ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Desh» છોકરીઓ ભાગી એક જ બોયફ્રેન્ડ સાથે| Triangle love story in Chattsgarh

    પ્રેમમાં પાગલ બે છોકરીઓ ભાગી એક જ બોયફ્રેન્ડ સાથે, આ રીતે ખતમ થઈ કહાણી

    divyabhaskar.com | Last Modified - May 09, 2018, 10:25 AM IST

    યુવક બંને છોકરીઓને એક સાથે ભગાડી ગયો હતો અને પછી રસ્તામાં એક ફ્રેન્ડને છોડી દીધી હતી
    • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

      રાયપુર: પ્રેમ આંધળો હોય છે તે સાચી વાત છે પરંતુ આ કિસ્સામાં પાગલપનની હદ તો ત્યારે પાર થઈ ગઈ જ્યારે બે છોકરીઓ તેમના એક જ બોયફ્રેન્ડ સાથે ભાગવા માટે તૈયાર થઈ હતી. અહીં હકીકતમાં એક યુવકે બે છોકરીઓને તેની પ્રેમ જાળમાં ફસાવી હતી અને ત્યારપછી બંનેને સાથે લઈને ભાગવાની હિંમત પણ કરી હતી. ત્યારપછી યુવક એક છોકરીને ટ્રેનમાં જ છોડીને અન્ય છોકરી સાથે ભાગી ગયો હતો. યુવકની આ હરકત પછી બીજી છોકરીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી હતી.

      નોકરી શોધવા ગયો હતો અને થઈ ગયો પ્રેમ

      - હકીકતમાં આ ઘટના બરમકેલા વિસ્તારની છે. અહીં નોકરી શોધવા પહોંચેલા એક યુવકને બે છોકરીઓ સાથે પ્રેમ થઈ ગયો. હિંમતની વાત એ છે કે, તેણે બંને છોકરીઓને એક સાથે તેના ઘરેથી ભગાડી અને પોતાની સાથે લઈ ગયો. હવે આ છોકરા સામે બરમકેલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

      પહેલી છોકરી સાથે મળીને બીજી છોકરીને આપ્યો દગો

      - પહેલાં દિલ્હી અને પછી ઝારખંડના ટાટા નગરમાં પહોંચ્યા પછી યુવકે ખૂબ જ ચાલાકીથી એક છોકરીને ઉત્કલ એક્સપ્રેસમાં બેસાડીને જતો રહ્યો હતો. યુવક થોડી વારમાં આવુ છું એમ કહીને ગયો પરંતુ તે પછી આવ્યો જ નહી. ઘણી રાહ જોયા પછી છોકરીએ જ્યારે રડવાનું શરૂ કર્યું ત્યારે અન્ય યાત્રીઓએ તેની પૂછપરછ કરી હતી. ત્યારપછી ઘટનાની જાણકારી બરમકેલા પોલીસ સાથે રાયગઢમાં જીઆરપીને આપી હતી. જીઆરપીએ છોકરીને ઉત્કલ એક્સપ્રેસમાંથી ઉતારીને તેના પરિવારને સોંપી હતી.
      - કિશોરીએ જીઆરપીને જણાવ્યું કે, હું, મારો બોયફ્રેન્ડ અને અન્ય એક છોકરી અમે ત્રણેય સાથે જ ઉત્કલ એક્સપ્રેસમાં બેઠા હતા. થોડી વાર પછી મારા બોયફ્રેન્ડે કહ્યું કે, અમે કઈંક નાસ્તો લઈને આવીએ છીએ. એમ કહીને મારો બોયફ્રેન્ડ અને તેની ફ્રેન્ડ ટ્રેનની ઉતર્યા અને મને જતી વખતે કહેતા ગયા કે તુ આ જ કોચમાં બેસજે. ઘણી વાર થઈ અને એ લોકો આવ્યા જ નહીં અને ટ્રેન પણ ચાલવા લાગી હીત. એકલી પડી જવાથી હું ટ્રેનમાં રડવા લાગી હતી. ત્યારપછી કોચમાં બેઠેલા અન્ય લોકોએ મને મારી તકલીફ પૂછતા મે સમગ્ર વાત જણાવી હતી.

      દગો થતા રડતી રહી છોકરી

      છોકરી કહેતી હતી કે, જેના માટે બધુ છોડી દીધું તેણે મને છોડી દીધી. અમારા બેમાંથી તેણે બીજી છોકરીને પસંદ કરી તો તેણે કહી દેવું જોઈએ. મને કઈક થઈ જાત તો મારા જીવનનું શું થાત. છોકરીએ રડતા રડતા પ્રેમમાંથી વિશ્વાસ ઉઠી ગયો હોવાની વાત કરી હતી. પોલીસે કોઈ મોટી દુર્ઘટના થાય તે પહેલાં તે પહેલાં જ છોકરીને સુરક્ષીત રીતે ઘરે પહોંચાડી દીધી હતી.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: છોકરીઓ ભાગી એક જ બોયફ્રેન્ડ સાથે| Triangle love story in Chattsgarh
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top