Home » National News » Desh » unique devi temple in Banswara Rajasthan

આ મંદિરમાં ઘણાં રાજ્યોમાંથી આવે છે લોકો, અપગંતા ઠીક થતાં જ ચડાવે છે લાકડાના હાથ-પગ

Divyabhaskar.com | Updated - Oct 12, 2018, 01:21 PM

મુખ્ય રીતે લકવા અને હાથ-પગના દર્દ અને રોગોના બીમાર શ્રદ્ધાળું મોટી સંખ્યામાં આવે છે

  • unique devi temple in Banswara Rajasthan

    જયપુર/બાંસવાડાઃ મંદિરોમાં શ્રદ્ધાળુ ફુલ કે નારિયળ ચડાવતા જોવા મળતા હોય છે પરંતુ વાગડમાં એક એવું માતાજીનું મંદિર છે જ્યાં માનતા પૂરી થતાં શ્રદ્ધાળુ લાકડાના હાથ-પગ ચડાવે છે. વાગડમાં અંબે સ્વરૂપા વિજવા માતાના મંદિરોમાં આ પરંપરા છે. સ્થાનિક માન્યતા છે કે આ દેવીની માનતા લેતાં અપંગતા દૂર થઈ જાય છે અને રોગોનો નાશ થઈ જાય છે. વિજવા માતાને અંબા સ્વરૂપા પણ માનવામાં આવે છે.

    અનેક રાજ્યોમાંથી લોકો માનતા માગવા આવે છે


    શહેરથી માત્ર 9 કિમી દૂર કૂપડા ગામમાં આવેલું છે વિજવા માતાનું મંદિર. તેની પ્રસિદ્ધી એટલી છે કે અહીં માત્ર સ્થાનિક નહીં પરંતુ પડોશી રાજ્યોથી પણ શ્રદ્ધાળુ માનતા માગવા આવે છે. અહીં એવી માન્યતા છે કે જે અંગ રોગગ્રસ્ત હોય, તેની ઠીક થવાની માન્યતા પૂરી થતાં તે અંગ લાકડાનું બનાવીને ચડાવવામાં આવે છે. શ્રદ્ધાળુઓમાં દેવી પ્રતિ આસ્થા એ હદે છે કે અહીં રવિવારે આવા શ્રદ્ધાળુઓના મેળો ભરાય છે. મોટી સંખ્યામાં મંદિરમાં લાકડાના બનેલા હાથ-પગ અને બીજા અંગોનો ઢગલો થઈ જાય છે. આમ તો આ દેવીને તમામ રોગ મટાડનારા માનવામાં આવે છે પરંતુ મુખ્ય રીતે લકવા અને હાથ-પગના દર્દ અને રોગોના બીમાર શ્રદ્ધાળું મોટી સંખ્યામાં આવે છે.

    સૌથી પ્રાચીન મંદિર સાબલામાં


    કૂપડામાં ડુંગરપુર મુખ્ય રોડ પર બનેલા મંદિર ઉપરાંત કાગડી પિકઅપ વિયર ક્ષેત્ર, સરેડીની પાસે માખિયા અને ડુંગરપુરના સાબલામાં આ દેવીના મંદિર છે. જેમાંથી સાબલા મંદિર ઘણું પ્રાચીન હોવાનું કહેવાય છે.

    રાજપરિવારના સમયથી આલતી આવે છે આ પ્રાચીન મંદિરની અનોખી પરંપરા


    પુજારી કચરુભાઈ માલીવાડ જણાવે છેકે, મંદિરની સ્થાપના વિશે ચોક્કસ કોઈ તીથિનો કોઈને ખ્યાલ નથી. પરંતુ મંદિર પરિસરમાં આવેલા એક પ્રાચીન પીપળાના ઝાડ નીચે રાજપરિવારના સમયથી શ્રદ્ધાળુઓ આવીને પૂજા કરે છે. તે સમયથી આ માન્યતા ચાલી આવે છે. પુજારીનું કહેવું છે કે, રોગ માટે ઈલાજ જરૂરી છે. લોકો શ્રદ્ધાના ભાગરૂપે અહીં આવીને બાધા માને છે. માનતા પુરી થતાં શ્રદ્ધાળુઓ તે જ અંગ લાકડાનું બનાવીને અહીં ચડાવે છે જે ઠીક થઈ ગયું હોય.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending