આ યુવતીએ PM મોદીને કર્યું ટ્વિટ- 'દેશ માટે રમીએ છીએ, કીડા-મંકોડા ન સમજો'

વિકલાંગોને હવે દિવ્યાંગો કહેવામાં આવે છે, પરંતુ આ સન્માનજનક સંબોધનથી તેમની મુશ્કેલીઓ સહેજ પણ ઓછી થઇ નથી

divyabhaskar.com | Updated - Mar 26, 2018, 04:22 PM
18મી નેશનલ પેરા એથલિટ ચેમ્પિયનશીપમાં દેશના અલગ-અલગ રાજ્યોમાંથી હિસ્સો લેવા પહોંચેલા અનેક દિવ્યાંગ ખેલાડીઓ સાથે દુર્વ્યવહાર થઇ રહ્યો છે.
18મી નેશનલ પેરા એથલિટ ચેમ્પિયનશીપમાં દેશના અલગ-અલગ રાજ્યોમાંથી હિસ્સો લેવા પહોંચેલા અનેક દિવ્યાંગ ખેલાડીઓ સાથે દુર્વ્યવહાર થઇ રહ્યો છે.

વિકલાંગોને હવે દિવ્યાંગો કહેવામાં આવે છે, પરંતુ આ સન્માનજનક સંબોધનથી તેમની મુશ્કેલીઓ સહેજ પણ ઓછી થઇ નથી. આનું તાજું ઉદાહરણ પંચકૂલાના તાઉ દેવીલાલ ખેલ પરિસરમાં જોવા મળી. અહીંયા આયોજિત 18મી નેશનલ પેરા એથલિટ ચેમ્પિયનશીપમાં દેશના અલગ-અલગ રાજ્યોમાંથી હિસ્સો લેવા પહોંચેલા અનેક દિવ્યાંગ ખેલાડીઓ સાથે દુર્વ્યવહાર થઇ રહ્યો છે. ઇન્ટરનેશનલ દિવ્યાંગ ખેલાડી સુવર્ણા રાજે આ બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટ્વિટ કરીને કહ્યું કે, "અમે લોકો દેશ માટે રમીએ છીએ, અમને કીડા-મંકોડા ન સમજો."

ચંદીગઢ: વિકલાંગોને હવે દિવ્યાંગો કહેવામાં આવે છે, પરંતુ આ સન્માનજનક સંબોધનથી તેમની મુશ્કેલીઓ સહેજ પણ ઓછી થઇ નથી. આનું તાજું ઉદાહરણ પંચકૂલાના તાઉ દેવીલાલ ખેલ પરિસરમાં જોવા મળી. અહીંયા આયોજિત 18મી નેશનલ પેરા એથલિટ ચેમ્પિયનશીપમાં દેશના અલગ-અલગ રાજ્યોમાંથી હિસ્સો લેવા પહોંચેલા અનેક દિવ્યાંગ ખેલાડીઓ સાથે દુર્વ્યવહાર થઇ રહ્યો છે. ઇન્ટરનેશનલ દિવ્યાંગ ખેલાડી સુવર્ણા રાજે આ બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટ્વિટ કરીને કહ્યું કે, "અમે લોકો દેશ માટે રમીએ છીએ, અમને કીડા-મંકોડા ન સમજો."

દિલ્હીથી પેરા એથલેટિક મીટમાં હિસ્સો લેવા પહોંચી સુવર્ણા રાજ

- રવિવારે દિલ્હીથી પેરા એથલેટિક મીટમાં હિસ્સો લેવા પહોંચેલી ઇન્ટરનેશનલ દિવ્યાંગ ખેલાડી સુવર્ણા રાજે આ બાબતે ખુલાસો કર્યો. સુવર્ણાએ જણાવ્યું કે તેઓ દિલ્હીથી આ ઇવેન્ટમાં હિસ્સો લેવા માટે શનિવારે બપોરે ત્રણ વાગે પંચકૂલામાં પહોંચી ગઇ હતી, પરંતુ ત્યાં તેમને જ્યાં ઉતારો આપવામાં આવ્યો છે, ત્યાં શૌચાલયનો ગેટ એટલો નાનો છે કે ત્યાં કોઇપણ દિવ્યાંગ ખેલાડી શૌચાલયની અંદર વ્હીલચેર લઇને નથી જઇ શકતું.

- સુવર્ણાએ જણાવ્યું કે આ કારણે તે બપોરના ત્રણ વાગ્યાથી રાતના બાર વાગ્યા સુધી શૌચાલય નથી જઇ શકી. મોડી રાતે તે સડક પર ઉતરી તો આયોજકોએ આ મામલાને દબાવી દેવા માટે પંચકૂલા સેક્ટર-14માં શનિવારની રાતે જ વ્યવસ્થા કરાવડાવી. ત્યારે તેમને કંઇક રાહત મળી શકી.
- ત્યારબાદ દિવ્યાંગ સુવર્ણા રાજે રવિવારની સવારે પીએમને ટ્વિટ કરીને પોતાની મુશ્કેલીઓ અંગે જાણકારી આપી.
- તેમનું કહેવું છે કે આટલા મોટા આયોજનમાં ફક્ત તેઓ જ નહીં પરંતુ અનેક ખેલાડીઓ હેરાન થઇ રહ્યા છે. સુવર્ણા રાજે 'રાઇટ્સ ઓફ પર્સન વિથ ડિસએબિલિટી બિલ 2016' નું ઉદાહરણ આપીને કહ્યું કે દિવ્યાંગ ખેલાડીઓની સાથે પારકાઓ જેવો વ્યવહાર કરવામાં આવે છે અને તેમને જમીન પર ફરતા કીડા-મંકોડાઓની જેમ ટ્રીટ કરવામાં આવે છે.
- આ ખેલાડીઓ માટે ન તો પૂરતા શૌચાલયો છે અને ન તો રહેવાની સુવિધાઓના નિયમો તેમને અનુકૂળ છે.

આગળની સ્લાઇડમાં વાંચો, હરિયાણા સીએમએ કહ્યું કે જાણકારી મળતાં જ કરીશું સમસ્યાનું સમાધાન

ઇન્ટરનેશનલ પેરા એથલિટ સુવર્ણા રાજ.
ઇન્ટરનેશનલ પેરા એથલિટ સુવર્ણા રાજ.

જાણકારી મળતાં જ કરીશું સમસ્યાનું સમાધાન: સીએમ

 

- 18મી નેશનલ પેરા એથલેટિક ચેમ્પિયનશીપમાં મુખ્ય મહેમાન તરીકે પહોંચેલા હરિયાણાના મુખ્યમંત્રીને પૂછવામાં આવ્યું કે એક દિવ્યાંગ ખેલાડી સુવર્ણા રાજે પીએમને ટ્વિટ કરીને ફરિયાદ આપી છે કે પેરા એથલેટિક મીટમાં ખેલાડીઓને જે સુવિધાઓ મળવી જોઇએ તે મળી નથી રહી. તેના પર સીએમ એ કહ્યું કે તેમને આ સંબંધે આવી કોઇ ફરિયાદ મળી નથી. જો મામલો તેમની જાણમાં આવશે તો એવી સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવશે. 

 

આગળની સ્લાઇડમાં વાંચો, ટ્રેનમાં દિવ્યાંગ કોટામાં અપર બર્થ મળવાનો કર્યો હતો વિરોધ

સુવર્ણાએ જણાવ્યું કે આ કારણે તે બપોરના ત્રણ વાગ્યાથી રાતના બાર વાગ્યા સુધી શૌચાલય નથી જઇ શકી.
સુવર્ણાએ જણાવ્યું કે આ કારણે તે બપોરના ત્રણ વાગ્યાથી રાતના બાર વાગ્યા સુધી શૌચાલય નથી જઇ શકી.
હરિયાણા સીએમએ કહ્યું કે જો મામલો તેમની જાણમાં આવશે તો એવી સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવશે.
હરિયાણા સીએમએ કહ્યું કે જો મામલો તેમની જાણમાં આવશે તો એવી સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવશે.
સુવર્ણાએ પીએમને કરેલી ટ્વિટ.
સુવર્ણાએ પીએમને કરેલી ટ્વિટ.
રવિવારે દિલ્હીથી પેરા એથલેટિક મીટમાં હિસ્સો લેવા સુવર્ણા રાજ દિલ્હીથી પહોંચી હતી.
રવિવારે દિલ્હીથી પેરા એથલેટિક મીટમાં હિસ્સો લેવા સુવર્ણા રાજ દિલ્હીથી પહોંચી હતી.

ટ્રેનમાં દિવ્યાંગ કોટામાં અપર બર્થ મળવાનો કર્યો હતો વિરોધ

 

- દિલ્હીની શાહદરા નિવાસી ઇન્ટરનેશનલ પેરા એથ્લીટ સુવર્ણા રાજે આ પહેલા પણ ટ્રેનમાં દિવ્યાંગ કોટામાં બર્થ ન મળવાનો વિરોધ કરી ચૂકી છે. 2017માં રેલવેની મુસાફરી દરમિયાન તેમને અપર બર્થ અલોટ કરી દેવામાં આવી હતી. જેના કારણે તેમને આખી રાત ટ્રેનની ફરસ પર બેસીને મુસાફરી કરવી પડી હતી. 

- આ દરમિયાન સુવર્ણાએ ટીટીથી લઇને મંત્રી સુધીના લોકોને ફરિયાદ કરી હતી. પરંતુ તેમની મદદ માટે કોઇ આગળ આવ્યું ન હતું.
- સુવર્ણાની માંગ પણ એકદમ યોગ્ય હતી કે એક વ્હીલચેર પર બેઠેલી દિવ્યાંગ મહિલા ટ્રેનના અપર બર્થ પર કેવી રીતે બેસી શકે છે. જ્યારે સુવર્ણાએ દિવ્યાંગ કોટામાં બર્થ બુક કરાવી હતી. રેલમંત્રીએ ટ્વિટ પછી તપાસના આદેશ આપ્યા હતા. 

દિલ્હીની શાહદરા નિવાસી ઇન્ટરનેશનલ પેરા એથ્લીટ સુવર્ણા રાજે આ પહેલા પણ ટ્રેનમાં દિવ્યાંગ કોટામાં બર્થ ન મળવાનો વિરોધ કરી ચૂકી છે.
દિલ્હીની શાહદરા નિવાસી ઇન્ટરનેશનલ પેરા એથ્લીટ સુવર્ણા રાજે આ પહેલા પણ ટ્રેનમાં દિવ્યાંગ કોટામાં બર્થ ન મળવાનો વિરોધ કરી ચૂકી છે.
X
18મી નેશનલ પેરા એથલિટ ચેમ્પિયનશીપમાં દેશના અલગ-અલગ રાજ્યોમાંથી હિસ્સો લેવા પહોંચેલા અનેક દિવ્યાંગ ખેલાડીઓ સાથે દુર્વ્યવહાર થઇ રહ્યો છે.18મી નેશનલ પેરા એથલિટ ચેમ્પિયનશીપમાં દેશના અલગ-અલગ રાજ્યોમાંથી હિસ્સો લેવા પહોંચેલા અનેક દિવ્યાંગ ખેલાડીઓ સાથે દુર્વ્યવહાર થઇ રહ્યો છે.
ઇન્ટરનેશનલ પેરા એથલિટ સુવર્ણા રાજ.ઇન્ટરનેશનલ પેરા એથલિટ સુવર્ણા રાજ.
સુવર્ણાએ જણાવ્યું કે આ કારણે તે બપોરના ત્રણ વાગ્યાથી રાતના બાર વાગ્યા સુધી શૌચાલય નથી જઇ શકી.સુવર્ણાએ જણાવ્યું કે આ કારણે તે બપોરના ત્રણ વાગ્યાથી રાતના બાર વાગ્યા સુધી શૌચાલય નથી જઇ શકી.
હરિયાણા સીએમએ કહ્યું કે જો મામલો તેમની જાણમાં આવશે તો એવી સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવશે.હરિયાણા સીએમએ કહ્યું કે જો મામલો તેમની જાણમાં આવશે તો એવી સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવશે.
સુવર્ણાએ પીએમને કરેલી ટ્વિટ.સુવર્ણાએ પીએમને કરેલી ટ્વિટ.
રવિવારે દિલ્હીથી પેરા એથલેટિક મીટમાં હિસ્સો લેવા સુવર્ણા રાજ દિલ્હીથી પહોંચી હતી.રવિવારે દિલ્હીથી પેરા એથલેટિક મીટમાં હિસ્સો લેવા સુવર્ણા રાજ દિલ્હીથી પહોંચી હતી.
દિલ્હીની શાહદરા નિવાસી ઇન્ટરનેશનલ પેરા એથ્લીટ સુવર્ણા રાજે આ પહેલા પણ ટ્રેનમાં દિવ્યાંગ કોટામાં બર્થ ન મળવાનો વિરોધ કરી ચૂકી છે.દિલ્હીની શાહદરા નિવાસી ઇન્ટરનેશનલ પેરા એથ્લીટ સુવર્ણા રાજે આ પહેલા પણ ટ્રેનમાં દિવ્યાંગ કોટામાં બર્થ ન મળવાનો વિરોધ કરી ચૂકી છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App