તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસ્તા પર આવી 2 ડિપાર્ટમેન્ટ્સની લડાઈ: ટિકટ વગરની લેડી ટ્રાફિક કોન્સ્ટેબલને રૂ.1500નો દંડ, બીજા દિવસે ટ્રાફિક પોલીસે ફાડ્યા 45 બસોના મેમો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચંદીગઢઃ 14 ઓગસ્ટે ટ્રાફિક પોલીસમાં તહેનાત લેડી કોન્સ્ટેબલ અને સીટીયૂ કર્મચારીઓ વચ્ચે ભાડાને લઈને ઝઘડો થયો હતો. વાત એ હદે વધી ગઈ કે મામલો સેક્ટર-19 પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો. લેડી કોન્સ્ટેબલને રૂ. 1500 દંડ ભરવો પડ્યો. આના કારણે ગુસ્સે ભરાયેલા ટ્રાફિક પોલીસ કર્મચારીઓએ ગુરુવારે એક જ દિવસમાં સીટીયૂ બસોના 45 મેમો ફાડી દીધા. ઉલ્લેખનીય છે કે, ટ્રાફિક પોલીસે છેલ્લા 6 મહિનામાં સીટીયૂ બસોના માત્ર 9 મેમો જ ફાડ્યા હતા.

 

આવી રીતે થયો ઝઘડો

 

લેડી કોન્સ્ટેબલનો સીટીયૂની બસનો પાસ પૂરો થઈ ગયો હતો. સીટીયૂ કર્મીએ તેમને ટિકિટ લેવા માટે કહ્યું. આ વાતે સીટીયૂ કર્મચારી અને ટ્રાફિક પોલીસમાં ઝઘડો થઈ ગયો. હોબાળો વધ્યો તો સીટીયૂ કર્મચારીએ તે લેડી કોન્સ્ટેબલને રૂ. 1500 દંડ ફટકાર્યો. પરંતુ પોલીસકર્મીએ પૈસા ન આપ્યા. બસ ડ્રાઇવર અને કંડક્ટર તે કોન્સ્ટેબલને સેક્ટર-19માં લઈ ગયો. ત્યાં લેડી કોન્સ્ટેબલે રૂ. 1500 દંડ પેટે આપી દીધા. અહીં મામલો ઉકેલાઈ ગયો પરંતુ બીજા જ દિવસે ટ્રાફિક પોલીસે કર્મચારીઓએ એક જ દિવસમાં 45 બસોના મેમો ફાડી દીધા. જણાવ્યું કે ટ્રાફિક કર્મચારીઓએ ચંદીગઢમાં અલગ-અલગ સ્થળે માત્ર સીટીયૂ બસોને જ નિશાન બનાવી. ઓવરસ્પીડની વાત કહીને અનેક બસોને ડિટેન પણ કરવામાં આવી. બસમાં બેઠેલા પેસેન્જર્સને ત્યાં જ ઉતારી દેવામાં આવ્યા.

 

"આ બદલવાની ભાવનાથી કરવામાં આવ્યું"

 

બીજી તરફ, સીટીયૂ એમ્પ્લોઇઝ યૂનિયનના પૂર્વ પ્રધાન ભૂપિન્દર સિંહનું કહેવું છે કે પહેલીવાર આટલી બસોના મેમો ટ્રાફિક પોલીસ દ્વારા ફાડવામાં આવ્યા છે. આ બદલાની ભાવના લાગી રહી છે. લેડી કોન્સ્ટેબલનો બસ પાસ પૂરો થઈ ગયો હતો. એ કારણે તેને ટિકિટ લેવાનું કહેવામાં આવ્યું, જેની પર તેણે ઝઘડો કર્યો. બાદમાં લેડી કોન્સ્ટેબલનો એક મહિલા પેસેન્જર સાથે પણ ઝઘડો થયો. લેડી કોન્સ્ટેબલને રૂ. 1500 દંડ આપવો પડ્યો, તેનો જ બદલો ટ્રાફિક પોલીસે લીધો છે.

 

આ પણ વાંચો: BF સાથે ઝઘડો થયો તો યુવતીએ લગાવ્યો વોટ્સએપ વીડિયો કોલ, તેની આંખોની સામે ગળામાં દુપટ્ટો નાખી લગાવી લીધી ફાંસી

 

રૂટીન મેમો ફાડવામાં આવ્યાઃ ડીએસપી

 

લેડી કોન્સ્ટેબલ તથા સીટીયૂ કર્મચારીઓની વચ્ચે થયેલા ઝઘડાની જાણકારી નથી. આ વાતની જાણકારી સંલગ્ન પોલીસ સ્ટેશનની પાસે હોઈ શકે છે. બસોના મેમોની કાર્યવાહી થતી રહે છે. ટ્રાફિક પોલીસ તે લોકો સામે કાર્યવાહી કરે છે જે નિયમોનું ઉલ્લંઘન કરે છે. તેમાં બદલાની ભાવના જેવી કોઈ વાત નથી.

- જસવિંદર સિંહ, ડીએસપી ટ્રાફિક, એડમિન