Home » National News » Latest News » National » સલમાનના જામીનની સુનાવણી કરી રહેલાં જજની મોડી રાત્રે બદલી | Transfer Of Judge At Night Who Are Hearing Of Salman Khan Case

સલમાનના જામીનની સુનાવણી કરી રહેલાં જજની મોડી રાત્રે બદલી

Divyabhaskar.com | Updated - Apr 07, 2018, 09:17 AM

ટાઈગરને હવે સોમવાર સુધી જેલમાં રહેવું પડી શકે, દિવસમાં જજે કોર્ટના રિપોર્ટ મંગાવાનો આદેશ કર્યો

  • સલમાનના જામીનની સુનાવણી કરી રહેલાં જજની મોડી રાત્રે બદલી | Transfer Of Judge At Night Who Are Hearing Of Salman Khan Case
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    સલમાનના વકીલ બોડાને કેસ છોડવા ધમકી- ફાઈલ

    જોધપુર: કાળિયાર શિકાર કેસમાં 5 વર્ષની સજા મેળવનારા અભિનેતા સલમાન ખાને શુક્રવારની રાત પણ જેલમાં વિતાવવી પડી. સેશન કોર્ટમાં તેના જામીન અંગે શનિવારે ચુકાદો આપવાની વાત કરી હતી પરંતુ મોડી રાત્રે સેશન જજ (ગ્રામીણ) રવિન્દ્રકુમાર જોષીની બદલી કરી દેવાઈ. હવે સલમાનના જામીન અંગે સોમવાર સુધી નિર્ણય ટળી શકે છે. બદલી થતાં સામાન્યપણે જજ આવા મામલે સુનાવણી કરતા નથી. શનિવારે ભાગ્યે જ સુનાવણી થઈ શકે અને બીજા દિવસે રવિવાર હોવાથી વાત સોમવારે ટળશે. ભીલવાડાના ચંદ્રકુમાર સોનગરાની જોષીના સ્થાને નિમણૂક થઈ છે. રાજસ્થાનમાં કુલ 87 જજોની સાગમટે બદલી કરાઈ છે. સુનાવણી પૂરી ન થઇ શકી. સેશન કોર્ટે ટ્રાયલ કોર્ટનો રેકોર્ડ મંગાવ્યો છે.

    ટાઈગરને હવે સોમવાર સુધી જેલમાં રહેવું પડી શકે


    સલમાનના વકીલે અભિનેતાને જામીન આપી દેવા અનેકવાર વિનંતી કરી પરંતુ જજે સ્પષ્ટ કહી દીધું કે પહેલા આખો કેસ સમજીશું પછી વિચારીશું. શનિવારે સુનાવણી જારી રહેશે. જિલ્લા અને સેશન જજ ગ્રામીણ રવીન્દ્રકુમાર જોશીએ શનિવારે જ ફેંસલો સંભળાવવાની વાત પણ કરી છે. સલમાન તરફથી સિનિયર એડવોકેટ મહેશ બોડા અને એડવોકેટ હસ્તીમલ સારસ્વતે દલીલો રજૂ કરી. બોડાએ કહ્યું કે કેસ અને સાક્ષીઓ ખોટા છે.

    આગળ વાંચો: દિવસમાં જજે કોર્ટના રિપોર્ટ મંગાવાનો આદેશ કર્યો

  • સલમાનના જામીનની સુનાવણી કરી રહેલાં જજની મોડી રાત્રે બદલી | Transfer Of Judge At Night Who Are Hearing Of Salman Khan Case
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    ટાઈગરને હવે સોમવાર સુધી જેલમાં રહેવું પડી શકે

    દિવસમાં જજે કોર્ટના રિપોર્ટ મંગાવાનો આદેશ કર્યો


    હાઇકોર્ટ અગાઉ પણ સલમાનને નિર્દોષ છોડી ચૂકી છે. તે વન્યજીવ સંરક્ષણ અધિનિયમની કલમ 51 (5) હેઠળ દોષિત નથી. તે અભયારણ્ય કે રાષ્ટ્રીય ઉપવનમાં શિકારના કિસ્સામાં લાગુ પડે છે. સાક્ષીઓના લોકેશન પણ અલગ-અલગ છે. નિવેદનો પણ એકસરખા નથી. સલમાન 20 વર્ષથી ટ્રાયલનો સામનો કરી રહ્યો છે. જામીનની શરતોનો પણ ભંગ નથી કર્યો. તેમને રાહત આપી શકાય.


    આગળ વાંચો: સલમાનના વકીલ બોડાને કેસ છોડવા ધમકી

  • સલમાનના જામીનની સુનાવણી કરી રહેલાં જજની મોડી રાત્રે બદલી | Transfer Of Judge At Night Who Are Hearing Of Salman Khan Case
    દિવસમાં જજે કોર્ટના રિપોર્ટ મંગાવાનો આદેશ કર્યો

    સલમાનના વકીલ બોડાને કેસ છોડવા ધમકી


    સલમાનના વકીલ મહેશ બોડાએ આક્ષેપ કર્યો છે કે તેમને કેસ છોડવા ધમકી અપાઇ રહી છે. ગુરુવારની રાતથી જ ધમકીભર્યા ફોન-મેસેજ આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ ગેંગસ્ટર રવિ પૂજારીએ મારી નાખવાની ધમકી આપ્યાનો બોડાએ આક્ષેપ કર્યો છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending