• Home
  • National News
  • Latest News
  • National
  • સુપ્રીમ કોર્ટમાં બે રસપ્રદ ચુકાદા અંગે સુનાવણી થશે | Two interesting rulings will be heard in the Supreme Court

સુપ્રીમ કોર્ટમાં બે રસપ્રદ ચુકાદા અંગે સુનાવણી થશે

રાજસ્થાન અને અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાને રાજ્ય સરકારોએ પડકાર્યા હતા, સુપ્રીમ ઝડપથી સુનાવણી માટે તૈયાર

Pavan Kumar

Pavan Kumar

Divyabhaskar.com | Updated - Apr 11, 2018, 01:52 AM
એમ્બ્યુલન્સને માર્ગ ન આપનાર સામે કેસ થાય, નવાં વાહનો પર પ્રતિબંધ મુકાય- ફાઈલ
એમ્બ્યુલન્સને માર્ગ ન આપનાર સામે કેસ થાય, નવાં વાહનો પર પ્રતિબંધ મુકાય- ફાઈલ

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટ આગામી એક સપ્તાહમાં બે રસપ્રદ કેસની સુનાવણી કરશે. તેમાં બે રાજ્યોએ હાઈકોર્ટના ચુકાદાને અજીબ ગણાવીને પડકાર્યા છે. તેમાં એક કેસની સુનાવણી બુધવારે તો બીજા કેસની સુનાવણી 16 એપ્રિલના રોજ થશે. પ્રથમ કેસ રાજસ્થાન હાઈકોર્ટને લગતો છે, જેમાં કોર્ટે રાજ્ય સરકારને આદેશ આપ્યો હતો કે કાનૂની પંચોની ખાલી જગ્યા ચાર દિવસમાં ભરવામાં આવે નહીં તો અરજીકર્તા જેને સૂચવશે તેની નિમણૂક કરાશે.

રાજસ્થાન હાઈકોર્ટે કહ્યું હતું- જગ્યા નહીં ભરો તો અરજીકર્તા જેને સૂચવશે તેની નિમણૂક કરી દઈશું

હાઈકોર્ટે એક જાહેર રીટની અરજી પર રાજ્ય સરકારને 23 જેટલા પંચમાં ખાલી પડેલી 88 જગ્યા ભરવાનો આદેશ આપ્યો હતો. સરકારે 64 જગ્યા ભરી દીધી હતી. જ્યારે 24 હજુ પણ ખાલી છે. જ્યારે તેમનો અહેવાલ રજૂ થયો તો કોર્ટે 8 એપ્રિલે વધુ એક આદેશ કરીને 12 એપ્રિલ સુધીમાં તમામ જગ્યા ભરી દેવા કહ્યું છે. તેમાં કોર્ટે ઉપરોક્ત ટિપ્પણી કરી હતી. રાજસ્થાન સરકારની દલીલ હતી કે કોર્ટ કોઈપણ અરજીકર્તાના સૂચન પર કોઈપણ વ્યક્તિને નિમવાની વાત કેવી રીતે કરી શકે? આ ચુકાદાને રદ કરાય. આ અંગે ચીફ જસ્ટિસ બુધવારે સુનાવણી કરશે.

અલ્હાબાદ હાઈકોર્ટનો ચુકાદો હતો- એમ્બ્યુલન્સને માર્ગ ન આપનાર સામે કેસ થાય, નવાં વાહનો પર પ્રતિબંધ મુકાય

બીજો કેસ અલ્હાબાદ હાઈકોર્ટને લગતો છે. કોર્ટે એક મહિલાની અરજી પર રાજ્ય સરકારને આદેશ આપ્યો હતો કે એમ્બ્યુલન્સને રસ્તો ન આપનાર સામે ગુનો દાખલ કરવામાં આવે. ખોટી રીતે પાર્કિંગ અંગે પણ મોટી માત્રામાં દંડ વસૂલ કરાય. જે શહેરોમાં સહેલાઈથી એમ્બ્યુલન્સ જઈ શકતી નથી ત્યાં નવા વાહનોની નોંધણી બંધ કરી દેવામાં આવે. જે લોકો પાસે ઘરની નજીક વાહન ઊભા રાખવાની જગ્યા નથી તેમને વાહન ખરીદવા દેવામાં આવે નહીં. આ ચુકાદાને ઉત્તર પ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. સરકારે કહ્યું છે કે આ ચુકાદામાં ઘણીબધી બાબત એવી છે કે જે વાસ્તવિક રીતે સંભવ નથી. ચીફ જસ્ટિસ આ અંગે 16 એપ્રિલે સુનાવણી કરશે.

આગ વાંચો: રાજ્યોએ ચુકાદાને અજીબ ગણાવી જલદી સુનાવણીની માગ કરી

જગ્યા નહીં ભરો તો અરજીકર્તા જેને સૂચવશે તેની નિમણૂક કરી દઈશું-ફાઈલ
જગ્યા નહીં ભરો તો અરજીકર્તા જેને સૂચવશે તેની નિમણૂક કરી દઈશું-ફાઈલ

રાજ્યોએ ચુકાદાને અજીબ ગણાવી જલદી સુનાવણીની માગ કરી

 

રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ સરકારના વકીલોએ મંગળવારે એક પછી એક સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દીપક મિશ્રા સમક્ષ પોતપોતાની અરજી રજૂ કરી. બંને કેસમાં રાજ્ય સરકારોએ હાઈકોર્ટના આ ચુકાદાઓને અજીબ ગણાવ્યા છે. આ અંગે જલ્દી સુનાવણીની અપીલ સુપ્રીમ કોર્ટે સ્વીકારી લીધી છે. તેમાં રાજસ્થાન હાઈકોર્ટના કેસમાં બુધવારે સુનાવણી થશે જ્યારે અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદા પર 16 એપ્રિલે સુનાવણી થશે.

X
એમ્બ્યુલન્સને માર્ગ ન આપનાર સામે કેસ થાય, નવાં વાહનો પર પ્રતિબંધ મુકાય- ફાઈલએમ્બ્યુલન્સને માર્ગ ન આપનાર સામે કેસ થાય, નવાં વાહનો પર પ્રતિબંધ મુકાય- ફાઈલ
જગ્યા નહીં ભરો તો અરજીકર્તા જેને સૂચવશે તેની નિમણૂક કરી દઈશું-ફાઈલજગ્યા નહીં ભરો તો અરજીકર્તા જેને સૂચવશે તેની નિમણૂક કરી દઈશું-ફાઈલ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App