Divya Bhaskar

Home » National News » Latest News » National » Under construction flyover collapsed in Basti of UP bridge collapsed in Siliguri of WB

UPના બસ્તીમાં નિર્માણાધીન ફ્લાયઓવર ધ્વસ્ત, બંગાળના સિલિગુડીમાં પણ તૂટ્યો પુલ

Divyabhaskar.com | Updated - Aug 11, 2018, 11:15 AM

પુલની નીચે આવી જવાથી ચાર લોકો ઘાયલ થયા છે, જ્યારે એક વ્યક્તિ હજુપણ કાટમાળ નીચે દબાયેલો છે

  • Under construction flyover collapsed in Basti of UP bridge collapsed in Siliguri of WB
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    યુપીના બસ્તીમાં નિર્માણાધીન ફ્લાયઓવર ધસી પડ્યો.

    બસ્તી (યુપી): દેશમાં વરસાદને કારણે નિર્માણાધીન બિલ્ડીંગ્સ અને ફ્લાયઓવર ધસી પડવાનો સિલસિલો સતત ચાલુ જ છે. શનિવારે સવારે 7.30 વાગે ઉત્તરપ્રદેશના બસ્તીમાં નેશનલ હાઇવે 28 પર નિર્માણાધીન ફ્લાયઓવર અચાનક ધસી પડ્યો. ફ્લાયઓવરનું 60 ટકાથી વધુ કામ પૂરું થઇ ચૂક્યું હતું.

    રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે

    - પુલની નીચે આવી જવાથી ચાર લોકો ઘાયલ થયા છે, જ્યારે એક વ્યક્તિ હજુપણ કાટમાળ નીચે દબાયેલો છે. ઘાયલોને તરત જ નજીકની હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા. - કાટમાળમાં દબાયેલા લોકોને કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન હજુ પણ ચાલુ છે. વિસ્તારમાં વાહનવ્યવહાર ઠપ્પ થઇ ગયો છે.

    - મળતી માહિતી પ્રમાણે, એનએચઆઇ દ્વારા આ પુલનું નિર્માણ કરોડોના ખર્ચે થઇ રહ્યું હતું, પરંતુ તે તૈયાર થતા પહેલા જ એનએચઆઇની બેદરકારી સામે આવી ગઇ. સ્થળ પર એડમિનિસ્ટ્રેશનની ટીમે પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે.

    - જ્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લોકલ એડમિનિસ્ટ્રેશનને તાત્કાલિક રાહત પહોંચાડવાનો આદેશ આપ્યો છે જેથી વિસ્તારમાં વાહનવ્યવહાર ફરી શરૂ થઇ શકે.

    સિલિગુડીમાં પણ પડ્યો પુલ

    - પશ્ચિમ બંગાળમાં આવેલા સિલિગુડીના ગોલતુલી વિસ્તારમાં શનિવારે સવારે પુલ પડી ગયો. અહીંયા એનએચ- 31ડી રેલવે ફ્લાયઓવરનો એક હિસ્સો પડી ગયો. જોકે, આ અકસ્માતમાં કોઇ જાનમાલની હાનિના સમાચાર નથી.

    આગળની સ્લાઇડ્સમાં જુઓ અન્ય તસવીરો

  • Under construction flyover collapsed in Basti of UP bridge collapsed in Siliguri of WB
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    4 લોકો ઘાયલ થયા છે.
  • Under construction flyover collapsed in Basti of UP bridge collapsed in Siliguri of WB
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    ફ્લાયઓવરનું 60 ટકાથી વધુ કામ પૂરું થઇ ચૂક્યું હતું.
  • Under construction flyover collapsed in Basti of UP bridge collapsed in Siliguri of WB
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    સિલિગુડીના ગોલતુલી વિસ્તારમાં શનિવારે સવારે પુલ પડી ગયો.
  • Under construction flyover collapsed in Basti of UP bridge collapsed in Siliguri of WB
    કોઇ જાનમાલની હાનિના સમાચાર નથી.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending