Home » National News » Latest News » National » Today Hearing On Karnataka Election In Suprime Court

કર્ણાટક: પ્રોટેમ સ્પીકરની નિમણૂંક મુદ્દે કોંગ્રેસ ફરી સુપ્રિમમાં

Divyabhaskar.com | Updated - May 19, 2018, 04:40 AM

ભાજપને બહુમત માટે ધારાસભ્યો ઘટી રહ્યાં છે ત્યારે યેદિયુરપ્પા માટે બહુમત સાબિત કરવું એ અગ્નિપરીક્ષા

 • Today Hearing On Karnataka Election In Suprime Court
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  કર્ણાટકની ખુરસી બચાવવા યેદિયુરપ્પાએ ત્રણ પરીક્ષા પસાર કરવી પડશે

  નવી દિલ્હીઃ કર્ણાટકમાં સરકાર બનાવવા માટે કોંગ્રેસ અને જેડીએસે ફરી એક વાર સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. બંને પક્ષોએ આ વખતે રાજ્યપાલે નિયુકિત કરેલા પ્રોટેમ સ્પીકરના પદને સુપ્રીમ કોર્ટમાં ચુનોતી આપી છે. બંને પક્ષોએ આ મામલે શુક્રવારે મોડી સાંજ સુધી રજીસ્ટ્રારને અરજી દાખલ કરી હતી અને સુપ્રીમકોર્ટથી તાત્કાલિક સુનાવણીની માંગ કરી છે. આ અંગે સુપ્રીમે આજે તાત્કાલિક સુનાવણી માટે મંજૂરી આપી દીધી છે. કોંગ્રેસ અને જેડીએસની અરજી પર આજે સવારે 10.30 વાગે સુનાવણી હાથ ધરશે.

  હવે ફરી સુપ્રિમમાં યેદ્દિના શપથ વખતે થયેલી દલીલોની જેમ કાલે ફરી ત્રણેય પક્ષોના વકિલો જજ સામે પ્રોટેમ સ્પીકરના નિમણૂંક મુદ્દે સુનાવણી કરશે.

  આ અગાઉ સુપ્રીમ કોર્ટે કર્ણાટક વિધાનસભામાં શનિવારે સાંજે 4 વાગ્યે ફ્લોર ટેસ્ટ કરાવાનો આદેશ આપ્યો હતો. આ રીતે સર્વોચ્ચ અદાલતે રાજ્યપાલ વજુભાઇ વાળાના એવા નિર્ણયને
  પલટાવી દીધો જેમાં તેમણે બીએસ યેદિયુરપ્પાને બહુમતી સાબિત કરવા માટે 15 દિવસ આપ્યા હતા. જોકે, સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી યેદિયુરપ્પાએ દાવો કર્યો કે બહુમતી માટે જરૂરી ધારાસભ્યોનું સમર્થન મેળવી લીધું છે અને જીત 100 ટકા ભાજપની થશે. બીજી બાજુ, હૈદરાબાદ મોકલેલા કોંગ્રેસના ધારાસભ્યોને બેંગ્લુરુ રવાના કરી દેવાયા છે. કર્ણાટકમાં અત્યારે ભાજપ પાસે 104, કોંગ્રેસ પાસે 78 અને જેડીએસ-બસપાના મળીને 38 ધારાસભ્યો છે. બહુમતી પૂરવાર કરવા 112નો આંકડો જરૂરી છે.

  સુપ્રીમ કોર્ટે આ પહેલાં સંભવનાઓ જણાવીને કહ્યું કે- સરકાર બહુમત સાબિત કરે કે પછી શનિવારે ફ્લોર ટેસ્ટ થાય. કોંગ્રેસ તરફથી દલીલ કરી રહેલાં અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે અમે પણ આવતીકાલે ફ્લોર ટેસ્ટ માટે તૈયાર છીએ. જો કે ભાજપે દલીલ કરી ફ્લોર ટેસ્ટ માટે સોમવાર સુધીનો સમય માંગ્યો હતો પરંતુ સુપ્રીમ કોર્ટમાં 3 જજની બેંચે ભાજપની દલીલને ફગાવી શનિવારે સાંજે જ ફ્લોર ટેસ્ટ થશે તેવા આદેશો આપ્યાં છે.

  ગવર્નરે બોપૈયાને પ્રોટેમ સ્પીકર તરીકે નીમ્યા, કોંગ્રેસે ઉઠાવ્યો વાંધો


  - શનિવારના ફ્લોર ટેસ્ટ પહેલા કર્ણાટકના ગવર્નરે બીજેપીના ધારાસભ્ય કે જી બોપૈયાને પ્રોટેમ સ્પીકર તરીકે નિમણૂક કરી.
  - તેની પ્રતિક્રિયામાં કોંગ્રેસના અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું કે બીજેપીએ રુલ બુક વિરુદ્ધનું પગલું ભર્યું છે. આદર્શ રીતે સૌથી સિનિયર નેતાની પ્રોટેમ સ્પીકર તરીકે નિમણૂક કરવી જોઈએ.

  - કોંગ્રેસ વિરોધ દર્શાવતા બીજેપી નેતા પ્રકાશ જાવડેકરે કહ્યું કે, 2008માં તે સમયના ગવર્નરે પ્રોટેમ સ્પીકર તરીકે નીમ્યા હતા. આજ કરતાં તેઓ 10 વર્ષ યુવાન હતા. કોંગ્રેસ પાયાવિહોણા વાંધા ઊભા કરી રહી છે. બોપૈયાજીની નિમણૂંક નિયમો મુજબ જ કરવામાં આવ્યું છે.

  અમે સુપ્રીમ કોર્ટના ફેંસલાનું સ્વાગત કરીએ છીએ- કોંગ્રેસ


  - સુનાવણી પછી કોંગ્રેસ અને JDS તરફી હાજર રહેલાં વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે "આજે સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક આદેશ આપ્યો છે. અમે આ ફેંસલાને આવકારીએ છીએ. આજથી લઈને આવતી કાલ સુધી યેદિયુરપ્પા કોઈપણ નીતિગત નિર્ણય નહીં લે. કોર્ટમાં ભાજપે વારંવાર સમય વધારવાની દલીલ કરી હતી."
  - શનિવારે પ્રોટેમ સ્પીકર અંતર્ગત વિશ્વાસ મતનું પરીક્ષણ થશે.
  - સિંઘવીએ વધુમાં કહ્યું કે, "કોંગ્રેસ અને JDS ગઠબંધનની જગ્યાએ યેદિયુરપ્પાને સરકાર બનાવવા માટે આમંત્રણ આપવાના રાજ્યપાલના નિર્ણય અંગે કોર્ટે ભવિષ્યમાં ફેંસલો કરશે."
  - કોંગ્રેસના નેતા અને ધારાશાસ્ત્રી અશ્વિની કુમારે કહ્યું કે, "સુપ્રીમ કોર્ટના ફેંસલાએ બંધારણ અને લોકશાહીને બચાવી રાખી. આ એક એવો ફેંસલો છે કે જેનો જશ્ન થવો જોઈએ. સુપ્રીમ કોર્ટમાં લોકોનો વિશ્વાસ એક વખત ફરી જાગ્યો છે."

  સુપ્રીમ કોર્ટમાં શું થયું?

  11-34 AM: સુપ્રીમ કોર્ટે ફેંસલો સંભળાવતા કહ્યું કે શનિવારે સાંજે 4 વાગ્યે જ ગૃહમાં બહુમત પરીક્ષણ થાય.

  11-32 AM: રોહતગીએ કહ્યું કે ફ્લોર ટેસ્ટ સોમવાર થવો જોઈએ. કોંગ્રેસ અને JDSના ધારાસભ્યોને રાજ્યની બહાર રાખવામાં આવ્યા છે. તેઓએ પણ વોટ આપવા આવવું પડશે તેના માટે થોડો સમય આપવામાં આવે. તો પ્રોટેમ સ્પીકર પણ બનાવવાના છે, જેથી યોગ્ય સમય મળે.
  11-30 AM: ભાજપના વકીલ મુકુલ રોહતગીએ તત્કાલ ફ્લોર ટેસ્ટ કરાવવાનો વિરોધ કર્યો. તેઓએ કહ્યું કે અમને ઓછામાં ઓછો એક અઠવાડીયાનો સમય મળવો જોઈએ. આ રાજ્યપાલનો વિશેષાધિકાર છે. એક ફ્લોર ટેસ્ટનો નિર્દેશ આપીને સંતુલન ન બનાવી શકાય.
  11-27 AM: કપિલ સિબ્બલે કહ્યું કે અમારી પાસે અમારા તમામ ધારાસભ્યોની સહીવાળી ચીઠ્ઠી છે. રોહતગી અને તુષારે કહ્યું કે ફ્લોર ટેસ્ટથી જ સત્ય સામે આવશે. સાથે જ કહ્યું કે JDS પણ જલ્દીથી ફ્લોર ટેસ્ટ થાય તેવું ઈચ્છે છે.
  11-24 AM: સુપ્રીમ કોર્ટે કહ્યું કે ફ્લોર ટેસ્ટ ન થાય ત્યાં સુધી કોઈ એંગ્લો-ઈન્ડિયન સભ્યને નોમિનેટ ન કરવામાં આવે.
  11-22 AM: સુપ્રીમ કોર્ટે કહ્યું કે બંને પક્ષના પોતપોતાના દાવા છે. અમે કાયદા મુજબ ફેંસલો કરીશું. કાયદા પ્રક્રિયાનું પાલન થવું જોઈએ.
  - સિબ્બલે કહ્યું કે સરકાર બનાવવાનું આમંત્રણ ગઠબંધનની સાથેની મોટી પાર્ટીને મળવું જોઈએ કે પર્યાપ્ત બહુમતવાળી પાર્ટીને.
  - એએસજી તુષાર મહેતાએ કહ્યું કે રાજ્યપાલને કોંગ્રેસ અને JDSના તમામ સભ્યોની સહીવાળો પત્ર ક્યારેય નથી મળ્યો.

  11-17 AM: સિંઘવીએ કહ્યું કે ધારાસભ્યો કોઈપણ જાતના ડર રાખ્યાં વગર વોટ કરી શકે તે માટે પૂરતી સુરક્ષા અને વીડિયોગ્રાફી થવી જોઈએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તેઓ DGPને આદેશ આપશે કે જેથી શનિવારે ફ્લોર ટેસ્ટ યોગ્ય રીતે થઈ શકે.

  11-15 AM: કોંગ્રેસના વકીલ સિંઘવીએ કહ્યું કે કોંગ્રેસ શનિવારે કોઈપણ જાતની રાહ જોયા વગર ફ્લોર ટેસ્ટ માટે તૈયાર છે.

  11-13 AM: સિંઘવીએ કહ્યું કે- યેદિયુરપ્પાએ કહ્યું હતું કે અમારી પાસે આ ધારાસભ્યો છે, પરંતુ કોણ કોણ સાથે છે. બીજી બાજુ કોંગ્રેસ-JDSએ તમામ 117ના નામ લખીને રાજ્યપાલને આપ્યાં છે.

  11-10 AM: કોંગ્રેસના વકીલ સિંઘવીએ પૂછ્યું કે રાજ્યપાલ તે કઈ રીતે વિચારી શકે છે કે ભાજપ બહુમત સાબિત કરી શકે છે જ્યારે કે કોંગ્રેસ-JDS પાસે બહુમત છે.

  11-09 AM: કોંગ્રેસ નેતા અને વકીલ કપિલ સિબ્બલ પણ ચર્ચામાં સામેલ થયા હતા.

  11-08 AM: સિંઘવીએ કહ્યું કે જો કાલે બહુમત પરીક્ષણ માટે ગૃહ બોલાવવામાં આવે તો પણ આ મામલે કાયદા સંબંધી જ નિર્ણય થવો જોઈએ કે શું આ મામલે રાજ્યપાલ નિર્ણય લઈ શકે છે.

  11-07 AM: જસ્ટિસ સીકરીએ કહ્યું કે ફ્લોર ટેસ્ટ થઈ જવો જોઈએ અને ગૃહને તે નિર્ણય લેવા દો કે કોની પાસે બહુમતી છે.

  11-06 AM: કોંગ્રેસના વકીલ સિંઘવીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટે તે ફેંસલો કરવાનો છે કે કોને પહેલી તકી મળે, કોંગ્રેસ-JDS ગઠબંધન કે પછી ભાજપ.

  11-02 AM: જસ્ટિસ સીકરીએ સવાલ ઉઠાવતાં પૂછ્યું કે જો બે પાર્ટીઓ પોતપોતાના દાવાઓ કરી રહી છે, તો ગવર્નરે કયા આધારે ફેંસલો કર્યો. જે અંગે ભાજપના વકીલે કહ્યું કે, આ રાજ્યપાલનો વિશેષાધિકાર છે. આ અંગે સુપ્રીમ કોર્ટે પ્રસ્તાવ આપતાં કહ્યું કે યોગ્ય રહેશે કે શનિવારે જ બહુમત પરીક્ષણ થાય.

  10-59 AM: જસ્ટિસ સીકરીએ કહ્યું કે જો સ્પષ્ટ બહુમતી હોય તો કોઈ જ સમસ્યા નથી હોતી. જો ચૂંટણી પહેલાં ગઠબંધન થયું હોત તો સ્થિતિ અલગ હતી પરંતુ ચૂંટણી પછી ગઠબંધનથી આ અંગેની પ્રાથમિકતા ઓછી થાય છે.

  10-58 AM: રોહતગીએ કહ્યું કે રાજ્યપાલે પોતાના વિશેષાધિકારનો ઉપયોગ કર્યો છે અને તેને ગ્રાઉન્ડ લેવલ અંગે ખ્યાલ જ છે.

  10-57 AM: મુકુલ રોહતગીએ સરકારી કમીશનનો ઉલ્લેખ કરતાં કહ્યું કે યેદિયુરપ્પા ગૃહમાં પોતાનો બહુમત સાબિત કરવાનો છે. સરકારી કમીશન આ મામલે ગાઈડલાઈન છે અને આ ગવર્નરનો વિશેષાધિકાર છે.

  10-54 AM: જસ્ટિસ સીકરીએ કહ્યું કે એક તરફ કોંગ્રેસ અને JDSએ ગર્વનરને બહુમતની સંખ્યાનો પત્ર આપ્યો છે, બીજી તરફ યેદિયુરપ્પાનો દાવો છે કે તેની પાસે બહુમત છે. કયા આધારે રાજ્યપાલે યેદિયુરપ્પાને ગઠબંધન ઉપર મહત્વ આપ્યું?

  10-53 AM: ભાજપના વકીલ મુકુલ રોહતગીએ રાજ્યપાલને આપેલાં યેદિયુરપ્પાના પત્રોને કોર્ટમાં વાંચીને સંભળાવ્યો.

  10-50 AM: મુકુલ રોહતગીએ યેદિયુરપ્પા તરફથી રાજ્યપાલને મોકલવામાં આવેલા બંને પત્રો સુપ્રીમ કોર્ટમાં રજૂ કર્યા અને દલીલ આપી કે ભાજપ રાજ્યમાં સૌથી મોટી પાર્ટી છે. રોહતગીએ કોંગ્રેસ અને JDSને અપવિત્ર ગણાવ્યાં અને કહ્યું કે નંબર બે અને નંબર ત્રણ પાર્ટી ભાજપથી ઘણી પાછળ છે.

  10-46 AM: કર્ણાટક મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ, કોંગ્રેસ તરફથી અભિષેક મનુ સિંઘવી અને ભાજપ તરફથી મુકુલ રોહતગીએ કોર્ટમાં પોતપોતાનો પક્ષ રાખ્યો.

  10-34 AM: વરિષ્ઠ વકીલ શાંતિ ભૂષણ અને રામ જેઠમલાણી પણ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા.

  10-30 AM: કોંગ્રેસ નેતા અને વકીલ પી. ચિદમ્બર સુપ્રીમ કોર્ટ પહોંચ્યા.

  10-28 AM: ભાજપના વકીલ મુકુલ રોહતગી અને અટોર્ની જનરલ કે.સી.વેણુગોપાલ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા, બંને લોકો કોર્ટરૂમમાં હાજર.

  સુપ્રીમ કોર્ટમાં કર્ણાટક મુદ્દે થઈ હતી બે અરજીઓ


  - 10 માસ પહેલાં વકીલાતથી સંન્યાસ લેવાની જાહેરાત કરી ચુકેલા પૂર્વ કાયદા મંત્રી રામ જેઠમલાણીએ ચીફ જસ્ટિસ દિપક મિશ્રાની બેંચમાં અંગત રીતે કર્ણાટકના રાજ્યપાલના ફેંસલાને પડકાર્યો છે. ચીફ જસ્ટિસે તેઓને આ મામલેની સુનાવણી કરી રહેલાં જસ્ટિસ સીકરીની બેંચની સામે અરજી કરવાનું કહ્યું છે.
  - તો કર્ણાટકના રાજ્યપાલ દ્વારા વિનિષા નેરોને વિધાનસભામાં એંગ્લો ઈન્ડિયન સભ્ય તરીકે પસંદ કરવા અંગે પણ કોંગ્રેસ-JDSએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. માગ કરી છે કે બહુમત પરીક્ષણથી પહેલાં આ પ્રક્રિયાને રોકવામાં આવે. આ અરજી પર પણ શુક્રવારે સુનાવણી થશે.
  - બુધવારે રાત્રે કોંગ્રેસ અને JDS દ્વારા યેદિયુરપ્પાના શપથ રોકાવવા માટે રાજ્યપાલના ફેંસલા વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ અંગેની સવારે 4-20 વાગ્યા સુધી ચાલી હતી જેમાં કોર્ટે શપથ પર રોક લગાવવાનો ઈન્કાર કર્યો હતો.

 • Today Hearing On Karnataka Election In Suprime Court
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  આજે સવારે 10.30 વાગે સુપ્રીમકોર્ટ સુનાવણી હાથ ધરશે- ફાઈલ
 • Today Hearing On Karnataka Election In Suprime Court
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  યેદિયુરપ્પાના શપથના વિરોધ કોંગ્રેસ-JDSના નેતાઓએ ધરણા કર્યા હતા
 • Today Hearing On Karnataka Election In Suprime Court
  SCમાં રાહત બાદ યેદિયુરપ્પાએ ગુરૂવારે શપથ ગ્રહણ કર્યા હતા
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ