ચોમાસું સત્રનો આજે છેલ્લો દિવસ: રાજ્યસભામાં રજૂ થશે સંધોશિજ ટ્રિપલ તલાક બિલ

કોંગ્રેસે આ બિલમાં ઘણી ખામી દર્શાવી હતી. ત્યારપછી બિલને સંશોધિત કરવામાં આવ્યું

divyabhaskar.com | Updated - Aug 10, 2018, 09:05 AM
Monsoon Session last day; Triple Talaq Bill to be tabled in Rajya Sabha today

આજે કેન્દ્ર સરકાર રાજ્યસભામાં ખૂબ મહત્વનું ટ્રિપલ તલાક બિલ રજૂ કરે તેવી શક્યતા છે. ગુરુવારે જ મોદી કેબીનેટે આ બિલમાં થોડા ફેરફાર કર્યા છે અને ત્યારપછી આ બિલ હવે રાજ્યસભામાં પણ મંજૂર થાય તેવી શક્યતા છે

નવી દિલ્હી: સંસદના ચોમાસું સત્રના છેલ્લા દિવસે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીમાં આરપારની લડાઈ ચાલી રહી છે. સરકાર તરફથી સંશોધિત ટ્રિપલ તલાક બિલને રજૂ કરીને પાસ કરાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જ્યારે કોંગ્રેસની આગેવાનીમાં સમગ્ર વિપક્ષ તેનો વિરોધ કરી રહ્યા છે. વિપક્ષના હોબાળા આગળ સરકાર ઝૂકી ગઈ છે. હવે રાજ્યસભામાં બિલ સંસદના આગામી સત્રમાં રજૂ કરવામાં આવશે.

શુક્રવારે ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષે રાફેલના મુદ્દે હોબાળો કર્યો. આ દરમિયાન TMC સાંસદ ડેરેક ઓ બ્રાયને કહ્યું કે શુક્રવારે પ્રાઈવેટ બિલ પર ચર્ચા થાય છે, એવામાં સરકાર ટ્રિપલ તલાક બિલ કઈ રીતે લાવી શકે છે. આ ઉપરાંત આનંદ શર્મા, રામગોપાલ યાદવે પણ બિલ રજૂ કરવાનો વિરોધ કર્યો.

કોંગ્રેસના નેતાએ કહ્યું- રામે પણ સીતાને છોડ્યા હતા


- આ વચ્ચે કોંગ્રેસ નેતા હુસૈન દલવાઈએ શુક્રવારે કહ્યું, "તમામ ધર્મોમાં મહિલાઓની સાથે અયોગ્યવ વ્યવહાર થાય છે. માત્ર મુસ્લિમ જ નહીં, હિંદુ, ઇસાઈ, શીખ સહિતના સમાજમાં પુરૂષ પ્રધાન છે. શ્રીરામ ચંદ્રજીએ શંકાના કારણે સીતાજીને છોડ્યા હતા. અને તેથી આપણે બધું જ બદલવાની જરૂર છે."

સંશોધિત ટ્રિપલ તલાક બિલમાં શું છે ખાસ...


- ટ્રાયલ પહેલાં પીડિતાનો પક્ષ સાંભળીને મેડિસ્ટ્રેસ આરોપીને જામીન આપી શકે છે
- પીડિતા, પરિવારજનો અને લોહીનો સંબબંધ હોય તેના સંબંધીઓ જ ફરિયાદ દાખલ કરાવી શકે છે.
- મેજિસ્ટ્રેટને પતિ-પત્નીને સમજાવીને તેમના લગ્ન સંબંધો ચાલુ રહે તેવા પ્રયત્નો કરવાનો અધિકાર છે.
- ટ્રિપલ તલાક બિલની પીડિત મહિલા વળતરની હકદાર છે.

નોંધનીય છે કે, ચોમાસું સત્ર 18 જુલાઈથી શરૂ થયું છે. આ જ સત્રમાં સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. અવિશ્વાસ પ્રસ્તાવમાં પણ મોદી સરકારને મોટી જીત મળી હતી.

X
Monsoon Session last day; Triple Talaq Bill to be tabled in Rajya Sabha today
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App