ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» ઉન્નાવ કેસ પીડિતા મેડિકલ ટેસ્ટ માટે લખનઉ રવાના| victims family, leaving for Lucknow for medical test

  ઉન્નાવ કેસ: મેડિકલ ટેસ્ટ માટે પીડિતા પહોંચી લખનઉ, આરોપીને કોર્ટમાં હાજર કરાશે

  divyabhaskar.com | Last Modified - Apr 14, 2018, 11:26 AM IST

  સીબીઆઈ આજે આરોપીને કોર્ટમાં રજૂ કરશે, રિમાન્ડની માગણી કરે તેવી શક્યતા
  • શનિવારે સવારે 3.00 વાગે આરોપી ધારાસભ્ય કુલદીપ સેંગરનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યો
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   શનિવારે સવારે 3.00 વાગે આરોપી ધારાસભ્ય કુલદીપ સેંગરનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યો

   લખનઉ: રેપ અને હત્યાના આરોપમાં પકડાયેલા ઉત્તર પ્રદેશના બીજેપી ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને આજે સીબીઆઈ દ્વારા કોર્ટની સામે રજૂ કરવામાં આવશે. સીબીઆઈ કોર્ટ પાસે સેંગરના રિમાન્ડ માંગે તેવી શક્યતા છે, જેથી તેઓ આ કેસમાં વધુ પૂછપરછ કરી શકે. તે સિવાય પીડિતાના પિતા સાથેની મારપીટના આરોપમાં પણ કુલદીપ સેંગર અને ભાઈ અતુલ સેંગર સહિચ અન્ય આરોપીઓના રિમાન્ડ પણ સીબીઆઈ માગી શકે છે.

   સવારે 3 વાગે કરાવ્યો કુલદીપ સિંગરનો મેડિકલ ટેસ્ટ

   મીડિયાની નજરથી બચાવીને શનિવારે સવારે 3.00 વાગે આરોપી ધારાસભ્ય કુલદીપ સેંગરનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યો છે. કુલદીપ સેંગરનો મેડિકલ ટેસ્ટ લોહિયા હોસ્પિટલમાં કરાવવામાં આવ્યો છે. હોસ્પિટલમાં 3 ડોક્ટર્સની ટીમે કુલદીપ સેંગરનો મેડિકલ ટેસ્ટ કર્યો છે. મેડિકલ કરાવીને કુલદીપ સેંગરને સીબીઆઈ પાછી મુખ્ય કાર્યાલય લઈ આવી હતી.

   મેડિકલ માટે પીડિતા પરિવાર સહિત લખનઉ રવાના

   આ દરમિયાન મેડિકલ ચેકઅપ માટે પીડિતા પરિવાર સાથે લખનઉ રવાના થઈ ગઈ છે. પીડિતા તેની બહેન અને કાકા સાથે લખનઉ જઈ રહી છે. લખનઉ રવાના થતા પહેલાં પીડિતાના કાકાએ કહ્યું હતું કે, તેઓ આરોપી ધારાસભ્યની ધરપકડથી ખુશ છે. પીડિતાના કાકાએ આરોપ લગાવ્યો કે, સમગ્ર ઉન્નાવ પ્રશાસન આરોપી ધારાસભ્યને બચાવવાની મહેનત કરી રહ્યા છે. તેમણે પીડિત પરિવારની મદદ ન કરવા માટે પોલીસ અને ડોક્ટર્સ સામે પણ કાર્યવાહી કરવાની માગણી કરી છે.

   પીડિતાની સામે ધારાસભ્યની થઈ શકે છે પૂછપરછ

   ગઈ કાલે સાંજે ઔપચારિક રીતે ધારાસભ્યની ધરપકડ કરાયા પછી આજે કોઈ પણ સમયે તેનો કોર્ટમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. સીબીઆઈ કોર્ટ પાસે કસ્ટડીની માગ કરી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સીબીઆઈ આજે ધારાસભ્ય કુલદીપ સિંહ અને પીડિતાને સામ સામે બેસાડીને આ કેસમાં પૂછપરછ કરી શકે છે.

   શુક્રવારે વહેલી સવારે 4.30 વાગે કરાઈ આરોપીની અટકાયત

   - સીબીઆઈએ તપાસ શરૂ કર્યાના 24 કલાકની અંદર શુક્રવારે સવારે 4.30 વાગે સેંગરની લખનઉ કેના ઘરેથી તેની અટકાયત કરી હતી. ત્યારપછી સમગ્ર દિવસ દરમિયાન કુલદીપ સેંગરની પૂછપરછ પછી મોડી સાંજે તેની ઔપચારિક રીતે ધરપકડ કરવામાં આવી હતી.

   સીબીઆઈની લખનઉ ઓફિસમાં બીજેપી એમએલએ કુલદીપ સેંગર સાથે પૂછપરછ કરવામાં આવી હતી. સીબીઆઈ તરફથી આ મામલે ત્રણ કેસ નોંધવામાં આવ્યા છે. કુલદીપ સેંગર પર સગીરા સાથે રેપ, પીડતાના પિતાની હત્યાનો કેસ અને ત્રીજો કેસ ધારાસભ્ય સેંગરના પરિવાર તરફથી તે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે તે.

   કઈ કઈ કલમ હેઠળ FIR દાખલ કરવામાં આવી

   - કુલદીપ સિંહ સેંગર વિરૂદ્ધ કલમ 363, 366, 376, 506 અને પોસ્કો એક્ટ અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે.

   કોઈ પણ આરોપીને છોડવામાં નહીં આવે- CM

   - યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, "આ મામલે સરકારની ઝીરો ટોલરન્સની નીતિ છે. અમે તાત્કાલિક SITની રચના કરીને કાર્યવાહી શરૂ કરી છે. આ મામલે CBI તપાસની પણ ભલામણ કરી છે. ગુના અને ભ્રષ્ટાચારમાં સામેલ કોઈપણ શખ્સને છોડવામાં નહીં આવે."

   શું છે સમગ્ર મામલો?

   - મામલો ગત 4 જૂનનો છે, 17 વર્ષની એક કિશોરીની માતાએ ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર સહિત કેટલાંક લોકો વિરૂદ્ધ રેપની ફરિયાદ કરી હતી.
   - 3 એપ્રિલે ધારાસભ્યના ભાઈ અતુલે કેસ પાછો ખેંચવા માટે દબાણ કર્યું હતું.
   - 8 એપ્રિલે પીડિતાના પરિવાર સહિત મુખ્યમંત્રીના નિવાસસ્થાનની બહારે આત્મદાહનો પ્રયાસ કર્યો, પરંતુ પોલીસે તેને રોકી દીધા હતા.
   - 9 એપ્રિલે પીડિતાના પિતાનું ઉન્નાવ જેલમાં મોત નિપજ્યું. મહિલાએ ઉન્નાવમાં પરિવાર વિરૂદ્ધ અનેક ખોટાં કેસ દાખલ કરાવ્યાં હોવાના પણ આરોપ લગાવ્યાં હતા.
   - મામલામાં માખી પોલીસ સ્ટેશનના SO સહિત 6 કોન્સ્ટેબલ પહેલાં જ સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ઉન્નાવ કેસ પીડિતા મેડિકલ ટેસ્ટ માટે લખનઉ રવાના| victims family, leaving for Lucknow for medical test
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top