બિહાર-ઝારખંડ-UPમાં કુદરતનો કહેર, વીજળી-વાવાઝોડાના કારણે 33ના મોત

આગામી 24 કલાકમાં બારાબંકી, કુશીનગર, ગોરખપુર અને આઝમગઢમાં વાવાઝોડુ-વરસાદની આગાહી

divyabhaskar.com | Updated - May 29, 2018, 09:42 AM
બિહાર-ઝારખંડ-UPમાં કુદરતનો કહેર| Thunderstorm at Jharkhand, Bihar and Uttar Pradesh

ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને બિહારમાં વાવાઝોડૂ અને વરસાદના કારણે ફરી એક વાર કુદરતનો કહેર જોવા મળ્યો છે. આ ત્રણેય રાજ્યોમાં વાવાઝોડુ અને વીજળી પડવાના કારણે અત્યાર સુધી કુલ 33 લોકોના મોત થયા છે.

પટણા - રાંચી - લખનઉ: દેશનાં ત્રણ રાજ્યોમાં સોમવારે રાત્રે આવેલા વાવાઝોડા દરમિયાન થયેલા વિવિધ અકસ્માતો અને વીજળી પડવાની ઘટનાઓમાં 45 લોકોનાં મોત થયા છે. સૌથી વધુ 19 લોકો બિહારમાં માર્યા ગયા, જ્યારે ઉત્તરપ્રદેશમાં 15 અને ઝારખંડમાં 11 લોકોએ જીવ ગુમાવ્યો. આ દરમિયાન 70 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. હવામાન વિભાગ મુજબ આગામી કેટલાક દિવસમાં ઉત્તરપ્રદેશમાં અલગ અલગ જગ્યાઓ પર 50થી 70 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. મે મહિનામાં વિવિધ રાજ્યોમાં ચાર વખત વાવાઝોડાંએ વિનાશ વેર્યો છે. 2-3 મેની રાતે આવેલા તોફાનમાં પાંચ રાજ્યોમાં 134 લોકોનાં મોત થયાં હતાં. તેમાંથી 80 તો માત્ર ઉત્તરપ્રદેશમાં જ માર્યા ગયા હતા. આ સિવાય 9-10 મેની રાતે આવેલા તોફાનમાં અંદાજે 18 લોકો માર્યા ગયા હતા જ્યારે 14 મેના તોફાનથી થયેલા અકસ્માતોમાં 21 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

હજી પણ ગરમીથી રાહત નહીં, રાજસ્થાનના બૂંદીમાં પારો 49 ડિગ્રી

દક્ષિણ ભારતમાં ભલે ચોમાસાનું આગમન થઈ ગયું છે પરંતુ ઉત્તરીય અને મધ્ય ભારતને હજી ગરમીથી રાહત મળવાની આશા નથી. આખો વિસ્તાર લૂૂની લપેટમાં છે. રાજસ્થાનના બૂંદીમાં મંગળવારે આ સિઝનમાં પહેલી વખત તાપમાન 49 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું. બારાંમાં પણ પારો 47 ડિગ્રી રહ્યો. મ્યુનિસિપાલિટીએ ફાયર ફાઈટરની મદદથી પાણીનો છંટકાવ કરીને રસ્તા ઠંડા કર્યા હતા. હવામાન વિભાગ મુજબ રાજસ્થાન અને મધ્યપ્રદેશના અનેક વિસ્તારોમાં બુધવારે પણ લૂનો પ્રકોપ ચાલુ રહેશે. જ્યારે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને બિહારમાં અનેક જગ્યાએ હળવા વરસાદ અને તીવ્ર ગતિએ પવન ફૂંકાવાની ચેતવણી અપાઈ છે.

હવામાન વિભાગે કહ્યું- હવે ચોમાસુ કેરળ પહોંચ્યું

દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ સમય કરતાં ત્રણ દિવસ પહેલાં કેરળ પહોંચ્યાની મંગળવારે હવામાન વિભાગે પુષ્ટી કરી. દરિયા કિનારાના વિસ્તારોમાં જોરદાર વરસાદ થઈ રહ્યો છે. આગામી 48 કલાક દરમિયાન તમિલનાડુ, બંગાળની ખાડી અને અંદામાન સાગરમાં પણ મુશળધાર વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે કહ્યું કે આ વખતે સામાન્ય વરસાદની સંભાવના છે. કેરળમાં ચોમાસુ 1 જૂને ટકોરા મારે છે. પહેલાં ખાનગી એજન્સી સ્કાયમેટે દાવો કર્યો હતો કે ચોમાસુ કેરળ પહોંચી ચૂક્યું છે. જોકે, હવામાન વિભાગે મંગળવારે ચોમાસુ પહોંચ્યાની પુષ્ટી કરી.

ગયા વર્ષે 140ના મોત


વાવાઝોડું અને વરસાદના કારણે ઘણી જગ્યાએ ઝાડ ઉખડી ગયા હોવાની માહિતી પણ મળી છે. નોંધનીય છે કે, ગયા વર્ષે વાવાઝોડું અને વીજળી પડવાના કારણે અંદાજે 140 લોકોના મોત થયા હતા.

ઉત્તર પ્રદેશમાં આગામી 24 કલાકમાં વાવાઝોડું વરસાદની આગાહી
ઉત્તર પ્રદેશમાં આગામી 24 કલાકમાં વાવાઝોડું વરસાદની આગાહી
ઘણી જગ્યાએ ઝાડ અને વીજળીના થાંભલા પડી ગયા છે
ઘણી જગ્યાએ ઝાડ અને વીજળીના થાંભલા પડી ગયા છે
બિહારના ઉન્નાવની તસવીર
બિહારના ઉન્નાવની તસવીર
X
બિહાર-ઝારખંડ-UPમાં કુદરતનો કહેર| Thunderstorm at Jharkhand, Bihar and Uttar Pradesh
ઉત્તર પ્રદેશમાં આગામી 24 કલાકમાં વાવાઝોડું વરસાદની આગાહીઉત્તર પ્રદેશમાં આગામી 24 કલાકમાં વાવાઝોડું વરસાદની આગાહી
ઘણી જગ્યાએ ઝાડ અને વીજળીના થાંભલા પડી ગયા છેઘણી જગ્યાએ ઝાડ અને વીજળીના થાંભલા પડી ગયા છે
બિહારના ઉન્નાવની તસવીરબિહારના ઉન્નાવની તસવીર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App