ન્યૂઝ એન્કરે કરી આત્મહત્યા, સુસાઈડ નોટમાં લખ્યું- મારું મગજ જ મારું દુશ્મન

હૈદરાબાદમાં એક ન્યૂઝ એન્કરે ડિપ્રેશનના કારણે આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે

divyabhaskar.com | Updated - Apr 02, 2018, 10:37 AM
ડિપ્રેશનના કારણે ન્યૂઝ એન્કરે કરી આત્મહત્યા
ડિપ્રેશનના કારણે ન્યૂઝ એન્કરે કરી આત્મહત્યા

હૈદરાબાદમાં એક ન્યૂઝ એન્કરની આત્મહત્યાનો કિસ્સો સામે આવ્યો છે. 36 વર્ષની ન્યૂઝ એન્કર રાધિકા રેડ્ડીએ રવિવારે રાતે પાંચમાં ફ્લોર પર આવેલા તેના ઘરેથી કુદીને આત્મહત્યા કરી લીધી છે. રાધિકાના પર્સમાંથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે.

હૈદરાબાદ: હૈદરાબાદમાં એક ન્યૂઝ એન્કરની આત્મહત્યાનો કિસ્સો સામે આવ્યો છે. 36 વર્ષની ન્યૂઝ એન્કર રાધિકા રેડ્ડીએ રવિવારે રાતે પાંચમાં ફ્લોર પર આવેલા તેના ઘરેથી કુદીને આત્મહત્યા કરી લીધી છે. રાધિકાના પર્સમાંથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે રાધિકા ડિપ્રેશનમાં હોવાના કારણે તેણે આત્મહત્યા કરી લીધી છે.

સુસાઈડ નોટમાં લખ્યું- મારું મગજ જ મારું દુશ્મન

- રાધિકાની આત્મહત્યાની માહિતી મળતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
- પોલીસને તપાસ દરમિયાન રાધિકાના બેગમાંથી એક સુસાઈડ નોટ મળી આવી છે.
- સુસાઈડ નોટમાં રાધિકાએ લખ્યું છે કે, મારું મગજ જ મારું દુશમન છે.
- પોલીસના જણાવ્યા પ્રમાણે ટીવી એન્કર ડિપ્રેશનમાં હોવાથી તેણે આત્મહત્યા કરી છે.
- કુક્કટપલ્લી પોલીસ સ્ટેશન અધિકારીએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું છે કે, રાધિકા રેડ્ડીએ ઓફિસથી ઘરે આવ્યાને થોડી વાર પછી જ આત્મહત્યા કરી લીધી છે.
- રાધિકાએ તેના ટેરેસ પરથી છલાંગ લગાવીને આત્મહત્યા કરી લીધી છે.

ડિવોર્સી હતી રાધિકા, 14 વર્ષનો છે દીકરો


- રાધિકાએ છત ઉપરથી છલાંગ લગાવી હોવાથી તેના માથામાં ઘણી ઈજા થઈ હતી અને પગમાં મલ્ટી ફ્રેક્ચર હતા.
- રાધિકાનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું.
- રિપોર્ટ્સ પ્રમાણે રાધિકાનો એક 14 વર્ષનો દિવ્યાંગ દીકરો પણ છે. જે તેના નાના-નાની સાથે રહે છે.
- રાધિકાએ છ મહિના પહેલાં જ ડિવોર્સ લીધા હતા.
- રાધિકા ખૂબ ડિપ્રેશનમાં રહેતી હતી.

આગળની સ્લાઈડમાં જુઓ વધુ તસવીરો

રાધિકાને એક 14 વર્ષનો દિવ્યાંગ દીકરો પણ છે.
રાધિકાને એક 14 વર્ષનો દિવ્યાંગ દીકરો પણ છે.
છ મહિના પહેલાં જ રાધિકાના થયા હતા ડિવોર્સ
છ મહિના પહેલાં જ રાધિકાના થયા હતા ડિવોર્સ
X
ડિપ્રેશનના કારણે ન્યૂઝ એન્કરે કરી આત્મહત્યાડિપ્રેશનના કારણે ન્યૂઝ એન્કરે કરી આત્મહત્યા
રાધિકાને એક 14 વર્ષનો દિવ્યાંગ દીકરો પણ છે.રાધિકાને એક 14 વર્ષનો દિવ્યાંગ દીકરો પણ છે.
છ મહિના પહેલાં જ રાધિકાના થયા હતા ડિવોર્સછ મહિના પહેલાં જ રાધિકાના થયા હતા ડિવોર્સ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App