દુર્ઘટના ટળીઃ ટેકઓફ સમયે દિવાલને ટકરાયું પ્લેન, અજાણ પાઇલટ 4 કલાક ઉડાવતો રહ્યો

પ્લેન સાથે થયેલા એક્સિડન્ટ પછી તેનો રુટ બદલીને મુંબઈમાં લેન્ડ કરવામાં આવ્યું

divyabhaskar.com | Updated - Oct 12, 2018, 02:55 PM
ત્રિચી એરપોર્ટની દિવાલ ટૂટી ગ
ત્રિચી એરપોર્ટની દિવાલ ટૂટી ગ

ત્રિચીઃ તમિલનાડુના તિરુચિરાપલ્લી (ત્રિચી) એરપોર્ટ પર ટેકઓફ દરમિયાન એર ઇન્ડિયાનું પ્લેન એર ટ્રાફિક કન્ટ્રોલની દિવાલ સાથે ટકરાઈ ગયું. જોકે, પાઇલટને તેના વિશે ખબર ન પડી અને પ્લેન લગભગ ચાર કલાક સુધી ઉડાણ ભરતું રહ્યું. પ્લેનમાં 130 પેસેન્જર અને 6 ક્રૂ મેમ્બર સવાર હતા. તમા પેસેન્જર સુરક્ષિત છે અને તેમને બીજા પ્લેનથી દુબઈ મોકલવામાં આવ્યા.


ફ્લાઇટ નંબર આઈએક્સ-611એ ગુરુવાર મોડી રાત્રે 1.30 વાગ્યે ત્રિચીથી દુબઈ માટે ઉડાણ ભરી હતી. દુર્ઘટનાના ચાર કલાક બાદ શુક્રવાર સવારે 5.30 વાગ્યે મુંબઈ એરપોર્ટ પર તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું. એર ઇન્ડિયા મુજબ, ત્રિચી એરપોર્ટના અધિકારીઓએ પાઇલટને જણાવ્યું કે કદાચ ટેકઓફ સમયે ઉંચાઈ ઓછી હોવાના કારણે પ્લેનનું ટાયર દિવાલ અને એટીસીના એન્ટિના સાથે ટકરાઈ ગયું છે. પાઇલટે કહ્યું કે એરક્રાફ્ટની સિસ્ટમ એકદમ ઠીક છે. જોકે, સુરક્ષાને ધ્યાનમાં લેતા પ્લેનને મુંબઈ ઉતારવામાં આવ્યું. એરલાઇને તપાસ પૂરી થાય ત્યાં સુધી પાઇલટ અને કો-પાઇલટને ડ્યૂટીથી હટાવી દીધા છે.

એર ઇન્ડિયાની સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી થર્ડ પાર્ટીને
નાગરિક ઉડ્ડયન મંત્રી સુરેશ પ્રભુએ ટ્વિટ કર્યું, "એર ઇન્ડિયાએ તપાસ માટે કમિટી બનાવી છે. આ ઉપરાંત ડીજીસીએના અધિકારી પ્લેન અને ત્રિચી એરપોર્ટ પર તપાસમાં લાગ્યા છે." પ્રભુએ જણાવ્યું કે એર ઇન્ડિયાના હાલની સુરક્ષા વ્યવસ્થાઓની સમીક્ષા બાદ થર્ડ પાર્ટીને તેની જવાબદારી સોંપવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.

X
ત્રિચી એરપોર્ટની દિવાલ ટૂટી ગત્રિચી એરપોર્ટની દિવાલ ટૂટી ગ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App