1

Divya Bhaskar

Home » National News » Desh » Traffic inspector asked for shameful favour from his homeguard in Baraili UP

અય્યાશ ઇન્સ્પેક્ટરની અશ્લીલ માંગ, કહ્યું- એક રાત માટે તારી પત્નીને મોકલી આપ

Divyabhaskar.com | Last Modified - Mar 28, 2018, 06:32 PM IST

વાત જાણ્યા પછી હોમગાર્ડની પત્ની ગુસ્સામાં સીધી ટ્રાફિક પોલીસની ઓફિસ પહોંચી અને હોબાળો શરૂ કરી દીધો

  • હોમગાર્ડની પત્નીએ ઇન્સ્પેક્ટર પર અય્યાશી કરવા માટે છોકરીની ડિમાન્ડ કરવાનો આરોપ લગાવ્યો છે.

    બરેલી: ઉત્તરપ્રદેશના બરેલી જિલ્લામાં એક શરમજનક મામલો સામે આવ્યો છે. અહીંયા એક હોમગાર્ડે ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર પર ભયંકર ગંભીર આરોપ લગાવ્યો છે. હોમગાર્ડનો આરોપ છે કે જ્યારે તેણે ડ્યૂટી ચેન્જ કરવાની અપીલ કરી, તો પહેલા ઇન્સ્પેક્ટરે પૈસાની માંગ કરી. જ્યારે તે પૈસા આપી ન શક્યો, તો ઇન્સ્પેક્ટરે તેને કહ્યું કે પૈસા ન આપી શકે તો તારી પત્નીને એક રાત માટે મોકલી આપ.

    હોબાળા પછી ખૂલી આખી વાત

    આ વાત જાણ્યા પછી હોમગાર્ડની પત્ની ગુસ્સામાં સીધી ટ્રાફિક પોલીસની ઓફિસ પહોંચી અને હોબાળો શરૂ કરી દીધો. મહિલાની બૂમો સાંભળીને આસપાસના લોકો ભેગા થઇ ગયા. ત્યારબાદ આખો મામલો લોકોની સામે ખૂલી ગયો. હોમગાર્ડની પત્નીએ ઇન્સ્પેક્ટરને ખૂબ ખરી ખોટી સંભળાવી. આ દરમિયાન કોઇએ આખી ઘટનાનો વીડિયો બનાવીને તેને વાયરલ કરી દીધો.

    હોમગાર્ડની પત્નીએ લગાવ્યા આરોપો

    હોમગાર્ડની પત્નીએ ઇન્સ્પેક્ટર પર અય્યાશી કરવા માટે છોકરીની ડિમાન્ડ કરવાનો આરોપ લગાવ્યો છે. મહિલાએ જણાવ્યું કે તેના પતિએ જ્યારે પોતાની ડ્યૂટી ચેન્જ કરવા માટે ઇન્સ્પેક્ટરને અપીલ કરી તો તેમણે પહેલા પૈસા માંગ્યા. જ્યારે પતિએ કહ્યું કે પૈસા નથી તો ઇન્સ્પેક્ટર સાહિબે આલમે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તમારી પત્નીને એક રાત માટે મોકલી આપો.

    આગળની સ્લાઇડમાં વાંચો, આરોપી ઇન્સ્પેક્ટરે પોતાનો આરોપ છુપાવવા હોમગાર્ડ પર કરાવ્યો કેસ

    ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર
  • Traffic inspector asked for shameful favour from his homeguard in Baraili UP
    પોતાના આરોપને છુપાવવા માટે ઇન્સ્પેક્ટરે હોમગાર્ડ દિનેશ પર સરકારી કામમાં વિઘ્ન નાખવાનો અને ગાળાગાળી કરવાની એફઆઇઆર નોંધાવી.

    આરોપી ઇન્સ્પેક્ટરે પોતાનો આરોપ છુપાવવા હોમગાર્ડ પર કરાવ્યો કેસ

     

    મહિલાના હોબાળા પછી ઇન્સ્પેક્ટરની ઘણી ફજેતી થઇ. પોતાની ફજેતી થતી જોઇને અને પોતાના આરોપને છુપાવવા માટે ઇન્સ્પેક્ટરે હોમગાર્ડ દિનેશ પર સરકારી કામમાં વિઘ્ન નાખવાનો અને ગાળાગાળી કરવાની એફઆઇઆર શહેરના પોલીસ-સ્ટેશનમાં નોંધાવી દીધી. 

     

    શું કહે છે એસપી ટ્રાફિક પોલીસ

     

    આ આખા મામલામાં એસપી ટ્રાફિક કમલેશ બહાદુરનું કહેવું છે કે હોમગાર્ડે ઇન્સ્પેક્ટર સાહિબે આલમ પર ગંભીર આરોપ લગાવ્યો છે. જેની તપાસ કરાવવામાં આવી રહી છે. આ આખા મામલા પછી ઇન્સ્પેક્ટર હાલ હોમગાર્ડની ડ્યૂટી લગાવવાના ચાર્જમાંથી હટાવી દેવામાં આવ્યો છે. પોલીસનું કહેવું છે કે તે ટુંક સમયમાં તપાસ કરીને આરોપી પર કડક કાર્યવાહી કરશે. 

More From National News

Trending