આ અનોખા રસોડામાં માત્ર 5 રૂપિયામાં મળે છે દેશી ઘીમાં બનેલું ગરમા ગરમ જમવાનું

અહીં જમવા માટે કારથી લઈને રિક્ષાવાળા લોકો લાઈનમાં ઊભા રહે છે

divyabhaskar.com | Updated - Sep 12, 2018, 10:54 AM
In this unique kitchen, get delicious food in only 5 rupees

માત્ર પાંચ રૂપિયામાં દેશી ઘીમાં બનેલું ગરમા ગરમ શાક અને પુરી મળે છે. આ અનોખા રસોડાનું નામ છે આશિર્વાદ. અહીં રિક્ષાવાળાથી લઈને કારવાળા લોકો પણ લાઈનમાં ઉભા રહે છે. આ રસોડાને ફરીદાબાદના વૃદ્ધ દંપત્તિ 63 વર્ષના રાજીવ અને તેમની પત્ની અલ્કા કોચર ચલાવી રહ્યા છે.

ફરીદાબાદ: ફરીદબાદના સેક્ટર-46માં આવેલા હુડા સ્ટેન્ડ માર્કેટમાં દર રવિવારે સવારે 11 વાગે એક અનોખુ રસોડ શરૂ થાય છે. તેમનો હેતુ માત્ર એટલો છે કે અહીં કોઈ ભૂખ્યુ ન રહેવું જોઈએ. અહીં માત્ર પાંચ રૂપિયામાં દેશી ઘીમાં બનેલું ગરમા ગરમ શાક અને પુરી મળે છે. આ અનોખા રસોડાનું નામ છે આશિર્વાદ. અહીં રિક્ષાવાળાથી લઈને કારવાળા લોકો પણ લાઈનમાં ઉભા રહે છે. આ રસોડાને ફરીદાબાદના વૃદ્ધ દંપત્તિ 63 વર્ષના રાજીવ અને તેમની પત્ની અલ્કા કોચર ચલાવી રહ્યા છે.

અહીં દેશી ઘીમાં બનાવવામાં આવે છે જમવાનુ


અલ્કા કોચરના જણાવ્યા પ્રમાણે તેઓ દેશી ઘીમાં શાક બનાવે છે અને ત્યારપછી તેઓ ગરમાગરમ પુરી ઉતારી આપે છે. પાંચ રૂપિયાની પ્લેટમાં તેઓ બટાકાનું શાક, ચાર પુરી, અથાણું અને સલાડ આપે છે. તેમણે કહ્યું કે, અમારું સમગ્ર ધ્યાન પૌષ્ટીક જમવાનું આપવામાં જ છે. અમે આગામી સમયમાં પણ ભોજનને વધારે પૌષ્ટીક કેવી રીતે બનાવી શકાય તે વિશે જ વીચારીએ છીએ. તેમાં વધારે પોષક તત્વો જોડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

દર રવિવારે માર્કેટમાં શરૂ થાય છે આર્શિવાદ રસોડું


આ રસોડાની શરૂઆત આ વર્ષે એપ્રિલમાં થઈ હતી. આ કાર્યમાં કોચર દંપતિના બાળકો અને પરિવારજનો પણ મદદ કરી રહ્યા છે. હાલ સમગ્ર ખર્ચો તેઓ જ ઉપાડી રહ્યા છે. દર રવિવારે એક રસોઈયાની સાથે સમગ્ર પરિવાર પરિવાર માર્કેટ પહોંચી જાય છે. રસોઈયો શાક બનાવીને લોટ બાંધી આપે છે. જેમ જેમ લોકો આવતાં જાય છે તેમ તેમ તેઓ પુરીઓ બનાવીને આપ્યા કરે છે. આમ, તો તેઓ ઈચ્છે તો લોકોને મફતમાં પણ જમાડી શકે છે પરંતુ તેઓ ઓછામાં ઓછા પાંચ રૂપિયા એટલે લે છે જેથી જમનારનું સ્વાભીમાન પણ જળવાઈ શકે. તેમણે કહ્યું કે, કઈં પણ સારું કરવું મુશ્કેલ નથી હોતું. માત્ર હકારાત્મક વિચાર અને ઈચ્છા શક્તિ હોવી જોઈએ.

આવું કરવા માટે સત્સંગમાંથી પ્રેરણા મળી


આરામની ઉંમરમાં આ સેવા કાર્યમાં જોડાયેલા કોચર દંપતિએ કહ્યું કે, સત્સંગમાંથી મળેલી આ પ્રેરણાથી કોઈ ભૂખ્યુ ન રહે તે માટે તેમણે આશિર્વાદ રસોડાની શરૂઆત કરી. જ્યારે રસોડું શરૂ કરીએ છીએ ત્યારે પરિવારના સભ્યો પુરી બનાવવા, થાળી ગોઠવવા અને સર્વ કરવામાં જોડાઈ જાય છે. રાજીવ અને અલ્કા કોચરે જણાવ્યું કે, તેઓ તો રોજ આ રસોડું ચાલુ રાખવા ઈચ્છે છે પરંતુ તે માટે હાલ તેમની પાસે પૂરતાં સાધનો પણ નથી અને એટલો સમય પણ નથી.

X
In this unique kitchen, get delicious food in only 5 rupees
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App