ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Desh» સંપત્તિ વિવાદમાં મોટા ભાઈએ કરી નાના ભાઈની હત્યા| Elder Brother killed younger brother

    સંપત્તિ વિવાદમાં મોટા ભાઈએ કરી નાના ભાઈની હત્યા, પછી આત્મહત્યાનો કર્યો પ્રયત્ન

    divyabhaskar.com | Last Modified - Apr 07, 2018, 02:33 PM IST

    બિરાજપુર ગામમાં શુક્રવારે સવારે બે ભાઈઓ વચ્ચે લોહિયાળ મારા મારી થઈ હતી
    • સંપત્તિ વિવાદમાં મોટા ભાઈએ કરી નાના ભાઈની હત્યા, રોતા કકળતા પરિવારજનો
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      સંપત્તિ વિવાદમાં મોટા ભાઈએ કરી નાના ભાઈની હત્યા, રોતા કકળતા પરિવારજનો

      ધનબાદ: બખડ્ડાના બિરાજપુર ગામમાં શુક્રવારે સવારે બે ભાઈઓ વચ્ચે લોહિયાણ મારા-મારી થઈ હતી. આ ઘટનામાં મોટા ભાઈએ નાના ભાઈ ઉપર તલવારથી હુમલો કરી દીધો હતો. સારવાર દરમિયાન નાના ભાઈનું મોત થઈ ગયું હતું. ઝઘડામાં વચ્ચે આવેલી નાના ભાઈની સાસુ ઉપર પણ મોટાભાઈએ જીવલેણ હુમલો કર્યો હતો. ત્યારપછી મોટો ભાઈ તેનો જીવ આપવા માટે ફાંસીના ફંદે લટકી ગયો હતો પરંતુ તેને બચાવી લેવામાં આવ્યો છે. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે ત્રણેયને પીએમસીએચમાં દાખલ કર્યા છે.

      મકાનના કારણે થયો હતો વિવાદ

      - ઘાયલની ઓળખ સંતોષ મહતો (મોટોભાઈ), પ્રેમરામ ઉર્ફે પિંટો (નાના ભાઈને) અને ચિંતા દેવી (પિંટોની સાસુ) ઉપર હુમલો કર્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે સંતોષના ત્રણ ભાઈઓ છે અને બધા સાથે રહે છે. ત્રણેયે ભેગા થઈને બે માળનું મકાન બનાવ્યું હતું. પરંતુ સંતોષે બંને ભાઈઓને માત્ર એક એક રૂમ આપ્યો હતો. બાકીના રૂમમાં તેણે તાળુ લગાવી દીધું હતું. આ વાતના કારણે ઘણી વાર ત્રણેય ભાઈઓની વચ્ચે વિવાદ થતો હતો.

      તલવારથી કર્યો હુમલો

      સવારે સંતોષ મહતો ઘરની બહાર બેઠા બેઠા તેના વચલા ભાઈ પ્રેમરામ સાથે આ વિશે વાતચીત કરી રહ્યો હતો. આ દરમિયાન જ તેમની વચ્ચે ઝઘડો શરૂ થઈ ગયો હતો. ઝઘડો વધતા સંતોષ અચાનક દોડીને અંદર આવ્યો અને પછી તલવાર લઈને આવ્યો અને તેણે તુરંત પ્રેમરામ પર હુમલો કરી દીધો હતો. પ્રેમ રાવ ત્યાં જ પડી ગયો હતો અને ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો. તેને તુરંત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ ત્યાં જ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

      સંતોષ પહેલાં પણ કરી ચૂક્યો છે એક હત્યા

      - સંતોષ અને નાના ભાઈ વચ્ચે ઝઘડો થતા પિંટોની સાસુ ચિંતા દેવી પણ તેમની વચ્ચે આવી હતી. ત્યારે સંતોષે તેની સાથે પણ મારઝૂડ કરી લીધી હતી. પિંટોને ગંભીર રીતે ઘાયલ કરી દીધા પછી સંતોષ પણ ઘરમાં ફાંસીના ફંદા ઉપર લટકી ગયો હતો. પરંતુ ઘરમાં હાજર બાકીના લોકોએ તેને બચાવી લીધો હતો. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી દીધી હતી. સંતોષ આ પહેલાં પણ એક મર્ડર કેસમાં સામેલ હતો અને અત્યારે જામીન પર હતો.

      આગળની સ્લાઈડમાં જુઓ અન્ય ઘટના સંબંધિત તસવીરો

    • મૃતકની સાસુ પણ ઘાયલ થઈ
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      મૃતકની સાસુ પણ ઘાયલ થઈ

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: સંપત્તિ વિવાદમાં મોટા ભાઈએ કરી નાના ભાઈની હત્યા| Elder Brother killed younger brother
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top