ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» ઉન્નાવ રેપ કેસમાં સેંગર વિરુદ્ધ મળ્યા પુરાવા| CBI found evidence against BJP MLA Kuldeep sengar

  ઉન્નાવ રેપ કેસ: સેંગર વિરુદ્ધ મળ્યા પુરાવા, સામે આવી પોલીસની બેદરકારી

  divyabhaskar.com | Last Modified - May 11, 2018, 09:59 AM IST

  ફોરેન્સિક તપાસના રિપોર્ટમાં અને ઘટનાક્રમને રિકંસ્ટ્રક્ટ કર્યા પછી CBIનું માનવું છે કે, આરોપો સાચા છે
  • આરોપી બીજેપી ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   આરોપી બીજેપી ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર

   ઉન્નાવ: ઉન્નાવ ગેંગરેપ કેસમાં તપાસ કરી રહેલી સીબીઆઈને આરોપી બીજેપી ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર સામે મહત્વના પુરાવા મળી આવ્યા છે. સીબીઆઈનું કહેવું છે કે, તેમને આવા ઘણાં પુરાવા મળ્યા છે જેનાથી સાબીત થાય છે કે, સેંગર આ રેપ કેસમાં સંકળાયેલા હતા. આ સિવાય શરૂઆતમાં પોલીસ દ્વારા આ કેસમાં બેદરકારી રાખવામાં આવી હોવાના પણ પુરાવા મળ્યા છે.

   સીબીઆઈનું કહેવું છે કે, ફોરેન્સિક તપાસના રિપોર્ટમાં અને ઘટનાક્રમને રિકંસ્ટ્રક્ટ કર્યા પછી તેઓ તે નિર્ણય પર પહોંચ્યા છે કે, પીડિતા દ્વારા લગાવવામાં આવેલો ગેંગરેપનો આરોપ સાચો છે. સીબીઆઈએ અત્યાર સુધી આ મામલે આરોપી ધારાસભ્ય સેંગર, પીડિતાના પિતાની મારી મારીને હત્યા કરનાર આરોપી ધારાસભ્યના ભાઈ અતુલ સેંગર , કુલદીપ સેંગરને મદદ કરનારી મહિલા શશિ સિંહ ઢેરોની પૂછપરછ કરી છે.

   આ સિવાય સીબીઆઈએ સમગ્ર ઘટનાક્રમને રિકંસ્ટ્રક્ટ કર્યો છે. પીડિતાએ 164 અંતર્ગત નોંધાવેલા નિવેદનમાં ઘટના વિશે જે માહિતી આપી છે તે સીબીઆઈ દ્વારા કરવામાં આવલા ઘટનાક્રમના રિકંસ્ટ્રક્શનમાં સાચી જોવા મળી છે.

   પોલીસની બેદરકારીના મળ્યા પુરાવા

   - સીબીઆઈને આ કેસમાં સ્થાનિક પોલીસની બેદરકારી જોવા મળી છે. સીબીઆઈનીઅત્યાર સુધીની તપાસમાં જોવા મળ્યું છે કે, પહેલીવાર નોંધાવામાં આવેલી ફરિયાદમાં પોલીસે આરોપી ધારાસભ્યનું નામ જ સામેલ નહતું કર્યું. નોંધનીય છે કે, સીબીઆઈ પાસે હાલ તપાસ માટે જે કેસ આવ્યો છે તેમાં આરોપી ધારાસભ્ય સામે ચોથી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આટલું જ નહીં, આ કેસને પાછળ ઠેલવા માટે અને આરોપી ધારાસભ્યને બચાવવા માટે પોલીસે પીડિતાનો મેડિકલ ટેસ્ટ કરાવવામાં પણ ઘણી વાર કરી હતી.

   ઉન્નાવથી સીતાપુર જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા સેંગર

   મંગળવારે આરોપી ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને ઉન્નાવથી સીતાપુર જેલ શિફ્ટ કરવામાં આવ્યા છે. અલાહાબાદ હાઈકોર્ટના આદેશથી સેંગરને સીતાપુર જેલ શિફ્ટ કરવામાં આવ્યા છે. પીડિતાએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી કે બીજેપી ધારાસભ્ય કુલદીપ સિંહ સેગરથી તેને અને તેના પરિવારને જોખમ છે. તે ઉન્નાવમાં રહીને કેસને પ્રભાવિત કરી શકે છે. આમ આ સંજોગમાં તેને ઉન્નાવ જેલથી યુપીની બહાર શિફ્ટ કરવો જોઈએ. આરોપ છે કે, અમુક જેલ અધિકારી પણ કુલદીપ સિંહ સેંગરના સંબંધીઓ છે.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીરો

  • ઉન્નાવ રેપ કેસ પીડિતા
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઉન્નાવ રેપ કેસ પીડિતા

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ઉન્નાવ રેપ કેસમાં સેંગર વિરુદ્ધ મળ્યા પુરાવા| CBI found evidence against BJP MLA Kuldeep sengar
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top