• Home
  • National News
  • Desh
  • બે બહેનોનો હતો એક જ બોયફ્રેન્ડ, એકએ આપ્યો જીવ| Two Sisters Had The Same Boyfriend

બે બહેનોનો હતો એક જ બોયફ્રેન્ડ, એકએ જીવ આપ્યો ત્યારે સામે આવ્યું સત્ય

મોટો સવાલ- મહિલાએ સળગીને જીવ આપ્યો હોવા છતા આજુબાજુના ઘરના કોઈએ ચીસ પણ ન સાંભળી

divyabhaskar.com | Updated - Jun 03, 2018, 07:00 AM
ડેમો પીક
ડેમો પીક

ઈસ્લામાબાદ વિસ્તારમાં ગુરુવારે સવારે 11 વાગે એક મહિલાએ સળગીને તેનો જીવ આપી દીધો છે. જે ઘરમાં મહિલાનું મોત થયું તે તેની કઝીન બહેનનું ઘર હતું. કઝીન બહેન અને તેના પતિનું કહેવું છે કે, મહિલાએ પોતાની જાતને આગ લગાવીને આત્મહત્યા કરી લીધી છે.

ગુરદાસપુર: ઈસ્લામાબાદ વિસ્તારમાં ગુરુવારે સવારે 11 વાગે એક મહિલાએ સળગીને તેનો જીવ આપી દીધો છે. જે ઘરમાં મહિલાનું મોત થયું તે તેની કઝીન બહેનનું ઘર હતું. કઝીન બહેન અને તેના પતિનું કહેવું છે કે, મહિલાએ પોતાની જાતને આગ લગાવીને આત્મહત્યા કરી લીધી છે. પણ મહત્વની વાત એ છે કે, કોઈએ એ મહિલાની એક ચીસ પણ સાંભળી નથી. મહિલાના મૃત્યુ વિશે તેની બહેન કે તેના પતિનું નિવેદન પણ બંધબેસતુ નથી. એટલું જ નહીં, તેમને તો એ પણ નથી ખબર કે મહિલાએ તેમના ઘરે પોતાને કેમ આગ લગાવી.

શું છે સમગ્ર ઘટના


- મહિલાના મોત વિશે મોહલ્લાવાળાઓનું કહેવું છે કે, બંને પરણિત બહેનોનો એક જ બોયફ્રેન્ડ હતો. તેના કારણે જ તેમની વચ્ચે ઝઘડો થયો હતો. તેના કારણે આ મહિલાનું મોત થયું છે. હવે સવાલ એ છે કે, મહિલાએ આત્મહત્યા કરી છે કે, તેની હત્યા કરવામાં આવી છે.
- સૂત્રોના જણાવ્યા પ્રમાણે, 33 વર્ષની રજનીએ તેની બહેન રીતુના ઘરે આગ લગાવી દીધી છે. તેમાં તેના શરીરનો નીચેનો ભાગ વધારે સળગી ગયો છે જ્યારે ઉપરનો ભાગ એકદમ ઠીક છે. રીતુએ જણાવ્યું કે, રજની ઘરમાં હતી અને તે ઘરના બહારના દરવાજાને બંધ કરીને બાળકોને સ્કૂલે ટીફિન આપવા ગઈ હતી. તે જ્યારે પરત આવી ત્યારે તેના ઘરનો દરવાજો અંદરથી બંધ હતો.
- બહુ પ્રયત્નો પછી પણ જ્યારે ઘરનો દરવાજો ન ખૂલ્યો ત્યારે તેણે તેના પતિ નિક્કાને ફોન કરીને બોલાવ્યો હતો. રિતુના પતિએ આવીને જ્યારે બુમ પાડી ત્યારે રજનીએ કહ્યું કે,તે અંદર જ છે અને તે દરવાજો નહીં ખોલે. બહુ પ્રયત્નો પછી તેના પતિએ ઘરનો દરવાજો ખોલ્યો અને તેઓ અંદર ગયા ત્યારે રજની સળગીને પડી હતી.
- ઘટના સ્થળે પહોંચેલા એએસઆઈ રાજિન્દરે કહ્યું કે, તેમણે ઘરમાં હાજર દરેક લોકોના નિવેદન લઈ લીધા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી આગળની કાર્યવાહી થશે.

મોતની ખબર સાંભળીને મૃતકાનો પતિ આવ્યો તો ઘરે હતું તાળુ


- મૃતકા રજનીના પતિ રાજેશે જણાવ્યું કે, તે 11 વાગે ઘરે ગયો ત્યારે તેની પત્ની ઘરે નહતી. તેને શોધતા તે તેના સંબંધીની એક બહેનના ઘરે ગયો. પરંતુ ત્યાં પણ રજની નહતી. તે દરમિયાન જ તેને ખબર પડીકે રજનીની બળેલી લાશ રીતુના ઘરેથી મળી આવી છે. જ્યારે તે રીતૂના ઘરે ગયો ત્યારે ઘરના મુખ્ય દરવાજે તાળુ લગાવેલુ હતું. તેનો સાઢુ નિક્કા ત્યાં જ હતો. રાજેશે તેની પાસેથી ચાલી લઈને ઘર ખોલ્યું. ત્યાં રજની બળેલી મરેલી પડી હતી.

મોહલ્લા વાળાઓએ કહ્યું- રજની-રિતુ અને તેમનો કોમન બોયફ્રેન્ડ ઘરમાં ઝઘડો કરતા હતા


- આ ઘટના વિશે સ્થાનિક મહિલાઓ અને પુરુષો ટોળા વળીને અલગ અલગ વાતો કરી રહ્યા હતા. મૃતક રજની અને રીત બંને પરિણીત હતી અને તેમના બાળકો પણ હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે તે બંનેને એક જ છોકરા સાથે અફેર ચાલતુ હતું અને તેના કારણે રજની અને રીતૂમાં ઘણી વખત ઝઘડા થતા હતા. ઘટનાના દિવસે પણ રજની રીતૂના ઘરે હતી અને તેમનો બોયફ્રેન્ડ પણ ત્યાં હતો. ત્રણેય જણાંમાં ઝઘડો થયો હતો. તે દરમિયાન રીતૂ ત્યાંથી જતી રહી અને તે પાછી આવી ત્યારે તેના ઘરમાં રજનીની લાશ પડી હતી.

એક મોટો સવાલ


- પ્રત્યાદર્શીઓ અને પોલીસના જણાવ્યા પ્રમાણે રજનીનું મોત બળવાના કારણે થયું છે. પરંતુ આજુબાજુમાં રહેતા લોકોનું કહેવું છે કે, કોઈએ પણ તેની ચીસો સાંભળી નથી.
- જો જીવતી વ્યક્તિ આગની લપેટમાં આવે તો તે મરે નહીં ત્યાં સુધી ચીસો પાડે છે, પરંતુ અહી એવુ કશું જ થયું નહતું.
- સૌથી મોટી વાત રૂમમાં એવા કોઈ પણ પુરાવા મળ્યા નથી કે બચવા માટે રજનીએ હાથ-પગ પછાડ્યા હોય. તે માત્ર એક જગ્યાએ જમીન પર પડેલી જોવા મળી હતી. તેની પાસે સિલિન્ડર હતો અને તેની ગેસની પાઈપ નીકળેલી હતી.

આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીરો

મૃતકાનેપોસ્ટમોર્ટમ માટે લઈ જતા પરિવારજનો
મૃતકાનેપોસ્ટમોર્ટમ માટે લઈ જતા પરિવારજનો
ઘટના સ્થળે તપાસ કરતી પોલીસ
ઘટના સ્થળે તપાસ કરતી પોલીસ
X
ડેમો પીકડેમો પીક
મૃતકાનેપોસ્ટમોર્ટમ માટે લઈ જતા પરિવારજનોમૃતકાનેપોસ્ટમોર્ટમ માટે લઈ જતા પરિવારજનો
ઘટના સ્થળે તપાસ કરતી પોલીસઘટના સ્થળે તપાસ કરતી પોલીસ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App