અશ્વિની ચૌબેએ રાહુલને સિઝોફ્રેનિક ગણાવ્યા, કહ્યું-તેમને મેન્ટલ હોસ્પિટલમાં મોકલવા જોઇએ

ચૌબેએ શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તુલના કરતી વખતે રાહુલ ગાંધીને તેમણે ગટરનો કીડો કહ્યા હતા.

Dainikbhaskar.com | Updated - Sep 01, 2018, 10:25 PM

નવી દિલ્હીઃ બિહારના બક્સરના લોકસભાના સભ્ય અને કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેએ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી માટે વિવાદાસ્પદ શબ્દો કહ્યા છે. ચૌબેએ શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તુલના કરતી વખતે રાહુલ ગાંધીને તેમણે ગટરનો કીડો કહ્યા હતા.

સાસારામમાં એક કાર્યક્રમ દરમિયાન અશ્વિન ચૌબેએ મોદીના વખાણ કરતી વખતે જણાવ્યું કે, `વડાપ્રધાન આકાશ જેવા છે અને આજે જે કોંગ્રેસ અધ્યક્ષ છે તેમનો તો આકાર કેવો, ગટરના કીડા જેવો.' એટલું જ નહિ, ચૌબેએ રાહુલને સિઝોફ્રેનિક (પાગલપણાના રોગ)ના શિકાર ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું કે, `આ રોગથી ગ્રસ્ત માણસ બીજાને પાગલ કહેતો રહે છે. રાહુલ પોતાને મહાન અને બૌદ્ધિક બતાવે છે. રાફેલ ડીલ અંગે તેમણે વડાપ્રધાનને જે કહ્યું છે તે જૂઠું છે. મને તેનાથી ખૂબ દુઃખ થયું. આવું એવી વ્યક્તિ જ કરી શકે કે જે સિઝોફ્રેનિયાનો દર્દી હોય. તેમને મેન્ટલ હોસ્પિટલમાં ભરતી કરવા જોઇએ. રાહુલ જૂઠી વાતોનો દુષ્પ્રચાર કરીને વડાપ્રધાન પર કીચડ ફેંકવાનું કામ કરી રહ્યા છે.'

X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App