મહારાષ્ટ્રઃ દહાણુ પાસે ગુડ્સ ટ્રેનના બે ડબ્બામાં આગ, લાંબા અંતરની 10 જેટલી ટ્રેન પ્રભાવિત

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના દહાનુમાં ગુરૂવારે રાત્રે એક માલ ગાડીના બે ડબ્બામાં આગ લાગતાં લાંબા અંતરની 10 ટ્રેન પ્રભાવિત.

Divyabhaskar.com | Updated - Nov 09, 2018, 11:14 AM
Two wagons of goods train caught fire near Dahanu affected 10 trains

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના દહાનુમાં ગુરૂવારે રાત્રે એક માલ ગાડીના બે ડબ્બામાં આગ લાગ્યાં બાદ લાંબા અંતરની 10 ટ્રેનની સેવા પ્રભાવિત થઈ છે. અધિકારીએ જણાવ્યું સળગેલા ડબ્બા પાટા પરથી હટાવવા અને ખરાબ થયેલાં તારને બદલવાનું કામ ચાલી રહ્યું છે. આગ લાગવાના કારણની પણ તપાસ થઈ રહી છે.

મુંબઈઃ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના દહાણુમાં ગુરૂવારે રાત્રે એક માલ ગાડીના બે ડબ્બામાં આગ લાગ્યાં બાદ લાંબા અંતરની 10 ટ્રેનની સેવા પ્રભાવિત થઈ છે. અધિકારીએ જણાવ્યું સળગેલા ડબ્બા પાટા પરથી હટાવવા અને ખરાબ થયેલાં તારને બદલવાનું કામ ચાલી રહ્યું છે. આગ લાગવાના કારણની પણ તપાસ થઈ રહી છે.

એક અધિકારીએ જણાવ્યું કે ઘટના ગુરૂવારની રાત્રે લગભગ 11 વાગ્યે દહાણુ રોડ અને વનગાંવ રેલવે સ્ટેશન વચ્ચે થઈ. તેઓએ જણાવ્યું કે ફાયરબ્રિગેડ વિભાગ, રેલવે પોલીસ દળ અને રાજકીય રેલ પોલીસ કર્મચારી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા.

આગ પર મોડી રાત્રે લગભગ બે વાગ્યે કાબૂ મેળવવામાં આવ્યો હતો. અધિકારીએ જણાવ્યું કે આગની ગરમીના કારણે ટ્રેકની ઉપર લાગેલાં વિજળીના તાર ઓગળી ગયા હતા. આ કારણે લાંબા અંતરની ઓછામાં ઓછી 10 ટ્રેનને રોકવી પડી હતી.

X
Two wagons of goods train caught fire near Dahanu affected 10 trains
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App