1

Divya Bhaskar

Home » National News » Latest News » National » ઓરિસ્સામાં એન્જિન વગર 10 કિમી દોડી ટ્રેન| Train Travelled For 10 Km Without Engine In Odisha

ઓરિસ્સા: એન્જિન વગર 10 કિમી દોડી ટ્રેન, ટ્રેક પર પથ્થરનાખીને રોકી

Divyabhaskar.com | Last Modified - Apr 08, 2018, 12:15 PM IST

અમદાવાદ-પુરી એક્સપ્રેસ શનિવાર રાતે 10 વાગે ટિટલાગઢ સ્ટેશન પર પહોંચી હતી. અહીં એન્જિનનું શંટિંગ કરવામાં આવી રહ્યું હતું

  • ઓરિસ્સામાં એન્જિન વગર 10 કિમી દોડી ટ્રેન| Train Travelled For 10 Km Without Engine In Odisha
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    ઓરિસ્સામાં એન્જિન વગર 10 કિમી દોડી ટ્રેન

    ભુવનેશ્વર: ઓરિસ્સાના ટીટલાગઢ સ્ટેશન પર મુસાફરોથી ભરેલી એક ટ્રેન શનિવારે રાતે અંદાજે 10 કિલોમીટર એન્ડિન વગર જ દોડી હતી. આવું એટલા માટે થયું કારણકે સ્ટેશન પર તહેનાત કર્મચારીઓએ કોચના પૈડા પર સ્કિડ બ્રેક લગાવ્યું નહતું. જોકે ત્યારપછી ટ્રેનને કાબુમાં કરવા માટે ટ્રેક ઉપર નાના-નાના પથ્થર લગાવવામાં આવ્યા હતા. ઈસ્ટ કોસ્ટ રેલવેના પ્રવક્તાએ જણાવ્યું કે, દરેક યાત્રીઓ સુરક્ષીત છે. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.

    ટ્રેક પર ઢાળ હોવાથી દોડી ટ્રેન


    - ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે રેલવે પ્રવક્તાએ જણાવ્યું કે, અમદાવાદ-પુરી એક્સપ્રેસ શનિવારે રાતે 10 વાગે ટીટલાગઢ સ્ટેશન પર પહોંચી હતી. અહીં એન્જિનને ટ્રેનથી અલગ કરીને બીજી બાજુ જોડવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન અમુક કોચ કેસિંગા તરફ જતા ટ્રેક ઉપર દોડવા લાગ્યા હતા. અહીં ટ્રેક પર ઢાળ હોવાના કારણે આ ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. તબહુ પ્રયત્ન પછી કર્મચારીઓએ આ ટ્રેનને રોકી હતી અને એન્જિનને તે ટ્રેક પર રવાના કરીને ટ્રેન તેના રૂટીન ટ્રેક પર રવાના થઈ હતી.

    બે બેદરકાર અધિકારીઓને કર્યા સસ્પેન્ડ

    - ડિવીઝન મેનેજર (સંભલપુર) જયદીપ ગુપ્તાએ જણાવ્યું કે, શંટિંગ પ્રોસેસ ( એન્જિનને કોચ સાથે જોડવા) માટે જવાબદાર બે ઓફિસરોને શરૂઆતના રિપોર્ટના આધારે સસ્પેન્ડ કર્યા છે. ઘટનાની તપાસ માટે સીનિયર ઓફિસરોની કમિટી બનાવવામાં આવી છે. જે રેલવેને રિપોર્ટ આપશે.

    એન્જિન વગરની ટ્રેન દોડતી જોઈને લોકોને


    - જ્યારે ટ્રેન એન્જિન વગર કસિંગા સ્ટેશનથી પસાર થઈ ત્યારે ત્યાં તે ટ્રેનની રાહ જોતા લોકો આ જોઈને આશ્ચર્ય ચકિત થઈ ગયા હતા. જોખમની આશંકાએ લોકોએ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા લોકોને ચેઈન પુલિંગ કરીને ટ્રેનને રોકવા માટે પણ બુમો પાડી હતી. જ્યારે અમુક યાત્રીઓએ મોબાઈલમાં તેનો વીડિયો પણ બનાવી દીધો હતો.

    આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીર

    ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર
  • ઓરિસ્સામાં એન્જિન વગર 10 કિમી દોડી ટ્રેન| Train Travelled For 10 Km Without Engine In Odisha
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    અમદાવાદ-પુરી એક્સપ્રેસ શનિવાર રાતે 10 વાગે ટિટલાગઢ સ્ટેશન પર પહોંચી હતી

More From National News

Trending