- રમેશ જમવાનું ખૂબ સારુ બનાવતો હતો. તેથી બ્રિગેડિયર રમેશને પોતાની સાથે પાકિસ્તાન લઈ ગયા. અહીં તે પાકિસ્તાની ખાનગી એજન્સીના સંપર્કમાં આવ્યો હતો.

શું છે આરોપ?


રમેશ પર આરોપ છે કે, તે બ્રિગેડિયર વિશે તે ખાનગી માહિતી આઈએસઆઈને આપતો હતો. તે સિવાય ગયા વર્ષે ભારત અને નેપાળ વચ્ચે 12માં સંયુક્ત સૈન્ય અભ્યાસની માહિતી પણ તેણે ISI સાથે શેર કરી હતી.

X
પાક. એમ્બેસેડર ઓફિસરનો રસોઈયો અરેસ્ટ| Up Ats Arrested Isi Agent From Uttarakhand
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App