Home » National News » Latest News » National » TRS mega rally in Telangana amid talk of early polls

TRSની રેલી આજે, મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ કરી શકે છે વિધાનસભા ભંગની જાહેરાત

Divyabhaskar.com | Updated - Sep 02, 2018, 10:41 AM

તેલંગાનામાં પહેલી વિધાનસભા માટે મે, 2014માં ચૂંટણી થઈ હતી. રાવનો કાર્યકાળ મે, 2019માં પૂરો થઈ રહ્યો છે.

 • TRS mega rally in Telangana amid talk of early polls
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ વિધાનસભા ભંગ કરવાની જાહેરાત કરી શકે છે (ફાઈલ)

  હૈદરાબાદઃ તેલંગાનામાં નિર્ધારીત સમય પહેલાં વિધાનસભા ચૂંટણી કરાવવાની શક્યતા વચ્ચે સત્તાપક્ષ તેલંગાના રાષ્ટ્ર સમિતિ (TRS) રવિવારે અહીં એક જનસભા કરશે. એવું કહેવાય છે કે તેમાં મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ વિધાનસભા ભંગ કરવાની જાહેરાત કરી શકે છે. આ દરમિયાન તેઓ જનતાની સામે પોતાની સરકારનો રિપોર્ટ કાર્ડ પણ રજૂ કરશે. તેલંગાના રાજ્યની આજે ચોથી વર્ષગાંઠ પણ છે.

  વિધાનસભા ભંગ કરવાના મુદ્દે રાવે રવિવારે કેબિનેટ મીટિંગ પણ બોલાવી છે. તેલંગાનામાં પહેલી વિધાનસભા માટે મે, 2014માં ચૂંટણી થઈ હતી. રાવનો કાર્યકાળ મે, 2019માં પૂરો થઈ રહ્યો છે. એવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે કે રાવ લોકસભા ચૂંટણીની સાથે રાજ્યની વિધાનસભા ચૂંટણીના પક્ષમાં નથી. તેઓ આ વર્ષના અંતમાં થનારી 4 રાજ્યોની વિધાનસભા ચૂંટણીની સાથે જ તેલંગાનામાં ચૂંટણી કરાવવા ઈચ્છે છે.

  રવિવારે થઈ શકે છે મોટી જાહેરાત


  - રાજ્યના આઈટી મિનિસ્ટર કેટી રામારાવે એક ચેનલને આપેલાં ઈન્ટરવ્યૂમાં શનિવારે કહ્યું કે, "રવિવારે કેબિનેટ બેઠક પછી એક મહત્વપૂર્ણ જાહરાત કરવામાં આવી શકે છે, જેનાથી સમગ્ર રાજ્યનો રાજકીય માહોલ બદલાય જશે."
  - કોંગ્રેસે કહ્યું કે વિપક્ષી પાર્ટી એક સાથે આવી રહી છે જેના કારણે TRSને આગામી ચૂંટણીમાં હારવાનો ડર છે. આ કારણે જ તેઓ રાજ્યમાં જલદી ચૂંટણી ઈચ્છે છે.
  - ચંદ્રશેખર રાવની પુત્રી કે. કવિતાએ કહ્યું કે, "રાજ્યમાં વિપક્ષ જ નથી. અહીં બીજી પાર્ટીઓ વિપક્ષનો દરજ્જો મેળવવા માટે ઘણે જ દૂર છે. અમે અમારા કામને લઈને આશ્વસ્ત છીએ. અમે આ અંગેનો રિપોર્ટ કાર્ડ ટૂંક સમયમાં જ જનતા સમક્ષ રજૂ કરીશું."

  અમિત શાહ પણ આપી ચુક્યાં છે સંકેત


  મીડિયા રિપોટ્સ મુજબ ભાજપ અધ્યક્ષ અમિત શાહે હાલમાં જ પોતાની પાર્ટી નેતાઓને તેલંગાનામાં વિધાનસભા ચૂંટણી આ વર્ષના અંતે સુધી થઈ શકે છે તેવી વાત કરી હતી. તેઓએ પાર્ટી કાર્યકર્તાઓને સમય પહેલાં ચૂંટણી માટે તૈયાર રહેવાનું પણ કહ્યું હતું.

 • TRS mega rally in Telangana amid talk of early polls
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  તેલંગાના રાષ્ટ્ર સમિતિ (TRS)ની રવિવારે એક જનસભા (ફાઈલ)
 • TRS mega rally in Telangana amid talk of early polls
  તેલંગાના રાજ્યની આજે ચોથી વર્ષગાંઠ પણ છે
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ