Divya Bhaskar

Home » National News » Latest News » National » CBI at Vikram Kotharis house from last night, Rs 3,700 crore for banks default

રોટોમેક માલિક વિક્રમ કોઠારીના ઘરે CBIના દરોડા, 3700 કરોડનું કૌભાંડ

Divyabhaskar.com | Updated - Feb 20, 2018, 10:19 AM

ગઈ કાલ રાતથી સીબીઆઈની ટીમ વિક્રમ કોઠારીના ઘરે તેમની પૂછપરછ કરી રહી છે

  • CBI  at Vikram Kotharis house from last night, Rs 3,700 crore for banks default
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
    રોટોમેક કંપનીના માલિક વિક્રમ કોઠારીની હજુ સુધી અટકાયત કરાઈ નથી પરંતુ તેમની પૂછપરછ હજુ ચાલુ છે- CBI (ફાઈલ)

    કાનપુર: CBIએ સ્પષ્ટ કર્યું છે કે 3695 કરોડના ફ્રોડ કેસના આરોપોમાં ઘેરાયેલાં રોટોમેક કંપનીના માલિક વિક્રમ કોઠારીની હજુ સુધી અટકાયત કરાઈ નથી પરંતુ તેમની પૂછપરછ હજુ ચાલુ છે. મંગળવારે સતત બીજા દિવસે તેમના ઘર પર CBI રેડ કરી હતી. આ વચ્ચે ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે કંપનીના 14 બેંક એકાઉન્ટ અટેચ કરી દીધાં છે. આ કાર્યવાહી બેંક ઓફ બરોડાની ફરિયાદના આધારે કરવામાં આવી રહી છે. CBIએ સોમવારે સવારે પણ વિક્રમ કોઠારીના કાનપુર સ્થિત ઘર સહિત કુલ 3 ઠેકાણાં પર દરોડા પાડ્યાં હતા. આ પહેલાં મીડિયામાં 800 કરોડ રૂપિયાની છેતરપિંડીની વાત સામે આવી હતી.

    સોમવારે પણ કોઠારીના ઘરે થઈ હતી CBI તપાસ

    સીબીઆઈએ સોમવારે પણ કોઠારીના ઘરે દરોડાની કાર્યવાહી કરી હતી અને વિક્રમ કોઠારીની અટકાયત કરીને કલાકો સુધી તેમની પૂછપરછ કરવામાં આવી હતી. નોંધનીય છે કે, સીબીઆઈએ કંપનીના માલિક વિક્રમ કોઠારી, સાધના કોઠારી અને દીકરા રાહુલ કોઠારી વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરી છે.

    સીબીઆઈએ શું કર્યો ખુલાસો?

    - સીબીઆઇએ જણાવ્યું કે ફરિયાદમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આરોપીઓએ 7 બેંકના કન્સોર્શિયમ સાથે રૂ.2919 કરોડની રકમની લોનની છેતરપિંડી કરી છે. આ રકમમાં બેંકની લોન્સની ઇન્ટરેસ્ટ લાયાબિલિટીઝ સામેલ નથી.

    - સીબીઆઈની પૂછપરછમાં ખુલાસો થયો છે કે, બંન્ક પાસેથી લોન લઈને પરત ન કરવાની ગેમ આ કંપની છેલ્લા 10 વર્ષથી રમી રહી છે. તપાસ એજન્સીઓએ પણ જણાવ્યું છે કે, જે કામ માટે કંપનીને લોન આપવામાં આવી હતી તેનો ઉપયોગ પણ ત્યાં કરવામાં આવ્યો નથી.

    ઇન્ટરેસ્ટ સાથે લોનની રકમ રૂ. 3695 કરોડ

    સીબીઆઇએ જણાવ્યું કે ઇન્ટરેસ્ટ સાથે રોટોમેકની લોન્સની કુલ રકમ રૂ. 3695 કરોડ છે. આ બેંકોમાં બેંક ઑફ ઇન્ડિયા, બેંક ઑફ બરોડા, બેંર ઑફ મહારાષ્ટ્ર, ઇન્ડિયન ઓવરસીઝ બેંક, યુનિયન બેંક ઑફ ઇન્ડિયા, અલાહાબાદ બેંક અને ઓરિયેન્ટલ બેંર ઑફ કોમર્સ સામેલ છે.

    આગળની સ્લાઈડમાં વાંચો વિક્રમ કોઠારીનું કઈ બેન્કમાં કેટલુ દેવું?

  • CBI  at Vikram Kotharis house from last night, Rs 3,700 crore for banks default
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    વિક્રમ કોઠારીના ઘરે સીબીઆઈના દરોડા

    વિક્રમ કોઠારીનું કઈ બેન્કમાં કેટલુ દેવું


    બેન્ક ઓફ ઈન્ડિયા- રૂ. 754.77 કોડ
    બેન્ક ઓફ બરોડા- રૂ. 456.63 કરોડ
    ઈન્ડિયન ઓવરસીઝ બેન્ક- રૂ. 771.77 કરોડ
    યૂનિયન બેન્ક ઓફ ઈન્ડિયા- રૂ. 458.95 કરોડ
    અલાહાબાદ બેન્ક- રૂ. 330.68 કરોડ
    બેન્ક ઓફ મહારાષ્ટ્ર- રૂ. 49.82 કરોડ
    ઓરિયન્ટલ બેન્ક ઓફ કોમર્સ- 97.47 કરોડ

     

    આગળની સ્લાઈડમાં વાંચો કોઠારીએ સ્પષ્ટીકરણમાં શું કહ્યું?

  • CBI  at Vikram Kotharis house from last night, Rs 3,700 crore for banks default
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    રોટોમેક માલિકના ઘરે છેલ્લા 21 કલાકથી દરોડા હાથ ધરવામાં આવી રહ્યા છે.

    કોઠારીએ સ્પષ્ટીકરણમાં શું કહ્યું?

     

    - કોઠારીએ મીડિયાની સામે આવીને કહ્યું, "હું દેશ છોડીને ક્યાંય નથી ભાગ્યો. બેંકોમાંથી લોન લીધી છે પણ એ વાત સાચી નથી કે મેં લોન ચૂકવી નથી. બેંકો સાથે નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ (એનસીએલટી)માં કેસ ચાલી રહ્યો છે. ટુંક સમયમાં તેનો ફેંસલો આવી જશે."

    - "હું ભારત છોડીને ક્યાંય નથી જઇ રહ્યો. ભારતથી મહાન કોઇ દેશ નથી. હું કાનપુરનો નિવાસી છું, અહીંયા રહું છું અન અહીંયા જ રહીશ. જોકે, મારે બિઝનેસના કામ અંગે વિદેશ જવું પડે છે."

  • CBI  at Vikram Kotharis house from last night, Rs 3,700 crore for banks default
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    સીબીઆઈના અધિકારીઓ દ્વારા સોમવારથી દરોડાથી કાર્યવાહી ચાલુ છે.

    વિક્રમ કોઠારીનું કઈ બેન્કમાં કેટલુ દેવું


    બેન્ક ઓફ ઈન્ડિયા- રૂ. 754.77 કોડ
    બેન્ક ઓફ બરોડા- રૂ. 456.63 કરોડ
    ઈન્ડિયન ઓવરસીઝ બેન્ક- રૂ. 771.77 કરોડ
    યૂનિયન બેન્ક ઓફ ઈન્ડિયા- રૂ. 458.95 કરોડ
    અલાહાબાદ બેન્ક- રૂ. 330.68 કરોડ
    બેન્ક ઓફ મહારાષ્ટ્ર- રૂ. 49.82 કરોડ
    ઓરિયન્ટલ બેન્ક ઓફ કોમર્સ- 97.47 કરોડ

     

    આગળની સ્લાઈડમાં વાંચો કોઠારીએ સ્પષ્ટીકરણમાં શું કહ્યું?

  • CBI  at Vikram Kotharis house from last night, Rs 3,700 crore for banks default
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    વિક્રમ કોઠારીએ એક લગ્ન પ્રસંગમાં હાજરી આપી હતી. (ફાઇલ)

    કોઠારીએ સ્પષ્ટીકરણમાં શું કહ્યું?

     

    - કોઠારીએ મીડિયાની સામે આવીને કહ્યું, "હું દેશ છોડીને ક્યાંય નથી ભાગ્યો. બેંકોમાંથી લોન લીધી છે પણ એ વાત સાચી નથી કે મેં લોન ચૂકવી નથી. બેંકો સાથે નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ (એનસીએલટી)માં કેસ ચાલી રહ્યો છે. ટુંક સમયમાં તેનો ફેંસલો આવી જશે."

    - "હું ભારત છોડીને ક્યાંય નથી જઇ રહ્યો. ભારતથી મહાન કોઇ દેશ નથી. હું કાનપુરનો નિવાસી છું, અહીંયા રહું છું અન અહીંયા જ રહીશ. જોકે, મારે બિઝનેસના કામ અંગે વિદેશ જવું પડે છે."

  • CBI  at Vikram Kotharis house from last night, Rs 3,700 crore for banks default
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    ગઈ કાલ રાતથી વિક્રમ કોઠારીના ઘરે સીબીઆઈના દરોડા
  • CBI  at Vikram Kotharis house from last night, Rs 3,700 crore for banks default
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending