ઉન્નાવ ગેંગ રેપ: પીડિતાને લઈને ગામ પહોંચી SIT, HCએ માંગ્યો રિપોર્ટ

પીડિતા અને પરિવારની કોઈ ગુપ્ત જગ્યાએ લઈ જઈને પૂછપરછ કરવામાં આવી

divyabhaskar.com | Updated - Apr 11, 2018, 11:52 AM
SITએ પીડિતાના ગામ જઈને શરૂ કરી તપાસ
SITએ પીડિતાના ગામ જઈને શરૂ કરી તપાસ

ઉન્નાવ ગેંગરેપ કેસમાં આરોપી બીજેપી ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે. આ કેસની તપાસમાં એક એસઆઈટીની ટીમ બનાવવામાં આવી છે અને એડીજી લખનઉ ઝોન પીડિતાના ગામ પહોંચ્યા હતા.

ઉન્નાવ: ઉન્નાવ ગેંગરેપ કેસમાં આરોપી બીજેપી ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે. આ કેસની તપાસમાં એક એસઆઈટીની ટીમ બનાવવામાં આવી છે અને એડીજી લખનઉ ઝોન પીડિતાના ગામ પહોંચ્યા હતા. પીડિતા અને પરિવારની કોઈ ગુપ્ત જગ્યાએ લઈ જઈને પૂછપરછ કરવામાં આવી હતી. આરોપી ધારાસભ્ય સાથે પણ પૂછપરછ થાય તેવી શક્યતા છે.

ઉન્નાવ કેસની અપડેટ્સ


- ઉન્નાવ ગેંગરેપ કેસની અલાહાબાદ હાઈકોર્ટે પર્સનલી નોંધ લીધી છે. ગુરુવારે ચીફ જસ્ટિસ આ વિશે સુનાવણી કરસે. યુપી સરકારને આખો રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
- તપાસ માટે એસઆઈટીની ટીમ પીડિતાના ગામ પહોંચી હતી. તેમની પૂછપરછ ગુપ્ત સ્થાને કરવામાં આવી હતી.

કુલદીપ સેંગરની પત્ની મળી ડિજીપીને


- બુધવારે સવારે બીજેપી ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરની પત્ની સંગીતા સેંગર યુપીના ડિજીપી ઓપી સિંહને મળવા પહોંચી હતી. તેમને મળ્યા પછી તેણે કહ્યું હતું કે, તે પોતાના પતિ માટે ન્યાય માગવા અહીં આવી છે. તેના પતિ નિર્દોષ છે. તેમને રેપ કેસમાં જાણી જોઈને ફસાવવામાં આવ્યા છે. પીડિતા અને આરોપીનો નાર્કો ટેસ્ટ થવો જોઈએ.

પીડિતાએ સીએમ પાસે માગ્યો ન્યાય


- પીડિતાએ ફરી એક વાર સીએમ યોગી આદિત્યનાથ પાસે ન્યાય માગણી કરી છે. તેણે કહ્યું છે કે, જિલ્લા અધિકારીઓએ તેને અને તેના પરિવારને એક હોટલમાં રાખ્યો છે. ત્યાં તેમને પાણી પણ આપવામાં નથી આવતું. તેના જીવનને નર્ક બનાવનાર બીજેપી ધારાસભ્યની ઝડપથી ધરપકડ થવી જોઈએ. દોષિતોને ફાંસીની સજા મળવી જોઈએ.

આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીરો

કુલદીપ સિંહ સેંગરની પત્ની સંગીતા સેંગરે પતિને ગણાવ્યો નિર્દોષ
કુલદીપ સિંહ સેંગરની પત્ની સંગીતા સેંગરે પતિને ગણાવ્યો નિર્દોષ
એસઆઈટીની ટીમ કરી રહી છે તપાસ
એસઆઈટીની ટીમ કરી રહી છે તપાસ
X
SITએ પીડિતાના ગામ જઈને શરૂ કરી તપાસSITએ પીડિતાના ગામ જઈને શરૂ કરી તપાસ
કુલદીપ સિંહ સેંગરની પત્ની સંગીતા સેંગરે પતિને ગણાવ્યો નિર્દોષકુલદીપ સિંહ સેંગરની પત્ની સંગીતા સેંગરે પતિને ગણાવ્યો નિર્દોષ
એસઆઈટીની ટીમ કરી રહી છે તપાસએસઆઈટીની ટીમ કરી રહી છે તપાસ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App