તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાઉદનો નજીકનો ગણાતો જબીર મોતી લંડનમાંથી પકડાયો, બ્રિટન સહિત અનેક દેશોમાં D કંપનીના પૈસાની લેવડદેવડ કરતો હતો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવી દિલ્હીઃ બ્રિટનની સિક્યોરિટી એજન્સીએ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના નજીકના ગણાતા જબીર સિદ્દિક ઉર્ફે જબીર મોતીને લંડનની એક હોટલમાંથી પકડી લીધો છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ જબીર હાલ દાઉદ માટે બ્રિટન, યુએઈ, આફ્રિકા સહિત અનેક દેશોમાં ડી કંપનીના પૈસાની લેવડદેવડનું કામ જોતો હતો. તેને દાઉદનો જમણો હાથ પણ માનવામાં આવે છે. દાઉદ પર શકંજો મજબૂત કરવા માટે ભારતે જબીરને પકડવાની અપીલ કરી હતી. જબીર વિરૂદ્ધ ડ્રગ્સ, તસ્કરી, રેન્સમ મની અને ગુનાકિય મામલાઓમાં સામેલ થવાનો આરોપ છે. 

ચારિંગ ક્રોસ પોલીસને જબીરની પાસેથી પાકિસ્તાની પાસપોર્ટ મળ્યો છે. જેના પર કરાચીનું એડ્રેસ લખવામાં આવ્યું છે. જબીરની પાસે બ્રિટનના 10 વર્ષના વીઝા હતા. કહેવામાં આવે છે કે તે એન્ટીગુઆની નાગરિકતા લેવાની તજવીજ કરી રહ્યો હતો. દાઉદ ઈબ્રાહિમ 1993માં થયેલાં મુંબઈ બોમ્બ વિસ્ફોટનો મુખ્ય આરોપી છે. હાલ તે પાકિસ્તાનના કરાચીમાં રહે છે. 2016માં ભારતી ગુપ્તચર એજન્સીઓએ જબીર અને દાઉદ ગેંગના અન્ય સભ્ય ખાલિફ અહેમદ વચ્ચે ફોન પર થયેલી વાતચીતનો ખુલાસો કર્યો હતો. જે બાદ ખ્યાલ આવ્યો કે હવાલાની મદદથી મોકલવામાં આવેલાં D કંપનીના 40 કરોડ રૂપિયા લઈને ભાગી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...