ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Union Minister Giriraj Singh says Maoist Osamawadi people are against NDA BJP

  NDA વિરુદ્ધ એક થયા 'માઓવાદી અને ઓસામાવાદી' - ગિરિરાજ સિંહ

  divyabhaskar.com | Last Modified - Jun 04, 2018, 11:33 AM IST

  સોમવારે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે વિપક્ષીય દળોની સરખામણી આંતરરાષ્ટ્રીય આતંકવાદી ઓસામા બિન લાદેન સાથે કરી દીધી
  • ગિરિરાજ સિંહે વિપક્ષીય દળોની સરખામણી આંતરરાષ્ટ્રીય આતંકવાદી ઓસામા બિન લાદેન સાથે કરી દીધી. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ગિરિરાજ સિંહે વિપક્ષીય દળોની સરખામણી આંતરરાષ્ટ્રીય આતંકવાદી ઓસામા બિન લાદેન સાથે કરી દીધી. (ફાઇલ)

   પટના: દેશમાં એકસાથે થઇ રહેલા વિરોધપક્ષો પર બીજેપી સતત હુમલા કરી રહી છે. સોમવારે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે વિપક્ષીય દળોની સરખામણી આંતરરાષ્ટ્રીય આતંકવાદી ઓસામા બિન લાદેન સાથે કરી દીધી. આ પહેલા રવિવારે બીજેપી પ્રવક્તા સંબિત પાત્રાએ મહાગઠબંધનની તુલના પાકિસ્તાનના આતંકવાદી હાફિઝ સઇદ સાથે કરી હતી.

   'વિકાસના મુદ્દા સાથે NDA 2019નો પડાવ પાર કરશે'

   - કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે ટ્વિટ કરીને લખ્યું, 'માઓવાદી, જાતિવાદી, સામંતવાદી અને ઓસામાવાદી તમામ રાષ્ટ્રવાદી ગઠબંધન (NDA)ની વિરુદ્ધ ભેગા થઇ ગયા છે. પરંતુ, વિકાસની અવિરત ગંગામાં વહેતી NDAની નૌકા નિર્ધારિત ગતિ સાથે 2019નો પડાવ જરૂરથી પાર કરશે.'

   - કેન્દ્રીય મંત્રીએ ટ્વિટમાં લખ્યું કે વિપક્ષીય દળો ભલે એકસાથે આવી ગયા હોય, પરંતુ વિકાસના મુદ્દાને લઇને ચાલી રહેલા એનડીએ ગઠબંધન 2019ની લોકસભા ચૂંટણીના પડાવને ચોક્કસપણ પાર કરશે.

   હાફિઝ સાથે મહાગઠબંધનની સરખામણી

   - બીજેપી પ્રવક્તા સંબિત પાત્રાએ આ પહેલા હાફિઝ સઇદના ભાષણનો એક વીડિયો ટ્વિટર પર શેર કર્યો હતો જેમાં તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રોકવાની વાત કરી રહ્યો છે.

   - આ વીડિયોને પોસ્ટ કરીને સંબિતે લખ્યું, 'આમાં કોઇ નવી વાત નથી કે મહાગઠબંધન 2019માં મોદીને વડાપ્રધાન બનતા રોકવા માંગે છે. આવા ઘણા બીજા લોકો પણ છે જે આ જ ઇચ્છે છે. હાફિઝ સઇદ ખુલ્લેઆમ નરેન્દ્ર મોદીનું લોહી વહાવવાની વાતો કરી રહ્યો છે.'
   - ઉલ્લેખનીય છે કે 14 સીટ્સ પર થયેલી પેટાચૂંટણીના પરિણામોમાં વિરોધપક્ષોની એકતાએ બીજેપીને જબરદસ્ત ઝટકો આપ્યો છે. કૈરાના અને નૂરપુર સીટ હારવાની સાથે-સાથે બીજેપીની ઘણી સીટ્સ પર વિપક્ષીય દળોએ કબ્જો જમાવ્યો છે.
   - આ પહેલા કર્ણાટકમાં પણ વિપક્ષીય એકતાના કારણે બીજેપીની સરકાર અઢી દિવસોમાં પડી ગઇ હતી. પરિણામે મહાગઠબંધનને 2019ની ચૂંટણીમાં બીડેપી માટે મોટો પડકાર માનવામાં આવી રહ્યો છે.

  • ગિરિરાજ સિંહની ટ્વિટ
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ગિરિરાજ સિંહની ટ્વિટ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Union Minister Giriraj Singh says Maoist Osamawadi people are against NDA BJP
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `