ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Tragic death on World Wildlife Day after being attacked by a wild elephant

  જંગલમાં લાગેલી આગને કાબુમાં લેવા જતાં હાથીએ IFS અધિકારીને કચડી નાખ્યો

  DivyaBhaskar.com | Last Modified - Mar 05, 2018, 12:28 AM IST

  કર્ણાટકના IFS અધિકારી એસ મણિકનંદનનું હાથીએ કચડી નાખતા મોત
  • જંગલમાં લાગેલી આગને કાબુમાં લેવા જતાં હાથીએ IFS અધિકારીને કચડી નાખ્યો
   જંગલમાં લાગેલી આગને કાબુમાં લેવા જતાં હાથીએ IFS અધિકારીને કચડી નાખ્યો

   કર્ણાટક: નાગરહોલ ટાઈગર રિજર્વમાં એક વિશાળ વન્યક્ષેત્રમાં હાથીએ કચડી નાખતા IFS અધિકારી એસ. મણિકનંદનનું કરૂણ મોત નીપજ્યું હતું. આ ઘટના વર્લ્ડ એનિમલ ડેના દિવસે ઘટી હતી. વન અધિકારીઓ બતાવ્યા મુજબ બપોરના સમયે વન્યક્ષેત્રમાં આગના સમાચારથી ક્યાંક આગ વધારે ન ફેલાય તેની તપાસ અંગે ગયા હતા.

   જીપથી નીચે ઉતર્યા હતા, તેમની સાથે બીજા અધિકારીઓ પણ હતા ત્યારે એકાએક હાથી પાછળથી હુમલો કર્યો હતો. બીજા અધિકારીઓ ભાગવામાં સફળ બન્યા પણ મણિકનંદન પર હાથીએ હુમલો કર્યો અને તેમણે કચડી નાખ્યા હતા. ઘટના બાદ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તબીબોએ તેમને મૃત ઘોષિત કર્યા હતા.

   - કર્ણાટકના IFS ઓફિસરની મૃત્યુ પર પીએમ મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દુખ વ્યક્ત કર્યું હતું. તેમણે ટ્વીટ કરીને આ ઘટનાને વખોડી અને એસ મણિંકનદન પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

  No Comment
  Add Your Comments
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Tragic death on World Wildlife Day after being attacked by a wild elephant
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top