ડિફેન્સ એક્સ્પો હથિયારોનું બજાર- આજે ચેન્નઈમાં થશે શરૂ

ભારતમાં ડિફેન્સ એક્સ્પો: પહેલી વાર 1999માં 197 કંપનીઓ, આ વખતે 47 દેશોની 701 કંપનીઓ

DivyaBhaskar.com | Updated - Apr 11, 2018, 02:02 AM
ડિફેન્સ એક્સ્પો હથિયારોનું બજાર | Today, 10th Defense Expo will be launched in Chennai

ચેન્નઈ: ડિફેન્સ એક્સ્પોનો કોન્સેપ્ટ 1998માં આવ્યો હતો. તેમાં હથિયારો અને સૈન્ય હાર્ડવેરનું બજાર ભરાય છે. સંરક્ષણ મંત્રાલય અને સીઆઇઆઇએ 1999માં પ્રથમ શોનું આયોજન કર્યું. ત્યારે 197 કંપનીઓએ ભાગ લીધો હતો. 2002થી દર બે વર્ષે યોજાય છે.

- 2008માં 29 દેશોની 447 કંપનીઓએ ભાગ લીધો. 208 ભારતીય કંપનીએ રજિસ્ટ્રેશન કરાવ્યું.
- 2016માં પહેલી વાર દિલ્હી બહાર ગોવામાં આયોજન રેકોર્ડ 44 દેશોની 843 કંપનીની નોંધણી.

- 2018માં બીજી વાર આ એક્સ્પો દિલ્હી બહાર યોજાઇ રહ્યો છે. ચેન્નઇમાં યોજાઇ રહેલા આ એક્સ્પોમાં 701 કંપનીઓ ભાગ લઇ રહી છે.

દુનિયામાં...: વિશ્વયુદ્ધ પછી એક્સ્પો ચલણમાં, દર 10મા દિવસે ક્યાંક ને ક્યાંક ડિફેન્સ એક્સ્પો યોજાય છે

વિશ્વયુદ્ધ બાદમાં ડિફેન્સ એક્સ્પોનું ચલણ વધ્યું. 1936માં મોડર્ન હિસ્ટ્રીમાં સ્ટોકહોમમાં 8 દેશોએ ભાગ લીધો હતો. આ દરમિયાન એર શો પણ યોજાયા. આ અગાઉ 1851માં પહેલો ડિફેન્સ એક્સ્પો યોજાયો હતો.

- વિશ્વમાં વર્ષે 37 જેટલા ડિફેન્સ એક્સ્પો યોજાય છે. મતલબ કે દર 10મા દિવસે ક્યાંક ને ક્યાંક એક્સ્પો.
- આજે દુનિયામાં ડિફેન્સનો બિઝનેસ સૌથી મોટો છે. વિશ્વની ડિફેન્સ ઇન્ડસ્ટ્રી 120 લાખ કરોડની છે.
- વિશ્વના સૌથી મોટા ડિફેન્સ એક્સ્પો યુરોસટોરીનું આયોજન ફ્રાન્સમાં થાય છે. 2016માં તે 17.89 લાખ સ્ક્વેર ફૂટ જગ્યામાં યોજાયો હતો.

ડિફેન્સ એક્સ્પો હથિયારોનું બજાર | Today, 10th Defense Expo will be launched in Chennai
X
ડિફેન્સ એક્સ્પો હથિયારોનું બજાર | Today, 10th Defense Expo will be launched in Chennai
ડિફેન્સ એક્સ્પો હથિયારોનું બજાર | Today, 10th Defense Expo will be launched in Chennai
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App