વાયરલ / PMની સામે જ સ્ટેજ પર મંત્રીએ તેમની મહિલા સહયોગીના કમર પર હાથ મૂક્યો, video viral

divyabhaskar.com | Updated - Feb 12, 2019, 04:23 PM

  • ડાબેરીઓએ રાજ્યમંત્રી મનોજ કાંતી દેવે તેમની મહિલા સહયોગીને ખોટી રીતે ટચ કરતાં તેને સસ્પેન્ડ કરવાની માંગણી કરી છે ?
  • મનોજ કાંતિએ સમાજ કલ્યાણ અને સામાજિક શિક્ષા મંત્રી સંતના ચકમાના કમર પર હાથ રાખ્યો હતો

નવી દિલ્હી: ત્રિપુરામાં ડાબેરીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શનિવારે જનસભા દરમિયાન રાજ્યમંત્રી મનોજ કાંતી દેવે તેમની મહિલા સહયોગીને ખોટી રીતે ટચ કર્યું હોવાથી તેમને સસ્પેન્ડ કરવાની માંગણી કરી છે. જ્યારે બીજેપીએ ડાબેરીઓ પર ચરિત્ર હનનનો આરોપ લગાવીને તેમની માંગણી નકારી દીધી છે.

ડાબેરીઓના સંયોજક બિજન ધરે સંવાદદાતાઓને કહ્યું છે કે, જે સ્ટેજ પર વડાપ્રધાન મોદી, મુખ્યમંત્રી વિપ્લવ કુમાર દેવ અને અન્ય લોકો જનસભા સંબોધિત કરી રહ્યા હતા ત્યારે તે જ સ્ટેજ પર એક મહિલાને ખોટી રીતે ટચ કરનાર મનોજ કાંતિ દેવને સસ્પેન્ડ કરી દેવા જોઈએ. તેમણે કહ્યું કે, આ સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયું છે અને અનેક લોકોએ જોયું છે કે, મનોજ કાંતિએ સમાજ કલ્યાણ અને સામાજિક શિક્ષા મંત્રી સંતના ચકમાના કમર પર હાથ રાખ્યો હતો. ચકમા એક યુવા આદિવાસી નેતા છે.

ધરપકડની માગ: માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી (માકપા)ના કેન્દ્રીય સમિતિના સભ્ય ધરે દાવો કર્યો છે કે, 11 મહિના પહેલાં ત્રિપુરામાં ભાજપના સત્તામાં આવ્યા પછી અહીં ઘણી યુવા અને આધેડ મહિલા સાથે દુષ્કર્મ અને તેમની હત્યાની ઘટના સામે આવી રહી છે. આ જે જાહેર સ્ટેજ ઉપર ઘટના બની તે ખૂબ નિંદા પાત્ર અને દંડનીય છે. અમુક આદિવાસી પક્ષે પણ મંત્રીના રાજીનામા અને ધરપકડની માંગણી કરી છે. જો એવું નહીં થાય તો તેમણે આંદોલન કરવાની ધમકી પણ આપી છે.

ભાજપ-ડાબેરી સામસામે: આ મામલે હજી BJP દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. જ્યારે ભાજપના પ્રવક્તા નબેંદુ ભટ્ટાચાર્યએ કહ્યું છે કે, BJP સરકાર વિરુદ્ધ કોઈ મુદ્દો ન મળતાં હવે ડાબેરીઓ ભાજપના મંત્રીઓના ચરિત્ર પર કિચડ ઉછાળી રહ્યા છે. ડાબેરીઓ ગંદુ રાજકારણ કરી રહ્યાં છે.

X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App