ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Twit of Rahul Gandhi on book exam warriors written by PM Modi regard of Paper leak

  બાળકો અને પેરેન્ટ્સ માટે હવે મોદી લખશે 'એક્ઝામ વોરિયર્સ-2'- રાહુલ

  divyabhaskar.com | Last Modified - Mar 30, 2018, 06:00 PM IST

  સીબીએસઇ પેપર લીક મામલે રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી પર તેમના પુસ્તક 'એક્ઝામ વોરિયર્સ'ના બહાને કટાક્ષ કર્યો છે
  • રાહુલે કહ્યું હતું કે મોદી એક વીક (નબળા) ચોકીદાર છે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   રાહુલે કહ્યું હતું કે મોદી એક વીક (નબળા) ચોકીદાર છે. (ફાઇલ)

   નવી દિલ્હી: સીબીએસઇ પેપર લીક મામલે રાહુલ ગાંધીનરેન્દ્ર મોદી પર તેમના પુસ્તક 'એક્ઝામ વોરિયર્સ'ના બહાને કટાક્ષ કર્યો છે. રાહુલે શુક્રવારે કહ્યું કે પેપર લીક થયા બાદ થનારા સ્ટ્રેસનો સામનો બાળકો અને તેમના માતા-પિતા કેવી રીતે કરે? તેના પર પીએમ મોદી એક બીજું પુસ્તક એક્ઝામ વોરિયર્સ- 2 લખશે. આ પહેલા રાહુલે કહ્યું હતું કે મોદી એક વીક (નબળા) ચોકીદાર છે.

   એક્ઝામ વોરિયર્સ- 2 પુસ્તક લખશે મોદી

   - રાહુલે ટ્વિટમાં લખ્યું, એક્ઝામ વોરિયર્સ-2 તે વિદ્યાર્થીઓ અને માતા-પિતાને ટિપ્સ આપશે, જેમની જિંદગી એક્ઝામ પેપર લીક થવાને કારણે બરબાદ થઇ રહી છે.

   - ઉલ્લેખનીય છે કે મોદીએ પોતાના 'એક્ઝામ વોરિયર્સ' નામના પુસ્તકમાં બાળકોને પરીક્ષા દરમિયાન થતા તણાવથી બચવા માટે ટિપ્સ આપી છે. આ પુસ્તકમાં બાળકોને સ્ટ્રેસ વગર એક્ઝામ આપવા માટે 25 મંત્રો અને ઘણા યોગ પણ જણાવવામાં આવ્યા છે.

   ટ્વિટથી PM પર સાધ્યું હતું નિશાન

   - ગુરૂવારે સવારે રાહુલે ટ્વીટ કર્યું કે, "ડેટા લીક, આધાર લીક, SSC Exam લીક, Election Date લીક, CBSE પેપર્સ લીક, દરેક વસ્તુમાં લીક છે, ચોકીદાર વીક છે"

   - રાહુલે પોતાના ટ્વીટની સાથે 'બસ એક વર્ષ વધુ' હેશટેગનો ઉપયોગ પણ કર્યો છે.

   ટ્વિટર પર એક્ટિવ છે રાહુલ

   - ગુજરાત વિધાનસભા ચૂંટણી બાદથી રાહુલ ગાંધી ટ્વિટર પર ઘણાં જ સક્રિય છે. તે ભાજપને દરેક મુદ્દે ઘેરવાના પ્રયાસો કરી રહી છે. હાલમાં જ તેઓએ પોતાના ટ્વિટર એકાઉન્ટ @ OfficeOfRGનું નામ બદલીને @RahulGandhi રાખ્યું છે.

   - મે માસમાં કર્ણાટકની ચૂંટણી છે. એવામાં રાહુલે સરકાર પર હુમલાઓ વધુ તેજ કરી દીધાં છે.

  • મોદીએ પોતાના 'એક્ઝામ વોરિયર્સ' નામના પુસ્તકમાં બાળકોને પરીક્ષા દરમિયાન થતા તણાવથી બચવા માટે ટિપ્સ આપી છે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   મોદીએ પોતાના 'એક્ઝામ વોરિયર્સ' નામના પુસ્તકમાં બાળકોને પરીક્ષા દરમિયાન થતા તણાવથી બચવા માટે ટિપ્સ આપી છે. (ફાઇલ)

   નવી દિલ્હી: સીબીએસઇ પેપર લીક મામલે રાહુલ ગાંધીનરેન્દ્ર મોદી પર તેમના પુસ્તક 'એક્ઝામ વોરિયર્સ'ના બહાને કટાક્ષ કર્યો છે. રાહુલે શુક્રવારે કહ્યું કે પેપર લીક થયા બાદ થનારા સ્ટ્રેસનો સામનો બાળકો અને તેમના માતા-પિતા કેવી રીતે કરે? તેના પર પીએમ મોદી એક બીજું પુસ્તક એક્ઝામ વોરિયર્સ- 2 લખશે. આ પહેલા રાહુલે કહ્યું હતું કે મોદી એક વીક (નબળા) ચોકીદાર છે.

   એક્ઝામ વોરિયર્સ- 2 પુસ્તક લખશે મોદી

   - રાહુલે ટ્વિટમાં લખ્યું, એક્ઝામ વોરિયર્સ-2 તે વિદ્યાર્થીઓ અને માતા-પિતાને ટિપ્સ આપશે, જેમની જિંદગી એક્ઝામ પેપર લીક થવાને કારણે બરબાદ થઇ રહી છે.

   - ઉલ્લેખનીય છે કે મોદીએ પોતાના 'એક્ઝામ વોરિયર્સ' નામના પુસ્તકમાં બાળકોને પરીક્ષા દરમિયાન થતા તણાવથી બચવા માટે ટિપ્સ આપી છે. આ પુસ્તકમાં બાળકોને સ્ટ્રેસ વગર એક્ઝામ આપવા માટે 25 મંત્રો અને ઘણા યોગ પણ જણાવવામાં આવ્યા છે.

   ટ્વિટથી PM પર સાધ્યું હતું નિશાન

   - ગુરૂવારે સવારે રાહુલે ટ્વીટ કર્યું કે, "ડેટા લીક, આધાર લીક, SSC Exam લીક, Election Date લીક, CBSE પેપર્સ લીક, દરેક વસ્તુમાં લીક છે, ચોકીદાર વીક છે"

   - રાહુલે પોતાના ટ્વીટની સાથે 'બસ એક વર્ષ વધુ' હેશટેગનો ઉપયોગ પણ કર્યો છે.

   ટ્વિટર પર એક્ટિવ છે રાહુલ

   - ગુજરાત વિધાનસભા ચૂંટણી બાદથી રાહુલ ગાંધી ટ્વિટર પર ઘણાં જ સક્રિય છે. તે ભાજપને દરેક મુદ્દે ઘેરવાના પ્રયાસો કરી રહી છે. હાલમાં જ તેઓએ પોતાના ટ્વિટર એકાઉન્ટ @ OfficeOfRGનું નામ બદલીને @RahulGandhi રાખ્યું છે.

   - મે માસમાં કર્ણાટકની ચૂંટણી છે. એવામાં રાહુલે સરકાર પર હુમલાઓ વધુ તેજ કરી દીધાં છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Twit of Rahul Gandhi on book exam warriors written by PM Modi regard of Paper leak
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top