ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Two Days Tour Of Amit Shah At Karnatka

  કર્ણાટકમાં લિંગાયત રાજકારણ : મત માટે શાહ સૌથી મોટા મઠમાં દંડવત થયા

  Bangluru | Last Modified - Mar 26, 2018, 11:51 PM IST

  મઠો મારફત લિંગાયત ધર્મગુરુઓના મન ફંફોસવાનો અમિત શાહનો પ્રયાસ
  • કર્ણાટકમાં લિંગાયત રાજકારણ : મત માટે શાહ સૌથી મોટા મઠમાં દંડવત થયા
   કર્ણાટકમાં લિંગાયત રાજકારણ : મત માટે શાહ સૌથી મોટા મઠમાં દંડવત થયા

   બેંગ્લુરુ: કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં લિંગાયત મતદારોને રિઝવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બાદ હવે ભાજપ અધ્યક્ષ અમિત શાહ કર્ણાટક પહોંચ્યા છે. પોતાના બે દિવસના પ્રવાસના પહેલા દિવસે તે તુમકુર સ્થિત લિંગાયતોના સૌથી મોટા મઠ સિદ્ધગંગા પહોંચ્યા. અહીં તેમણે સંત શ્રી શ્રી શિવકુમાર સ્વામીને દંડવત પ્રમાણ કરી આશીર્વાદ મેળવ્યા. સ્વામીને લિંગાયત સમાજના લોકો ભગવાનનો દરજ્જો આપે છે. ત્યાર બાદ શાહ શિવમોગ્ગાના બેક્કીનક્કલ મઠ પણ ગયા.

   હકીકતમાં લિંગાયત મઠોના પ્રવાસ મારફત ભાજપ અધ્યક્ષ ધર્મગુરુના મન જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. કારણ કે કર્ણાટકની કોંગ્રેસ સરકાર પહેલા લિંગાયત સમાજને લઘુમતી ધર્મનો દરજ્જો આપવાની દરખાસ્ત કેન્દ્ર સરકારને મોકલી ચૂકી છે. આ અંગે હજી સુધી કેન્દ્ર તરફથી રાજ્ય સરકારને કોઈ જવાબ અપાયો નથી. તેથી સિદ્ધારમૈયા રાજ્યમાં લિંગાયતોને ચૂંટણી મુદ્દો બનાવી રહ્યા છે. આ સિવાય શાહ મઠોના પ્રવાસથી એ સંદેશ આપવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે કે ભાજપ લિંગાયતો સાથે પહેલાની જેમ આજે પણ છે.

   જે મઠોએ સિદ્ધારમૈયાને સમર્થન આપ્યું શાહ ત્યાં જઈ રહ્યા છે


   અમિત શાહ દાવણગેરે અને ચિત્રદુર્ગા જિલ્લામાં પણ લિંગાયત અને દલિત મઠોમાં જશે. ચિત્રદુર્ગામાં વર્તમાન મઠ અંદાજે 300 વર્ષ પહેલાં બન્યો હતો. તે મધ્ય કર્ણાટકનો સૌથી મોટો લિંગાયત મઠ છે. આ બધા એ આધ્યાત્મિક સંગઠન છે જેમણે લિંગાયતોને અલગ ધર્મનો દરજ્જો આપવાના સિદ્ધારમૈયા સરકારના નિર્ણયનું સમર્થન કર્યું છે. એવામાં ભાજપને ડર છે કે આ મઠોના અનુયાયી પક્ષથી દૂર થઈ શકે છે.

   કોંગ્રેસ લિંગાયતોને ધર્મનો દરજ્જો આપવાનું બિલ લાવી છે


   સિદ્ધારમૈયાના નેતૃત્વવાળી કર્ણાટકની કોંગ્રેસ સરકારે લિંગાયત-વીરશૈવ સમાજને પોતાની તરફેણમાં લાવવા માટે તેમને ધાર્મિક લઘુમતીનો દરજ્જો આપવાના નિર્ણયને રાજ્ય કેબિનેટે મંજૂરી આપી દીધી છે. તેને સિદ્ધારમૈયાનો વિધાનસભા ચૂંટણી પહેલા માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે કારણ કે રાજ્યમાં અંદાજે 17 ટકા લિંગાયત મતદારો છે. તેમને હંમેશાથી ભાજપના પરંપરાગત મતદારો માનવામાં આવ્યા છે.

   શું કરે છે : પક્ષને બૂથ સ્તર પર મજબૂત કરવાની વ્યૂહરચના


   શાહ બે દિવસમાં બૂથ સ્તરના કાર્યકરો સિવાય સામાજિક સંગઠનોની પણ મુલાકાત લેશે. વિવિધ વર્ગોના પ્રતિનિધિમંડળોને મળશે. રાજ્યમાં પક્ષની વ્યૂહરચનાને અંતિમ રૂપ આપશે. આશય રાજ્યમાં બૂથ સંગઠનને મજબૂત કરવાનો છે.

   શા માટે કરે છે : 100 બેઠકો પર લિંગાયત મતદારો અસર કરી શકે


   કર્ણાટક વિધાનસભામાં 224 બેઠકો. 100 બેઠકો પર લિંગાયત મતદારોનો પ્રભાવ છે. 55 વર્તમાન ધારાસભ્ય આ સમાજના છે. પક્ષો લિંગાયત મતદારો પર ફોકસ કરી રહ્યા છે. 2013માં કોંગ્રેસે લિંગાયતોને અલગ ધર્મનો દરજ્જો આપવાની માગ ફગાવી હતી.

   સમીકરણ : રાજ્યમાં 87 ટકા હિન્દુ છે, તેથી મંદિર-મઠ દર્શન


   રાજ્યમાં અંદાજે 87 ટકા મતદારો હિન્દુ છે. તેથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ અહીં મંદિરો અને મઠોનાં દર્શન માટે પહોંચી રહ્યા છે. રાહુલ ચાર વખત કર્ણાટક આવી ગયા છે. તે 15 મંદિરોમાં દર્શન કરી ચૂક્યા છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Two Days Tour Of Amit Shah At Karnatka
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top