ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» રાહુલ ગાંધી આજે કરશે મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં કિસાન ચૌપાલ| Rahul Gandhi, Maharashtra's Chandrapur farmer Choupal

    રાહુલની 2019ની તૈયારીઓ શરૂ: આજે કરશે મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં કિસાન ચૌપાલ

    divyabhaskar.com | Last Modified - Jun 13, 2018, 11:57 AM IST

    અહીં તેઓ એચએમટી ચોખાની શોધ કરનાર અને દિવંગત કૃષિ વૈજ્ઞાનિક દાદાદી ખોબ્રાગડેના પરિવાર સાથે પણ મુલાકાત કરશે
    • રાહુલ આજે કરશે મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં કિસાન ચૌપાલ (ફાઈલ)
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      રાહુલ આજે કરશે મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં કિસાન ચૌપાલ (ફાઈલ)

      નાગપુર: રાહુલ ગાંધી 13 જૂને મહારાષ્ટ્રના ચંદ્રપુરના નાંદેડ ગામમાં ખેડૂતો સાથે ચૌપાલ કરવાના છે. અહીં તેઓ અગ્રણી કૃષિ વૈજ્ઞાનિક દાદાજી ખોબરાગડેને શ્રદ્ધાંજલિ આપશે અને તેમના પરિવાર સાથે મુલાકાત પણ કરશે. દાદાજી ખોબરાગડેને એચએમટી અનાજની પ્રજાતિ વિકસિત કરવા માટે અવોર્ડ પણ મળી ચૂક્યો છે. ચંદ્રપુર જતા પહેલાં રાહુલે મુંબઈમાં એક પ્રેસ કોન્ફરન્સ કરીને ફરી એક વાર બીજેપી, આરએસએસ પર પ્રહાર કર્યા હતા. અહીં તેમણે કહ્યું હતું કે, 2019 માટે મહાગઠબંધન જરૂરી થઈ ગયું છે.

      રાહુલનો આરોપ- કેન્દ્ર સરકાર અમીરો માટે કામ કરી રહી છે

      - રાહુલ ગાંધીએ કહ્યું કે, કેન્દ્ર સરકાર અમીરો માટે કામ કરી રહી છે. પેટ્રોલના ભાવ આસમાને છે અને જનતા પરેશાન છે. પરંતુ કોઈને જનતાની ચિંતા નથી.
      - જે મહાગઠબંધન છે તે દેશમાં સેક્યુલર છે. આજે સમગ્ર વિપક્ષ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અને આરએસએસ વિરુદ્ધ છે. આ સેન્ટિમેન્ટ માત્ર વિપક્ષમાં જ નહીં પરંતુ સામાન્ય જનતામાં પણ છે. લોકોનું પણ માનવું છે કે, સરકાર દેશના સંવિધાન અને સંસ્થાન પર હુમલો કરી રહ્યા છે. તેને રોકવાની જરૂર છે. આ અવાજને કોંગ્રેસ પાર્ટી જોડાવનું કામ કરી રહી છે. અન્ય પાર્ટીઓ પણ તેમાં જોડાયેલી છે. જે લોકો ખૂબ અમીર છે તેમના માટે જ માત્ર સરકાર કામ કરી રહી છે. તેમના લાખો રૂપિયાનું ધિરાણ માફ કરવામાં આવી રહ્યું છે. જ્યારે મુંબઈના નાના વેપારીઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. આ સંજોગોમાં હવે 2019માં મહાગઠબંધન જરૂરી થઈ ગયું છે.

      નાગપુરમાં થશે ભવ્ય સ્વાગત

      ચંદ્રપુરથી પેલાં રાહુલ ખાસ વિમાનથી નાગપુર એરપોર્ટ પહોંચ્યા હતા. અહીં શહેર કોંગ્રેસ કમિટી તરફથી તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. અહીંથી તે ચંદ્રપુર રવાના થશે.

      ખોબરાગડેએ તેમની શોધની કદી પેટન્ટ નથી કરાવી

      - નાંદેડ ગામમાં રહેતા દાદાજી ખોબરા ગડેએ એચએમટી અનાજની પ્રજાતી વિકસીત કરી છે. તેમણે તેમની આ શોધને મફતમાં જ ખેડૂતોમાં વહેંચી છે. તેમણે કદી આ પ્રજાતીની પેટન્ટ નથી કરાવી. ખોબરાગડેને લકવા થયો હતો અને મહારાષ્ટ્રના શોધ ગ્રામની હોસ્પિટલમાં આ મહિને જ તેમનું નિધન થયું છે.

      આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

    • રાહુલ અગ્રણી કૃષિ વૈજ્ઞાનિક દાદાજી ખોબરાગડેને શ્રદ્ધાંજલિ આપશે (ફાઈલ)
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      રાહુલ અગ્રણી કૃષિ વૈજ્ઞાનિક દાદાજી ખોબરાગડેને શ્રદ્ધાંજલિ આપશે (ફાઈલ)

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: રાહુલ ગાંધી આજે કરશે મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં કિસાન ચૌપાલ| Rahul Gandhi, Maharashtra's Chandrapur farmer Choupal
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `