ટાઈમની સૌથી પ્રભાવશાળી 100 વ્યક્તિઓની યાદીઃ મોદી સતત ચોથા વર્ષે દાવેદાર

મોદીનું નામ 2016 અને 2017માં પણ દાવેદારોની યાદીમાં હતું. 2015ની ફાઈનલ લીસ્ટમાં તેમનું નામ આવ્યું હતું.

Divyabhaskar.com | Updated - Mar 29, 2018, 12:46 PM
ટાઈમ મેગેઝીનના સૌથી વધુ પ્રભાવશાળી વ્યક્તિઓમાં મોદી ચોથી વખત સામેલ (ફાઈલ)
ટાઈમ મેગેઝીનના સૌથી વધુ પ્રભાવશાળી વ્યક્તિઓમાં મોદી ચોથી વખત સામેલ (ફાઈલ)

ટાઈમ મેગેઝીનની 100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓના ફાઈનલ લિસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવખત પોતાની જગ્યા બનાવી છે. આ દાવેદારોમાં તેમનું પણ નામ છે. આ લીસ્ટમાં માઈક્રોસોફ્ટના ભારતીય મૂળના CEO સત્યા નડેલા, અમેરિકાના રાષ્ટ્રપિત ડોનાલ્ડ ટ્રમ્પ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને શી જિનપિંગનું નામ પસંદ કરાયું છે.

નેશનલ ડેસ્કઃ ટાઈમ મેગેઝીનની 100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓના ફાઈનલ લિસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવખત પોતાની જગ્યા બનાવી છે. આ દાવેદારોમાં તેમનું પણ નામ છે. આ લીસ્ટમાં માઈક્રોસોફ્ટના ભારતીય મૂળના CEO સત્યા નડેલા, અમેરિકાના રાષ્ટ્રપિત ડોનાલ્ડ ટ્રમ્પ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને શી જિનપિંગનું નામ પસંદ કરાયું છે. જેની ફાઈનલ યાદી આગામી મહિને જાહેર કરવામાં આવશે. આ પહેલાં મોદી ટાઈમના પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીમાં વર્ષ 2015માં સામેલ થયા હતા.

કયા લોકોને લીસ્ટમાં સામેલ કરવામાં આવે છે?


- આ લીસ્ટમાં તે લોકોને સામેલ કરવામાં આવે છે જે પ્રવર્તી રહેલાં મુદ્દાઓને લઈને વિશ્વભરમાં અસર ઊભી કરે છે.
- ટાઈમના આ વાર્ષિક લીસ્ટને એક દશકાથી પણ વધુ સમયથી જાહેર કરવામાં આવે છે.
- જેમાં પોતપોતાના ક્ષેત્રમાં નોંધનિય કામ કરનારા નેતાઓ, કલાકારો, વૈજ્ઞાનિકો, ઉદ્યોગપતિઓ અને કાર્યકર્તાઓને સામેલ કરવામાં આવે છે.

એડિટર્સ કરે છે અંતિમ ફેંસલો


- લીસ્ટમાં નામ સામેલ કરવા માટેનો અંતિમ નિર્ણય ટાઈમના એડિટર્સ કરે છે, પરંતુ મેગેઝીને પોતાના વાંચકોને આ વર્ષે ઓનલાઈન વોટ કરવાની અપીલ કરી છે.

2015માં ફાઈનલ લીસ્ટમાં હતું મોદીનું નામ


- મોદીનું નામ 2016 અને 2017માં પણ દાવેદારોની યાદીમાં હતું. 2015ની ફાઈનલ લીસ્ટમાં તેમનું નામ આવ્યું હતું. ત્યારે મેગેઝીન માટે અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ મોદી પર એક લેખ પણ લખ્યો હતો.

સરમુખત્યાર કિમ જોંગ ઉન પણ દાવેદાર


- દાવેદારોમાં નોર્થ કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન, પાકિસ્તાની-અમેરિકી એકટર કુમૈલ નંજિયાની, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઈવાન્કા, જમાઈ જારેદ કુશ્નેર, ફેસબુકના CEO માર્ક ઝુકરબર્ગ, અમેઝનના ચીફ જેફ બેઝોસ અને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાનું નામ પણ સામેલ છે.
- આ ઉપરાંત બ્રિટનના શાહી પરિવારથી પ્રિન્સ વિલિયમ્સ, તેમની પત્ની ડચેઝ ઓફ કેમ્બ્રિજો કેથરિન, પ્રિન્સ હેનરી અને તેમની વાગ્દતા મેઘન મર્કેલનું નામ પણ સામેલ છે.

સંબંધિત સ્ટોરીના વધ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લીક કરો

ટાઈમની યાદીમાં ટ્રમ્પ ઉપરાંત તેની દીકરી ઈવાન્કા અને જમાઈ કુશનેર પણ સામેલ (ફાઈલ)
ટાઈમની યાદીમાં ટ્રમ્પ ઉપરાંત તેની દીકરી ઈવાન્કા અને જમાઈ કુશનેર પણ સામેલ (ફાઈલ)
મોદી ઉપરાંત આ યાદીમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિન પણ સામેલ છે (ફાઈલ)
મોદી ઉપરાંત આ યાદીમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિન પણ સામેલ છે (ફાઈલ)
X
ટાઈમ મેગેઝીનના સૌથી વધુ પ્રભાવશાળી વ્યક્તિઓમાં મોદી ચોથી વખત સામેલ (ફાઈલ)ટાઈમ મેગેઝીનના સૌથી વધુ પ્રભાવશાળી વ્યક્તિઓમાં મોદી ચોથી વખત સામેલ (ફાઈલ)
ટાઈમની યાદીમાં ટ્રમ્પ ઉપરાંત તેની દીકરી ઈવાન્કા અને જમાઈ કુશનેર પણ સામેલ (ફાઈલ)ટાઈમની યાદીમાં ટ્રમ્પ ઉપરાંત તેની દીકરી ઈવાન્કા અને જમાઈ કુશનેર પણ સામેલ (ફાઈલ)
મોદી ઉપરાંત આ યાદીમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિન પણ સામેલ છે (ફાઈલ)મોદી ઉપરાંત આ યાદીમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિન પણ સામેલ છે (ફાઈલ)
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App