નિવેદન / 15 લાખ રૂપિયા ખાતામાં આવશે અને રામમંદિર બનશે, આ ફક્ત ભાજપની હવામાં વાતો- ઉદ્ધવ ઠાકરે

uddhav thackerey says 5 lakh in accounts and ram temple is jumla news and updates
X
uddhav thackerey says 5 lakh in accounts and ram temple is jumla news and updates

  • જ્યાં સુધી ભાજપ સાથે નીતિશ અને પાસવાન છે, ત્યાં સુધી તેઓ રામ મંદિરનું નિર્માણ નહિ કરી શકે- ઉદ્ધવ ઠાકરે

  •  "હું અયોધ્યા ગયો ત્યારે લોકોએ કહ્યુ બાલા સાહેબનો છોકરો મંદિર બનાવીને જ જશે."

Divyabhaskar

Jan 13, 2019, 05:43 PM IST

મુંબઈઃ શિવસેનાના અધિવેશનમાં રવિવારે પાર્ટીનાં પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે 15 લાખ રૂપિયા લોકોનાં ખાતામાં આવશે અને રામ મંદિર બનશે આ ફક્ત હવામાં કરાયેલી વાતો જ છે. તેમણે વધુમાં કહ્યું કે, જ્યારે હું અયોધ્યા ગયો તો લોકોએ કહ્યું કે બાલા સાહેબનો છોકરો મંદિર બનાવીને જ જશે, 26 નવેમ્બરે ઉદ્ધવ પત્ની-દિકરા સાથે અયોધ્યા પહોંચ્યા હતા. 

1. લોકો તમારી પર વિશ્વાસ નથી કરતા
ઉદ્ધવે અધિવેશનમાં સવાલ કર્યો કે શું ભાજપ ફક્ત હવામાં જ વાતો કરે છે? તો તેની પર વિશ્વાસ કેવી રીતે કરી શકાય ? ભાજપ રામ મંદિરનું નિર્માણ કેવ રીતે કરી શકશે  જ્યાં સુધી તેમની સાથે નીતિશ કુમાર અને પાસવાન જેવા સહયોગીઓ છે. આ લોકો તો મંદિરનો વિરોધ કરે છે. 
ઉદ્ધવનાં કહ્યાં પ્રમાણે, જ્યારે રામમંદિરનો મુદ્દો સામે આવે છે તો ભાજપ કહે છે કે, કોંગ્રેસ આ મુદ્દે આડી આવે છે. અમને ખબર છે કે ભાજપ ક્યારેય મંદિર નહિ બનાવી શકે.
ભગવાન રામની જાતિ વિશે ચર્ચા કેમ થઈ રહી છે? જો બીજા ધર્મની જાતિ વિશે પુછવામાં આવતુ તો આ એક મોટો મુદ્દો બની ગયો હોત. પરંતુ અહી કોઈને કંઈ જ ફરક પડતો નથી, જે ખુબ જ દુઃખદ છે. 
શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ નવેમ્બરે રામ જન્મભૂમિ જઈને ભગવાન રામલલાનાં દર્શન કર્યા હતા. તેમણે કહ્યું કે, હુ અહી રામમંદિર બનાવવા માટે આવ્યો છું. સરકાર બને કે ન બને, રામ મંદિર તો બનવુ જ જોઈએ. ચૂંટણીમાં તો બધા રામ રામ કરે છે, પરંતુ ત્યાર બાદ બધા આરામ કરે છે, સરકાર પાસે સત્તા છે તો મંદિર નિર્માણ માટે અધિનિયમ કેમ નથી લાવતી?
 
5. શિવસેનાને પછાડવા વાળુ કોઈ પેદા નથી થયુ
ભાજપ અધ્યક્ષ અમિતશાહે તાજતેરમાં જ કહ્યું કે જો ચૂંટણી પહેલા ગઠબંધન નહિ થાય તો પાર્ટી પૂર્વ સહયોગીઓ સાથે સંબંધ તોડી દેશે. આ નિવેદન પર ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, શિવસેનાને પછાડવા વાળુ હજુ સુધી કોઈ પેદા થયું નથી. 
6. 8લાખ વાર્ષિકથી ઓછી આવક ધરાવતા લોકોને છૂટ કેમ નથી અપાઈ
ઉદ્ધવે કહ્યું-  જો તમે સાચ્ચે જ આર્થિક રીતે નબળા વર્ગની મદદ કરવા માંગો છો, તો તમે 8 લાખ રૂપિયાથી ઓછી વાર્ષિક ધરાવતા લોકોને ટેક્સની છૂટ કેમ નથી આપતા? તમે અનામત તો આપી દીધી પરંતુ અનામત લાગુ કરવાની વાસ્તવિક પદ્ધતિ પર વિચાર કર્યો છે ખરા? 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી