Home » National News » Desh » Yogita Murder case in Nepalganj, Two Grand children murdered mother-in-law

સાસુની રોક-ટોકથી કંટાળી 2 વહુઓ, પ્લાન બનાવી આ રીતે કર્યું મર્ડર

Divyabhaskar.com | Updated - Mar 06, 2018, 12:06 PM

બે વહુઓએ ભેગા મળીને સાસુના મર્ડરનો પ્લાન બનાવ્યો હતો, મારવા માટે સ્પેશિયલ ગાડીમાં આવી હતી

 • Yogita Murder case in Nepalganj, Two Grand children murdered mother-in-law
  +6બીજી સ્લાઈડ્સ જુઓ
  બે વહુઓએ ભેગા થઈ કરી સાસુની હત્યા

  ઈન્દોર: બુરહાનપુરના નેપાનગરમાં 28 ફેબ્રુઆરીએ થયેલા યોગિતા હત્યાકાંડમાં પોલીસે સોમવારે એક મહત્વનો ખુલાસો કર્યો છે જેને સાંભળીને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ જાય. અહીં આ મહિલાની હત્યા તેની બે વહુઓએ જ ભેગા થઈને કરી હતી. સાસુ દ્વારા કરવામાં આવતી રોક-ટોકના કારણે બંને વહુઓ કંટાળી હતી અને તેથી તેમણે ભેગા મળીને હત્યાનું કાવતરુ ઘડ્યું હતું. વહુઓએ સાસુના માથા પર ભારે હથિયારથી ત્યાં સુધી હુમલો કર્યો હતો જ્યાં સુધી તે મરી ન જાય. પોલીસે આરોપી વહુઓની ધરપકડ કરી લીધી છે.

  બંને બહેનોએ આ રીતે બનાવ્યો મર્ડરનો પ્લાન


  - સૂત્રો દ્વારા આપવામં આવેલી માહિતી પ્રમાણે મૃતકા યોગિતા સાહુએ ત્રણ વર્ષ પહેલાં તેમના બંને દીકરા વિજય અને રિતેશના લગ્ન છિંદવાડામાં રહેતી બે સગી બહેનો દીપિકા અને રુપા સાથે કર્યા હતા. પતિ અને બંને દીકરાઓની સરકારી નોકરી હતી, તેથી તેમના ઘરમાં રૂપિયાની કોઈ કમી નહતી. બધુ હોવા છતા સાસુનું વહુ પર નિયંત્રણ તેમને પસંદ નહતું.
  - અંતે સાસુથી પરેશાન રુપા અને દીપિકાએ તેને મારવા માટેનો પ્લાન બનાવી દીધો હતો. તે માટે તેઓ સતત મોકો શોધતી હતી. રુપા પતિની સાથે બુરહાનપુરમાં રહેતી હતી, જ્યારે દીપિકા સાસુની સાથે નેપાનગરમાં રહેતી હતી. 28 ફેબ્રુઆરીએ સસરા ઓફિસ અને બંનેના પતિ ભોપાલ ગયા હતા. આ સમયે દીપિકાએ રુપાને ફોન કરીને તેના ઘરે બોલાવી લીધી હતી. ફોન આવતા જ રુપા નેપાનગર જવા રવાના થઈ ગઈ હતી. તે માટે તેણે 700 રૂપિયામાં સ્પેશિયલ ગાડી પણ કરી હતી. રુપાએ નેપાગનર પહોંચતા જ 500 મીટર દૂર ગાડી રોકાવી દીધી હતી અને ત્યાંથી તે ચાલતી ઘરે પહોંચી હતી.
  - રુપાએ જાણી જોઈને જ તેનો ફોન બુરહાનપુર મુકી દીધો હતો તેથી તેનો ફોન ટ્રેસ કરવામાં આવે તો તેમાં બુરહાનપુર જ ટ્રેસ થાય. અચાનક વહુને આવેલી જોઈને સાસુ યોગિતા તેની સાથે વાતો કરવા લાગી ગઈ. રુપા એને વાતો કરવાતી રહી તે દરમિયાન દીપિકાએ પાછળથી યોગિતાના માથા ઉપર વજનદાર દસ્તો માર્યો. ત્યારપછી બંને વહુઓએ સાસુને પૈસા અને દાગીના વિશે બધુ પૂછી લીધું. યોગિતા બચી ન જાય તે માટે ફરી તેમણે તેનું ગળુ દબાવ્યું અને તે મરી ન જાય ત્યાં સુધી તેના માથા ઉપર દસ્તાથી હુમલો કર્યો.

  આ રીતે થયો ઘટનાનો ખુલાસો


  - પોલીસે બંને બહેનોની પૂછપરછ કરી અને ત્યારપછી શંકા વધતા તેમણે બંનેની કોલ ડિટેલ પણ ચેક કરી હતી. કોલ ડિટેલમાં ખબર પડી કે હત્યા પહેલાં તે બંનેએ ઘણી લાંબી વાત કરી હતી. શંકાના આધારે તેમણે દીપિકાની ધરપકડ કરીને પૂછપરછ કરી. પોલીસ પૂછપરછમાં બંને બહેનોએ તેમનો ગુનો કબુલી લીધો હતો.

  વહુઓએ પોલીસને કહી હતી આ વાર્તા


  - 28 ફેબ્રુઆરીએ નેપાનગરમાં બાઈક પર બે યુવકો સોફાના કવર વેચવા માટે આવ્યા હતા. સાસુ યોગિતા અને દીપિકાએ તેમને કવર ખરીદવા માટે બોલાવ્યા હતા. ત્યારે યુવકોએ દીપિકા પાસે પાણી માગ્યું. જ્યારે દીપિકા તેમના માટે પાણી લઈને આવી તો યોગિતા તે સોફાના કવર વેચતા યુવકો સાથે ઝઘડો કરી રહી હતી. ઝઘડો વધતા બંને યુવકોએ યોગિતાના માથામાં લોખંડનો રૉડ મારી દીધો હતો અને તેના કારણે યોગિતાનું મોત થઈ ગયું. આ જોઈને દીપિકા પણ ગભરાઈને બેભાન થઈ ગઈ હતી. તે બદમાશોએ ઘરમાંથી રૂ બે લાખ અને સાસુ-વહુના દાગીના લૂંટીને ભાગી ગયા હતા.

  આ કારણથી પોલીસને થઈ શંકા


  - એસપી પંકજ શ્રીવાસ્તવે જણાવ્યું કે, 55 વર્ષની યોગિતાના ગળા પર ફાંસીના ફંદા જેવા નિશાન દેખાતા હતા. તેથી એવી શંકા થઈ કે પહેલાં યોગિતાની હત્યા કરવામાં આવી છે અને પછી તેના માથા ઉપર હુમલો કરવામાં આવ્યો છે. જ્યારે વહુઓનું કહેવું હતું કે, સોફા કવર વેચવા આવેલા યુવકોએ તેની હત્યા કરી હતી, પરંતુ વહુના શરીર પર ક્યાંય ઈજાના નિશાન નહતા. તે ઉપરાંત પોલીસ પૂછપરછમાં સોસાયટીના કોઈ વ્યક્તિએ સોફા કવર વેચવા આવેલા યુવકોને જોયા નહતા અને તે પછી પણ વહુના કહ્યા પ્રમાણે જે માર-ઝૂડ ચાલી તે વિશે પણ કોઈને ખબર નથી. દરવાજામાં અંદરની બાજુ આંગળીઓના લોહીના નિશાન જોવા મળ્યા છે, જ્યારે દીપિકા પાણી લેવા માત્ર 10 ફૂટના અંતરે જ ગઈ હતી.

  આગળની સ્લાઈડમાં જુઓ ઘટના સંબંધિત અન્ય તસવીરો

 • Yogita Murder case in Nepalganj, Two Grand children murdered mother-in-law
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
  પોલીસે બંને વહુઓની ધરપકડ કરી લીધી છે
 • Yogita Murder case in Nepalganj, Two Grand children murdered mother-in-law
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  સાસુની રોક-ટોકથી વહુ કંટાળી હતી
 • Yogita Murder case in Nepalganj, Two Grand children murdered mother-in-law
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  ઘટના સ્થળે તપાસ કરતી પોલીસ
 • Yogita Murder case in Nepalganj, Two Grand children murdered mother-in-law
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  પોલીસ પૂછપરછમાં થયો સમગ્ર ઘટનાનો ખુલાસો
 • Yogita Murder case in Nepalganj, Two Grand children murdered mother-in-law
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  મૃતક સાસુ યોગિતા
 • Yogita Murder case in Nepalganj, Two Grand children murdered mother-in-law
  યોગિતા તેના પતિ અને પૌત્ર સાથે
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ