વીડિયો વાયરલ / ટ્રાન્સલેટર ન સમજી શક્યો રાહુલ ગાંધીનું ઈંગ્લિશ: સોશિયલ મીડિયા પર ઉડી મજાક

divyabhaskar.com | Updated - Apr 17, 2019, 05:38 PM

  • કેરળમાં રાહુલ ગાંધી ઈંગ્લિશમાં સભા સંબોધતા હતા પરંતુ ટ્રાન્સેલેટર સમજી જ નહતો શકતો
  • આ જોઈને રાહુલ ગાંધી પણ હસવા લાગ્યા હતા


ચેન્નાઈ: દક્ષિણ ભારતમાં ચૂંટણી પ્રચારમાં નેતાઓના ટ્રાન્સલેટર કંઈક એવુ કરી દે છે અથવા એવું કંઈક બોલી દે છે જેના કારણે નેતાઓની મજાક ઉડે છે. તાજેતરમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે આવું જ થયું હતું. તેઓ મંગળવારે ચૂંટણી પ્રચાર માટે કેરળ પહોંચ્યા હતા. અહીં તેઓ એક રેલીમાં વડાપ્રધાન મોદી સામે વિવિધ મુદ્દે આકરા પ્રહાર કરી રહ્યા હતા પરંતુ તેમના ટ્રાન્સલેટરના કારણે તેઓ ટ્રોલ થયા હતા. તે વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે.

હકીકતમાં રાહુલ ગાંધી ઈંગ્લિશમાં ભાષણ આપી રહ્યા હતા. તેમના ભાષણને સ્થાનીક ભાષામાં ટ્રાન્સલેટ કરવા માટે સ્ટેજ પર રાહુલની બાજુમાં એક ટ્રાન્સલેટર પણ હાજર હતા. રાહુલ ગાંધીએ ઈંગ્લિશમાં કહ્યું કે, મોદી લોકોને એવું કહે છે કે, મને વડાપ્રધાન નહીં, ચોકીદાર બનાવો. પરંતુ રાહુલના ટ્રાન્સલેટર આ વાત સમજી ન શક્યા. આ જોઈને રાહુલ ગાંધીને પણ હસવું આવી ગયું હતું. ત્યારે રાહુલ ગાંધી ફરી ટ્રાન્સલેટરની નજીક જઈને તે લાઈન તેમને ફરી કહી હતી. ત્યારે ટ્રાન્સલેટરને તે વાત સમજાઈ હતી.

ત્યારપછી ભાષણમાં રાહુલે કહ્યું કે, મોદીએ દેશની જનતાના વોટ લીધા અને ત્યારપછી તેઓ દેશની જગ્યાએ અનીલ અંબાણીના ચોકીદાર બની ગયા હતા. રાહુલની આ વાત પણ ટ્રાન્સલેટર સમજી નહતા શક્યા. ત્યારે પણ રાહુલ ગાંધીએ ફરી તેમની નજીક જઈને આ લાઈન ફરીથી કહેવી પડી હતી. રાહુલને લાગ્યું હતું કે, કદાચ હવે તેના ટ્રાન્સલેટર તેની વાત સમજી શકશે પરંતુ એવુ ન થયું. ત્યારે રાહુલ ગાંધી પોતે પણ તેમનું હસવાનું રોકી નહતા શક્યા.

રાહુલ ગાંધીએ ભાષણમાં આગળ કહ્યું કે, અનિલ અંબાણીએ કદી એરક્રાફ્ટ નથી બનાવ્યું. મોદીજીએ તેમને રૂ. 30 હજાર કરોડ આપ્યા હતા. દુનિયાનો સૌથી મોટો ડિફેન્સકોન્ટ્રાક્ટ તેમને આપી દીધો. પરંતુ આ વખતે પણ તેમનો ટ્રાન્સલેટર આ વાત ન સમજી શક્યો. તે રાહુલ ગાંધીને સવાલ પૂછવા લાગ્યા. રાહુલ ગાંધીનો આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા ઉપર લોકો કહી રહ્યા છે કે, આ તોદુનિયાનો સૌથી બેસ્ટ કોમેડિ એક્ટર છે. કપિલ શર્માના શોની જગ્યાએ આને ચલાવવો જોઈએ.

રાહુલના બોડિ ગાર્ડ્સને પણ ટ્રોલ કરી રહ્યા છે લોકો: ટ્રાન્સલેટરના કારણે રાહુલ ગાંધીના આ વીડિયોની ખૂબ મજાક ઉડી રહી છે અને વીડિયોમાં રાહુલ ગાંધીની પાછળ ઉભા રહેલા બોડી ગાર્ડ્સના રિએક્શનથી પણ લોકો હેરાન છે. લોકોનું કહેવું છે કે, આટલી કોમેડિ થઈ પરંતુ રાહુલ ગાંધીના બોડી ગાર્ડના ચહેરા પર સહેજ પણ સ્માઈલ ન આવી.

X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App