ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Topper of 10th exam in Karnataka got his papers rechecked then scored full marks

  625માંથી 624 માર્ક્સ આવ્યા તો ટોપરે પેપર્સ કરાવ્યા રિચેક, જાણો પછી શું થયું?

  divyabhaskar.com | Last Modified - Jun 11, 2018, 03:52 PM IST

  પોતાના પેપર્સ ફરીથી ચેક કરવા માટે અરજી કરી અને આ વખતે તેને સંપૂર્ણ માર્ક્સ મળ્યા
  • 625માંથી 624 માર્ક્સ મેળવનારો કૈફ IAS બનવા માંગે છે.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   625માંથી 624 માર્ક્સ મેળવનારો કૈફ IAS બનવા માંગે છે.

   કર્ણાટક: અહીંયા મોહમ્મદ કૈફ મુલ્લા નામના વિદ્યાર્થીએ ધો-10ની પરીક્ષામાં કુલ 625માંથી 624 માર્ક્સ મેળવ્યા હતા. વિજ્ઞાન સિવાયના તમામ વિષયોમાં તેને પૂરા માર્ક્સ મળ્યા હતા. આ સાથે તે સંયુક્ત રીતે પરીક્ષામાં ટોપર રહ્યો હતો. પરંતુ, મોહમ્મદ જાણવા માંગતો હતો કે તેનો એક માર્ક ક્યાં કપાયો છે. એટલે તેણે પોતાના પેપર્સ ફરીથી ચેક કરવા માટે અરજી કરી અને આ વખતે તેને સંપૂર્ણ માર્ક્સ મળ્યા. હવે તે ધો-10ની પરીક્ષામાં એકમાત્ર ટોપર છે.

   IAS બનવા માંગે છે કૈફ

   - બેલગામની સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલમાં ભણતો વિદ્યાર્થી કૈફ આઇએએસ બનવા માંગે છે. તેણે 11મા ધોરણમાં સાયન્સ લીધું છે. તેના માતા-પિતા હારૂન રશીદ મુલ્લા અને પરવીન મુલ્લા બંને શિક્ષક છે. હારૂન ઉર્દૂ શિક્ષક છે જ્યારે માતા પરવીન કન્નડ ભણાવે છે.

   - કૈફે એક વેબસાઇટને જણાવ્યું કે, 'મને 100 ટકા માર્ક્સ લાવવાનો ભરોસો હતો, કારણકે પેપર આપ્યા પછી મેં મારા જવાબોને ટીચર્સ, નોટબુક અને મોડલ આન્સરશીટ ત્રણેય સાથે સરખાવ્યા હતા.'
   - 'આ નસીબની વાત છે કે મારા તમામ જવાબો સાચા પડ્યા. આ પહેલા મને 624 માર્ક્સ (99.86%) મળ્યા હતા, પરંતુ પેપર્સના રિચેકિંગ પછી મારું પરિણામ મારી અપેક્ષા પ્રમાણે જ 100% રહ્યું.'

   આ પણ વાંચો: ફાનસના પ્રકાશમાં ભણી ધો-12માં 91% મેળવનારી રાખી છોડશે ભણતર, પિતાનું મોત- મા કરે છે મજૂરી

   પિતાએ કહ્યું, દીકરો સોશિયલ મીડિયામાં સમય બરબાદ નથી કરતો

   - કૈફના પિતાએ જણાવ્યું કે તેમનો દીકરો સોશિયલ મીડિયા દેવી બાબતો પર ધ્યાન નથી આપતો. તેમણે કહ્યું, "કૈફ ઘણો ભણેશ્રી વિદ્યાર્થી છે, જે પોતાનો સમય સોશિયલ મીડિયા વગેરે પર બરબાદ કરવા નથી માંગતો."

   - પિતાએ કહ્યું, "હું ઇચ્છું છું કે તે ઉચ્ચ સ્તર પર સફળતા હાંસલ કરવા માટે જબરદસ્ત મહેનત કરે." જોકે કૈફ ભણવા ઉપરાંત અન્ય એક્ટિવિટીઓમાં પણ સામેલ થાય છે અને સ્કૂલમાં તે એનસીસી યુનિટનો કમાન્ડર છે.

   સંબંધિત તસવીર જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો

  • કૈફે એક વેબસાઇટને જણાવ્યું કે, 'મને 100 ટકા માર્ક્સ લાવવાનો ભરોસો હતો.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   કૈફે એક વેબસાઇટને જણાવ્યું કે, 'મને 100 ટકા માર્ક્સ લાવવાનો ભરોસો હતો.

   કર્ણાટક: અહીંયા મોહમ્મદ કૈફ મુલ્લા નામના વિદ્યાર્થીએ ધો-10ની પરીક્ષામાં કુલ 625માંથી 624 માર્ક્સ મેળવ્યા હતા. વિજ્ઞાન સિવાયના તમામ વિષયોમાં તેને પૂરા માર્ક્સ મળ્યા હતા. આ સાથે તે સંયુક્ત રીતે પરીક્ષામાં ટોપર રહ્યો હતો. પરંતુ, મોહમ્મદ જાણવા માંગતો હતો કે તેનો એક માર્ક ક્યાં કપાયો છે. એટલે તેણે પોતાના પેપર્સ ફરીથી ચેક કરવા માટે અરજી કરી અને આ વખતે તેને સંપૂર્ણ માર્ક્સ મળ્યા. હવે તે ધો-10ની પરીક્ષામાં એકમાત્ર ટોપર છે.

   IAS બનવા માંગે છે કૈફ

   - બેલગામની સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલમાં ભણતો વિદ્યાર્થી કૈફ આઇએએસ બનવા માંગે છે. તેણે 11મા ધોરણમાં સાયન્સ લીધું છે. તેના માતા-પિતા હારૂન રશીદ મુલ્લા અને પરવીન મુલ્લા બંને શિક્ષક છે. હારૂન ઉર્દૂ શિક્ષક છે જ્યારે માતા પરવીન કન્નડ ભણાવે છે.

   - કૈફે એક વેબસાઇટને જણાવ્યું કે, 'મને 100 ટકા માર્ક્સ લાવવાનો ભરોસો હતો, કારણકે પેપર આપ્યા પછી મેં મારા જવાબોને ટીચર્સ, નોટબુક અને મોડલ આન્સરશીટ ત્રણેય સાથે સરખાવ્યા હતા.'
   - 'આ નસીબની વાત છે કે મારા તમામ જવાબો સાચા પડ્યા. આ પહેલા મને 624 માર્ક્સ (99.86%) મળ્યા હતા, પરંતુ પેપર્સના રિચેકિંગ પછી મારું પરિણામ મારી અપેક્ષા પ્રમાણે જ 100% રહ્યું.'

   આ પણ વાંચો: ફાનસના પ્રકાશમાં ભણી ધો-12માં 91% મેળવનારી રાખી છોડશે ભણતર, પિતાનું મોત- મા કરે છે મજૂરી

   પિતાએ કહ્યું, દીકરો સોશિયલ મીડિયામાં સમય બરબાદ નથી કરતો

   - કૈફના પિતાએ જણાવ્યું કે તેમનો દીકરો સોશિયલ મીડિયા દેવી બાબતો પર ધ્યાન નથી આપતો. તેમણે કહ્યું, "કૈફ ઘણો ભણેશ્રી વિદ્યાર્થી છે, જે પોતાનો સમય સોશિયલ મીડિયા વગેરે પર બરબાદ કરવા નથી માંગતો."

   - પિતાએ કહ્યું, "હું ઇચ્છું છું કે તે ઉચ્ચ સ્તર પર સફળતા હાંસલ કરવા માટે જબરદસ્ત મહેનત કરે." જોકે કૈફ ભણવા ઉપરાંત અન્ય એક્ટિવિટીઓમાં પણ સામેલ થાય છે અને સ્કૂલમાં તે એનસીસી યુનિટનો કમાન્ડર છે.

   સંબંધિત તસવીર જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Topper of 10th exam in Karnataka got his papers rechecked then scored full marks
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `