Home » National News » Desh » ભાઈની સાળી સાથે લગ્ન ન થતા બોર્ડર પર આવી ગયો પાકિસ્તાની| Unique Story Of A Pakistani

ભાઈની સાળી સાથે ન થયા લગ્ન તો મરવા માટે બોર્ડર પર આવી ગયો પાકિસ્તાની

Divyabhaskar.com | Updated - May 30, 2018, 02:22 PM

તે વ્યક્તિ પાસેથી પાકિસ્તાની વોટર કાર્ડ અને રૂ. 1200ની પાકિસ્તાની કરન્સી મળી આવી છે

  • ભાઈની સાળી સાથે લગ્ન ન થતા બોર્ડર પર આવી ગયો પાકિસ્તાની| Unique Story Of A Pakistani

    ફિરોઝપુર: એક પાકિસ્તાની યુવક તેના મોટા ભાઈની સાળીના પ્રેમમાં એટલો આંધળો થઈ ગયો હતો કે તેના લગ્ન ન થયા તેથી તે માણસે મોતને ગળે લગાવવા માટે સીમા પાર કરીને ભારતમાં ઘુસી આવ્યો હતો. બીએસએફએ તેને પકડી લીધો હતો. તે માણસ પાસેથી પાકિસ્તાની વોટર કાર્ડ અને રૂ. 1200ની પાક કરન્સી મળી આવી છે.

    - મમદોડ પોલીસ સ્ટેશનના અધિકારી રશપાલ સિંહે જણાવ્યું છે કે, યુવકની ઓળખ મોહમ્મદ આસિફ તરીકે થઈ છે જે વાસી જલ્લોના કસૂર જિલ્લામાં રહેતો હતો.
    - તેણે જણાવ્યું કે, તે તેના મોટા ભાઈની સાળીને પસંદ કરતો હતો. પરંતુ તેનો અને છોકરીનો પરિવાર આ લગ્ન માટે રાજી નહતા અને તેથી તેમણે છોકરીના લગ્ન બીજે ક્યાંક કરાવી દીધા હતા.
    - આ કારણથી તેને ખૂબ આઘાત લાગ્યો હતો અને તે બીમાર થઈ ગયો હતો. તેનો ઈલાજ પાકિસ્કાનની નજરલ હોસ્પિટલમાં થઈ રહ્યો હતો.
    - યુવકના જણાવ્યા પ્રમાણે, હવે તે મરવા માગતો હતો અને તેથી જ તેણે ભારત સીમામાં ઘુસણખોરી કરવાનો વિચાર કર્યો હતો.
    - તેને એવુ હતું કે, પાકિસ્તાન તરફથી આવનાર દરેકને બીએસએફના જવાન ઘુસણખોર સમજીને ગોળી મારી દે છે. પરંતુ તે બચી ગયો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending