Home » National News » Latest News » National » Varanasi: Under construction flyover collapsed and 18 people died 4 officers suspend

વારાણસી દુર્ઘટનાઃ પોસ્ટમોર્ટમ કરાવવાના નામ પર માંગવામાં આવી લાંચ

Divyabhaskar.com | Updated - May 16, 2018, 03:15 PM

કેન્ટ સ્ટેશનથી 100 મીટર દૂર મંગળવારે સાંજે એક નિર્માણાધીન ફ્લાયઓવરનું બીમ પડી જવાથી 18 લોકોના મોત થઇ ગયાં

 • Varanasi: Under construction flyover collapsed and 18 people died 4 officers suspend
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  ફ્લાયઓવર દુર્ઘટના ઘટ્યા પછી હવે બીએચયુ પોસ્ટમોર્ટમ હાઉસમાં શબોની સોદાબાજીનો મામલો સામે આવ્યો છે.

  વારાણસી: અહીંયા ફ્લાયઓવર દુર્ઘટના ઘટ્યા પછી હવે બીએચયુ પોસ્ટમોર્ટમ હાઉસમાં શબોની સોદાબાજીનો મામલો સામે આવ્યો છે. અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો પાસેથી શબોનું પોસ્ટમોર્ટમ કરાવવાના નામ પર લાંચ માંગવામાં આવી રહી છે. રૂપિયાન આપવા પર એક કર્મચારીએ શબોને જમીન પર જ છોડી દીધા. આ મામલે હવે ડીએમએ કાર્યવાહી કરીને બીએચયુ પોસ્ટમોર્ટમ હાઉસમાં તહેનાત આરોપી સફાઇ કર્મચારીને સસ્પેન્ડ કરી દીધો છે. વારાણસીના એસએસપી આર.કે. ભારદ્વાજે જણાવ્યું કે, અમને મીડિયા દ્વારા જાણ થઇ છે કે એક સફાઇ કર્મચારીએ કેટલાક લોકો પાસેતી 200 રૂપિયા લીધા હતા. અમે તેના વિરુદ્ધ FIR નોંધી છે અને તેની ધરપકડ પણ કરી લીધી છે.

  ફ્લાયઓવર પડી જતા 18 લોકોનાં થયાં મોત

  અહીંના કેન્ટ સ્ટેશનથી 100 મીટર દૂર મંગળવારે સાંજે એક નિર્માણાધીન ફ્લાયઓવરનું બીમ પડી જવાથી 18 લોકોના મોત થઇ ગયાં. આ મામલે ચીફ પ્રોજેક્ટ મેનેજર સહિત ચાર ઓફિસરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા. બીમ આશરે 200 મીટર લાંબુ અને 100 ટન વજનનું હતું. તેની ઝપટમાં છ કાર, એક મિનિ બસ, એક ઓટોરિક્ષા, મોટરસાયકલ સહિત અનેક પગપાળા જઇ રહેલા યાત્રીઓ પણ આવી ગયા. અકસ્માતના સમયે વિસ્તારમાં ટ્રાફિકજામ હતો. પરિણામે ઘણી ગાડીઓ બીમની નીચે આવી ગઇ. આ ગાડીઓ સંપૂર્ણપણે દબાઇ ગઇ. પાંચ લોકો ઘાયલ થયા છે, જેમાંથી બેની હાલત નાજુક છે.

  ચીફ પ્રોજેક્ટ મેનેજર સહિત ચાર લોકો સસ્પેન્ડ

  - મોડી રાતે વારાણસી પહોંચેલા ડેપ્યુટી સીએમ કેશવપ્રસાદે ફ્લાયઓવરના ચીફ પ્રોજેક્ટ મેનેજર એચસી તિવારી, મેનેજર કેઆર સૂદન, આસિસ્ટન્ટ એન્જિનિયર રાજેશ અને અપર એન્જિનિયર લાલચંદને સસ્પેન્ડ કરવાની માહિતી આપી. રાજ્યસેતુ નિગમ પર ખરાબ ક્વૉલિટીની સામગ્રી લાવવાનો આરોપ સામે આવી રહ્યો છે.

  કાટમાળ નીચેથી 3 લોકોને જીવતા બહાર કાઢ્યા

  - સિગરા પોલીસ સ્ટેશન વિસ્તારના શહેરના સૌથી વ્યસ્ત હિસ્સામાં આવેલા લહરતારામાં મંગવારે બપોરે આ અકસ્માત થયો. જ્યાં બે દિવસ પહેલા જ પુલ પર રાખવામાં આવેલા સ્લેબને જોડવાનું કામ ચાલી રહ્યું હતું. તે છતાંપણ નીચેથી ટ્રાફિક પસાર થતો રહ્યો. એડમિનિસ્ટ્રેશને ટ્રાફિકને રોક્યો નહીં. આ બેદરકારી સામાન્ય લોકો પર ભારે પડી.

  - કેટલાક રિપોર્ટ્સમાં મૃતકોની સંખ્યા 35 જણાવવામાં આવી છે. જોકે, તેની આધિકારિક પુષ્ટિ કરવામાં આવી નથી. ઘાયલોને અલગ-અલગ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. 3 લોકોને કાટમાળ નીચેથી જીવતા બહાર કાઢી લેવામાં આવ્યા છે.

  અકસ્માતના અડધા કલાક પછી પહોંચી મદદ

  એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું, અકસ્માતના લગભગ અડધા કલાક પછી રાહત-બચાવ દળ પહોંચ્યું. અકસ્માત પછી સ્થળ પર ટોચના અધિકારીઓ પહોંચ્યા. પોલીસની સાથે એનડીઆરએફની ટીમે રાહતકાર્ય શરૂ કર્યું. પડી ગયેલા પિલરને ક્રેનની મદદથી હટાવવાનું કામ શરૂ કર્યું.

  48 કલાકમાં તપાસ કરવાના નિર્દેશ

  - મુખ્યમંત્રી આદિત્યનાથે ઘટનાની તપાસ માટે 3 સભ્યોની સમિતિનું ગઠન કર્યું અને 48 કલાકમાં રિપોર્ટ આપવાનો નિર્દેશ કર્યો છે. સમિતિના અધ્યક્ષ રાજપ્રતાપ સિંહ (કૃષિ ઉત્પાદન કમિશ્નર, યુપી) હશે. સમિતિના અન્ય સભ્ય ભૂપેન્દ્ર શર્મા (મુખ્ય એન્જિનિયર અને સિંચાઇ વિભાગના અધ્યક્ષ) અને રાજેશ મિત્તલ (જળનિગમના મેનેજર ડાયરેક્ટર) છે.

 • અકસ્માત સિગરા પોલીસ સ્ટેશન વિસ્તારના સૌથી વ્યસ્ત હિસ્સામાં આવેલા લહરતારામાં બન્યો.
 • Varanasi: Under construction flyover collapsed and 18 people died 4 officers suspend
  અકસ્માતમાં 3 લોકોને કાટમાળમાંથી જીવતા બહાર કાઢવામાં આવ્યા છે.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ